રામજન્મભૂમિ : અયોધ્યામાં રામમંદિરની જમીનનો ભાવ ગણતરીના સમયમાં 2થી 18 કરોડ રૂપિયા થયો, ભ્રષ્ટાચારનો આરોપ

અયોધ્યા

ઇમેજ સ્રોત, NURPHOTO

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે જમીન ખરીદીમાં મોટો ગોટાળો અને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે.

સમાજવાદી પા્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય તેજનારાયણ પાંડેય ઉર્ફે પવન પાંડેયે આરોપ લગાવ્યો છે કે 'બે કરોડ રૂપિયામાં ખરીદેલી જમીન માત્ર થોડી મિનિટોમાં 18.5 કરોડ રૂપિયામાં ખરીદી લેવાઈ.'

રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આ આરોપોને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.

એક પ્રેસ-કૉન્ફરન્સમાં ચંપત રાયે કહ્યું કે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જેટલી જમીન ખરીદી છે, એ ખુલ્લા બજારની કિંમત કરતા બહુ ઓછા મૂલ્ય પર ખરીદી છે.

રવિવારે સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડેયે અયોધ્યામાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે જે દિવસે જમીનનો સોદો બે કરોડમાં થયો એ જ દિવસે જમીનનું એગ્રિમેન્ટ 18.5 કરોડમાં થયું હતું.

line

સપાના નેતાનો આરોપ

રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જમીન ગોટાળાનો આ આરોપોને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

પવન પાંડેયેનું કહેવું હતું, "18 માર્ચ, 2021માં અંદાજે 10 મિનિટ પહેલાં સોદો થયો અને પછી એગ્રિમેન્ટ. જે જમીન બે કરોડમાં ખરીદી એ જ જમીનનું 10 મિનિટ બાદ સાડા 18 કરોડમાં એગ્રિમેન્ટ કેમ થયું? એગ્રિમેન્ટ અને સોદો બંનેમાં ટ્રસ્ટી અનિલ મિશ્ર અને મેયર ઋષીકેશ ઉપાધ્યાય સાક્ષી છે."

પવન પાંડેયેએ સવાલ કર્યા કે માત્ર કેટલીક મિનિટોમાં જ બે કરોડ રૂપિયાની કિંમતની જમીન સાડા 18 કરોડ રૂપિયાની કેવી રીતે થઈ ગઈ?

તેમણે આરોપ લગાવ્યો કે રામમંદિરના નામે જમીન ખરીદીના બહાને રામભક્તો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે એ પણ દાવો કર્યો કે જમીન ખરીદીનો બધો ખેલ મેયર અને ટ્રસ્ટીને માલૂમ હતો. પવન પાંડેયેએ આ આખા કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી છે.

પવન પાંડેયે અયોધ્યામાં મીડિયા સામે રજિસ્ટ્રીના દસ્તાવેજો રજૂ કરતા કહ્યું, "રામજન્મભૂમિની જમીન પાસેની એક જમીન પૂજારી હરીશ પાઠક અને તેમનાં પત્નીએ 18 માર્ચની સાંજે સુલતાન અંસારી અને રવિ મોહનને બે કરોડમાં વેચી હતી. એ જમીન માત્ર થોડી મિનિટોમાં ચંપત રાયે રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી 18.5 કરોડમાં ખરીદી લીધી. હું ભ્રષ્ટાચારનો આરોપ લગાવું છું. એવું શું કારણ હતું કે એ જમીન 10 મિનિટમાં સોનાની લગડી થઈ ગઈ."

line

અન્ય રાજકીય પાર્ટીઓ પણ મેદાનમાં ઊતરી

અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે જમીન ખરીદીમાં મોટો ગોટાળો અને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે જમીન ખરીદીમાં મોટો ગોટાળો અને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ લખનઉમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને રામમંદિરના નામે ખરીદાઈ રહેલી જમીન મામલે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે.

તેમનું કહેવું હતું, "લગભગ 5.5 લાખ રૂપિયા પ્રતિ સેકન્ડે જમીનનો ભાવ વધી ગયો. હિન્દુસ્તાન શું, દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ જમીન એક સેકન્ડમાં આટલી મોંઘી નહીં થઈ હોય. હું માગ કરું છું કે આ મામલે તત્કાળ ઈડી અને સીબીઆઈની તપાસ કરાવવામાં આવે અને જે ભ્રષ્ટાચારી છે, જેમને પકડીને જેલહવાલે કરવામાં આવે."

કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દીપક સિંહે પણ રામમંદિર માટે ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સીબીઆઈ તપાસની માગ કરી છે.

વીડિયો કૅપ્શન, મુંબઈ : 23 વર્ષ પહેલાંના દુ:ખદ બનાવે માતા-પુત્રની જોડીને લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યાં
line

રામજન્મભૂમિ ટ્રસ્ટે નિવેદન જાહેર કર્યું

વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાય
ઇમેજ કૅપ્શન, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાય

રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે આ આરોપોને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.

રવિવારે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સમાં ચંપત રાયે કહ્યું, "શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જેટલી જમીન ખરીદી છે, એ ખુલ્લા બજારની કિંમત કરતાં બહુ ઓછા મૂલ્ય પર ખરીદી છે. જે ભૂમિને ખરીદવા માટે વર્તમાન વિક્રેતાઓએ વર્ષો પહેલાં જે મૂલ્ય પર કરાર કર્યો હતો, એ ભૂમિનો તેમણે 18 માર્ચ, 2021માં સોદો કરાવ્યો અને ત્યારબાદ ટ્રસ્ટ સાથે તેનું એગ્રિમેન્ટ થયું."

વીએચપીના મોટા પદાધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે સંગઠને આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને જો આરોપ સાચા સાબિત થાય તો તેની વિરુદ્ધ આંદોલન કરાશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીએચપીના મોટા પદાધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે સંગઠને આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને જો આરોપ સાચા સાબિત થાય તો તેની વિરુદ્ધ આંદોલન કરાશે.

તો વિશ્વ હિન્દુ પરિષદે આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. વિશ્વ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓનો હાલમાં એ જ જવાબ છે કે તેઓ આરોપોના બધા દસ્તાવેજોને જોઈને તેની સચ્ચાઈની ખબર કરશે.

વીએચપીના મોટા પદાધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે સંગઠને આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને જો આરોપ સાચા સાબિત થાય તો તેની વિરુદ્ધ આંદોલન કરાશે.

અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની દેખરેખમાં રામમંદિરનિર્માણનું કામ ચાલી રહ્યું છે. નિર્માણની તૈયારીઓની સમીક્ષા માટે રવિવારે જ અયોધ્યામાં ટ્રસ્ટની બેઠક પણ હતી.

ટ્રસ્ટ પર જમીનના ગોટાળાના આરોપો પર પહેલાં તો ચંપત રાયે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, પણ રવિવારે મોડી સાંજે તેમણે એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો