GSEB ધોરણ 10 : ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ક્સ અપાશે, સરકારે શું ફૉર્મ્યુલા જાહેર કરી?

ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો મળી ગયું, પણ હવે માર્ક્સની ગણતરીની દરેક વિદ્યાર્થીને ચિંતા હશે કે તે કેવી રીતે થશે? અહીં સમજો ગુજરાત સરકારે જાહેર કરેલી ફૉર્મ્યુલામાં કે આ ગણતરી કેવી રીતે થશે

જીએસઈબી મુજબ ધોરણ-10ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે ભાગમાં કરાશે. ભાગ-1માં 20 માર્ક્સનું મૂલ્યાંકન થશે જ્યારે ભાગ-2માં 80 માર્ક્સનું

ભાગ-1માં શાળા દ્વારા આંતરિક મૂલ્યાંકન થશે અને ભાગ-2માં માર્ક્સની ફૉર્મ્યુલા જે નીચે પ્રમાણે છે.

કૉલેજ-યુનિવર્સિટીમાં માર્ક્સની ગણતરી કઈ રીતે?

યુનિવર્સિટી અથવા કૉલેજની આંતરિક મૂલ્યાંકન કસોટીમાં વિદ્યાર્થીને મળેલા ગુણ અને અગાઉના સેમેસ્ટર અથવા સત્રની ફાઇનલ પરીક્ષાના ગુણના આધારે વિદ્યાર્થીના ગુણ નક્કી કરવામાં આવશે.

જેમકે કોઈ વિદ્યાર્થીને આંતરિક કસોટીમાં 30માંથી 20 ગુણ મળ્યા હોય તો તેમાંથી 50 ટકા ગુણની ગણતરી કરવામાં આવશે. એટલે કે 33.33 ગુણ ગણવામાં આવશે.

એ જ પ્રમાણે તરત અગાઉના સેમેસ્ટ કે સત્રની અંતિમ પરીક્ષામાં મેળવેલા ગુણના પણ 50 ટકા ગુણ ગણવામાં આવશે.

જેમકે કોઈ વિદ્યાર્થીને કુલ ગુણ 100માંથી 70 ગુણ મળ્યા હોય તો તેના 35 ગુણ ગણવામાં આવશે.

એટલે વિદ્યાર્થીના આંતરિક કસોટીના 33.33 અને અગાઉની અંતિમ કસોટીના 35 ગુણનો સરવાળો કરતા વિદ્યાર્થી 68.33 ગુણ મળે, જેની પૂર્ણાંકમાં ગણતરી 68 ગુણ થશે.

આ ઉપરાંત જે યુનિવર્સિટીઓમાં પ્રાયોગિક પરીક્ષાઓ યોજાઈ ન હોય, તેમણે પણ આ પ્રમાણેની ગણતરી કરવાની રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો