ગુજરાતમાં કોરોના ઘટતાં અપાઈ છૂટ : શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ?

ગ્રાફિક્સ

ગુજરાત સરકારે રાજ્યનાં 36 શહેરોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ વેપારી પ્રવૃત્તિઓ માટેની સમયમર્યાદા આંશિક રાહત આપવાનો નિર્ણય લીધો છે.

માહિતીવિભાગ દ્વારા મળેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારે આગામી ચાર જૂનથી સવારના નવ વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી અમુક વેપારી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.

નોંધનીય છે કે અગાઉ રાજ્યમાં સવારના નવ વાગ્યાથી માંડીને સાંજના ત્રણ વાગ્યા સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ હતી.

તેમજ રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિના નવ વાગ્યાથી છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની જોગવાઈ યથાવત્ રાખી છે.

નવી જાહેરાત પ્રમાણે નવી છૂટછાટો 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે.

નોંધનીય છે કે રાજ્યમાં પાછલા અમુક દિવસોથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી વેગવાન બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

line

શું રાખી શકાશે ચાલુ, શું રહેશે બંધ?

ગુજરાત સરકારે નિયંત્રણોમાં આપી છૂટછાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારે નિયંત્રણોમાં આપી છૂટછાટ

નવી જાહેરાત પ્રમાણે ચાર જૂનથી સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પલેક્સ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ વેપારી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે.

તેમજ આ 36 શહેરોની રેસ્ટોરાં દ્વારા કરાતી હોમ ડિલિવરી માટેની સમયમર્યાદા પણ રાત્રિના દસ વાગ્યા સુધીનો વધારી દેવાઈ છે.

આ સિવાય તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો તેમજ મેળાવડા બાબતે અગાઉની માફક નિયંત્રણો જારી રહેશે.

અંતિમક્રિયા અને દફનવિધિ માટે પણ અગાઉ નક્કી કરાયેલી મર્યાદા મુજબ વ્યક્તિઓ હાજર રહી શકશે.

નોંધનીય છે કે ફરી વાર 11 જૂન બાદ સ્થિતિનું મૂલ્યાંકન કરી રાજ્ય સરકાર દ્વારા નવાં નિયંત્રણો કે તેમાં છૂટછાટની જાહેરાત કરી શકાય છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો