ગુજરાતમાં એક જુલાઈથી યોજાશે ધો. 12 અને ધો. દસ રિપીટરની પરીક્ષા

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત સરકાર દ્વારા આગામી એક જુલાઈથી રાજ્યમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેની પરીક્ષા એક જ તારીખે શરૂ થશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે રાજ્યની શાળાઓમાં ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નજીકનાં પરીક્ષાકેન્દ્રો ફાળવી શકાય તે હેતુથી વધુ પરીક્ષાકેન્દ્રો શરૂ કરવામાં આવશે.
આટલું જ નહીં જે વિદ્યાર્થી કોઈ અનિવાર્ય કે કોરોનાની માંદગીના કારણે પરીક્ષા નહીં આપી શકે તેમના માટે પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી પરીક્ષા યોજાશે તેવી જાહેરાત કરાઈ છે.
કોરોનામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્ય સરકારે એક વર્ગખંડમાં 20થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડવાની મનાઈ ફરમાવી છે.
તેમજ કોરોનાના સંક્રમણને રોકવાના તમામ ઉપાયો અચૂક અનુસરવાની સૂચના આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર રહેલા ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ જ પેટર્ન અને તબક્કા અનુસરીને ધોરણ દસના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે રાજ્યમાં કોરોનાની મહામારીની રોકથામના પગલારૂપે અગાઉ રાજ્ય સરકાર ધોરણ દસમાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી ચૂકી છે. તેમજ તેમને માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી.


ઇમેજ સ્રોત, Getty Images
14000 કરોડના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસ અને મની લૉન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા બિઝનેસમેન મેહુલ ચોક્સી એન્ટિગુઆમાંથી લાપતા થયા છે.
‘એનડીટીવી’ના અહેવાલ મુજબ મેહુલ ચોક્સી સોમવારે સાંજે દક્ષિણ એન્ટિગુઆમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા પણ તેમની કાર રસ્તામાં મળી આવી અને તેઓ લાપતા છે.
એન્ટિગુઆ પોલીસ અનુસાર તેમની શોધખોળ ચાલુ છે. ચોક્સી સીબીઆઈ અને ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટના વૉન્ટેડ આરોપી છે.
મેહુલ ચોક્સી પાસે એન્ટિગુઆની નાગરિકતા છે. અત્રે એ પણ નોંધવું કે આ જ કેસમાં તેમના ભત્રીજા નીરવ મોદી પણ યુકેમાં આ જ રીતે રહી રહ્યા છે અને વૉન્ટેડ છે.
ભારત બંનેના પ્રત્યાર્પણ માટે કોશિશ કર્યું છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકેની કોર્ટે મંજૂરી આપી છે પણ તેને ચોક્સી હાઈકોર્ટમાં પડકારી શકે છે.

વૈશ્વિક ટૅન્ડર બહાર પાડી કોરોના રસી મંગાવવા કેન્દ્રને રાજ્ય સરકારોની વિનંતી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દેશમાં કોરોનાની રસીના સ્ટૉક મામલે ખેંચ વર્તાઈ રહી હોવાનું જોવા મળે છે, તેને પગલે રાજ્યોએ કેન્દ્ર સરકારને રસી મામલે ગ્લૉબલ ટૅન્ડર બહાર પાડવા વિનંતી કરી છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર પંજાબ, દિલ્હી સહિતના રાજ્યોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
કેમ કે રાજ્ય સરકારોને રસીનિર્માતા કંપનીઓએ અલગથી રસી આપવા માટે ઇન્કાર કરી દીધો છે. અને માત્ર કેન્દ્ર સરકારને જ રસી પૂરી પાડવામાં આવશે એવું રસી ઉત્પાદક કંપનીઓનું કહેવું છે.
પંજાબે મોડર્ના પાસે રસી માગી હતી, દિલ્હીએ ફાઇઝર અને મોડર્ના પાસે રસી માગી હતી પરંતુ કંપનીઓએ તેમને જવાબ આપ્યો કે તેઓ માત્ર કેન્દ્ર સરકારને જ રસી પૂરી પાડી શકે છે.
જેથી રાજ્ય સરકારો હવે કેન્દ્રને કહી રહી છે કે બધા માટે તે રસીની આયાત કરાવી આપે.

વિમાનમાં લગ્ન યોજનારા યાત્રીઓ સામે કાર્યવાહી થશે?
તામિલનાડુના મદુરાઈમાં એક યુગલે મીનાક્ષી મંદિર ફરતે વિમાનમાં લગ્ન યોજ્યા હતા. તેમણે મહેમાનો માટે ચાર્ડટ ફ્લાઇટ બુક કરી હતી. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયોમાં ઘણો વાઇરલ થયો હતો.
જોકે હવે નાગરિક ઉડ્ડયન નિયામક ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન) દ્વારા એ ફ્લાઇટના તમામ ચાલકદળને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલ ચે.
‘ધ હિંદુ’ના રિપોર્ટ મુજબ યાત્રીઓએ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન નથી કર્યું હોવાનું ડીજીસીએનું માનવું છે. આથી તપાસ કરી ફરિયાદ દાખલ કરવા પણ વિચારણા થઈ રહી છે.
બીજી તરફ ઍરલાઇન્સનું કહેવું છે કે તેમણે તમામ યાત્રીઓને માર્ગદર્શિકા વિશે માહિતગાર કર્યાં હતા.

‘વૅક્સિન પાસપોર્ટ માટે લાયક બનવા ભારત બાયૉટેકે WHOમાં અરજી

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાકાળમાં વિદેશ યાત્રા માટે એક નવો કૉન્સેપ્ટ આકાર લઈ રહ્યો છે અને એ છે વૅક્સિન પાસપૉર્ટ.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ વિશ્વ આરોગ્ય સંગઠને એક યાદી બનાવી છે જેમાં ઇમરજન્સી વપરાશ માટેની રસીઓને સામેલ કરી છે. આ રસી લેનારી વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકશે અને તેને અન્ય દેશો તેમના દેશમાં દાખલ થવા દેશે.
પરંતુ રસપ્રદ વાત એ છે ભારતની કોવિશિલ્ડ તે યાદીમાં સામેલ છે. પણ ભારત બાયૉટેક સામેલ નથી. એટલે આ રસી લેનારી વ્યક્તિઓને કેટલાક દેશોની વિદેશ યાત્રામાં પરેશાની આવી શકે એવી શક્યતા રહેલી છે.
જેથી કંપનીએ હવે આ દિશામાં કામગીરી હાથ ધરી છે અને સંસ્થાને તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા તરફે કાર્યવાહી થઈ છે.ક કંપનીનું કહેવું છે કે તેમણે 90 ટકા દસ્તાવેજો આપી દીધા છે. અને બાકીના દસ્તાવેજો જૂનમાં આપી દેવાશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













