મરાઠા અનામત : સુપ્રીમ કોર્ટે રદ કરી એ અનામતનો મામલો શું છે?

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે મરાઠા અનામત રદ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે મરાઠા અનામતનો નિર્ણય રદ કર્યો

સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની યોગ્યતા અંગે સુનાવણી કરતાં કહ્યું કે આરક્ષણની 50 ટકાની સીમાને તોડી ન શકાય.

મહારાષ્ટ્ર સરકારે અલગથી કાયદો બનાવીને મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપ્યું હતું.

જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું છે કે આ મામલામાં ચાર નિર્ણય આપવામાં આવ્યા, એક નિર્ણય જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીરનો છે.

બીજો નિર્ણય જસ્ટિસ રાવનો છે, ત્રીજો નિર્ણય જસ્ટિસ ભટ્ટનો છે અને ચોથો નિર્ણય જસ્ટિસ ગુપ્તાનો છે.

મરાઠા આરક્ષણ અંગે ફેંસલો સંભળાવતાં જસ્ટિસ ભૂષણે કહ્યું, "અમે અનુભવ્યું કે ઇંદિરા સહાય જજમેન્ટની સમીક્ષા કરવાનું કોઈ કારણ નથી."

"ઇંદિરા સહાય કેસમાં જે નિર્ણય આપવામાં આવ્યો હતો, એનું પાલન કરવામાં આવે."

line

મરાઠાઓને અનામતનો સમગ્ર મામલો શું છે?

સુપ્રીમે મરાઠા અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમે મરાઠા અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાએ 2018માં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી હતી.

મહારાષ્ટ્રમાં આ પહેલાં અનુસૂચિત જાતિ, જનજાતિ, વિમુક્ત જનજાતિ અને પછાત જાતિઓ માટે થઈને કુલ 52 ટકા અનામતની જોગવાઈ હતી.

હવે મરાઠા અનામતની સાથે વાત કરવામાં આવે તો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની ટકાવારી 68 ટકા થઈ ગઈ છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં જ્યારે આ બિલ રજૂ કર્યું, ત્યારે તેને વિરોધી પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.

મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.

જેમની ભલામણો સાથેનું બિલ મુખ્ય મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું હતું.

line

રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી?

આ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નીચે મુજબની ભલામણો કરવામાં આવી હતી:

  • મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવો.
  • રાજ્ય સરકાર અને યુપીએસસીની નોકરીઓમાં તેમને 16 ટકા અનામત આપવી.
  • ખાનગી, સરકારી, સરકાર દ્વારા ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાઓમાં તેમને અનામત આપવી. લઘુમતી સંસ્થાઓમાં તેમને અનામત નહીં મળે.
  • મરાઠા સમાજને ઓબીસી કૅટેગરી અંતર્ગત અનામત આપવી નહીં.
  • મરાઠા સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં આ આધારે નોકરીઓ મળી શકશે નહીં.
line

મરાઠાઓ સાથે શું થયું હતું?

મરાઠાઓને અનામતનું બિલ મહારાષ્ટ્ર સરકાર લાવી હતી એ વખતે પણ તેના બંધારણીય આધાર અંગે તજજ્ઞોએ સવાલ ખડા કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મરાઠાઓને અનામતનું બિલ મહારાષ્ટ્ર સરકાર લાવી હતી એ વખતે પણ તેના બંધારણીય આધાર અંગે તજજ્ઞોએ સવાલ ખડા કર્યા હતા.

વર્ષ 2014માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને 16 ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ હતી.

જોકે, મરાઠાઓને અનામતની વિરુદ્ધ ફેંસલો આપતા કોર્ટે સરકારનો આ નિર્ણય રદ્દ કરી દીધો હતો.

'મરાઠા ક્રાંતિ ઠોક મોર્ચા'એ ચીમકી આપી હતી કે 'જો મરાઠાઓને અનામત આપવાનમાં નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.'

જે વખતે મરાઠાઓને અનામતનું બિલ મહારાષ્ટ્ર સરકાર લાવી હતી એ વખતે પણ તેના બંધારણીય આધાર અંગે તજજ્ઞોએ સવાલ ખડા કર્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો