દેશમાં કોરોનાની કથળેલી સ્થિતિ : ક્યાંક બેડ, તો ક્યાંય ઓક્સિજન વિના વલખાં મારતાં દર્દીઓ

દિલ્હીના સ્મશાનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ તસવીર દિલ્હીના સ્મશાનની છે જ્યાં લોકો પોતાના સ્વજનોને અગ્નિસંસ્કાર કરી અંતિમ વિદાય આપી રહ્યા છે. રાજધાનીની આ તસવીર કોરોનાથી થયેલાં મોતનો ચિતાર રજૂ કરે છે.

ક્યાંક ઓક્સિજન માટે વલખાં મારતાં દર્દી, ક્યાંક હૉસ્પિટલમાં પથારી માટે રાહ જોતા લોકો, સ્મશાનમાં લાઇનો, પોતાનાં સ્વજનને અંતિમ વિદાય આપતાં હૈયાફાટ રૂદન કરતાં પરિવારજનો. આ તસવીરો દેશમાં કોરોનાથી સર્જાયેલી સ્થિતિની કરૂણતા રજૂ કરે છે.

કોલકતાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળમાં જ્યાં હાલ ચૂંટણી છે, તેના પાટનગર કોલકત્તાની આ તસવીર છે. અહીં એક શંકાસ્પદ કોરોના દર્દીને નર્સિંગ સ્ટાફ હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસના કારણે થતા મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ હૉસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે.

ક્યાંક દવાઓ નથી મળી રહી તો કેટલાંક દર્દીઓ બેડની રાહ જોતાં જોતાં મરી રહ્યાં છે.

કોરોનાની વયથા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દિલ્હીની ગુરુ તેગ બહાદુર હૉસ્પિટલની બહારની આ તસવીર છે. પત્ની કોરોનાથી સંક્રમિત થયેલા પતિની સારવાર કરી રહ્યાં છે. તેઓ રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે તેમને હૉસ્પિટલમાં પથારી મળે.

ભારતમાં અત્યારસુધીમાં 1, 92, 000થી પણ વધારે દર્દીઓનાં મોત થયાં છે. જ્યારે 1 કરોડ 70 લાખ જેટલા કોરોના વાઇરસના કૂલ મામલા સામે આવી ચૂક્યા છે. છેલ્લાં બે અઠવાડિયામાં જ 30 લાખ જેટલા કેસનો આમાં ઉમેરો થયો છે. કોરોના વાઇરસના કેસો હજી પણ સતત વધી રહ્યા છે.

લખનૌની તસવીર

ઇમેજ સ્રોત, Sumit kumar

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌની હાલત દર્શાવતી આ તસવીર છે. કોરોના વાઇરસનો સૌથી વધુ ભોગ બનેલાં દસ રાજ્યોમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. અહીં અનેક જિલ્લામાં કોરોનાની સ્થિતિ બદતર બની રહી છે.

ગુજરાતમાં પત્રકારો સહિત ઘણા લોકો સરકારી આંકડાને સાચા ગણાવતા નથી, ઘણા લોકો માને છે કે જ્યારે સ્મશાનો 24 કલાક ચાલી રહ્યાં છે, સ્માશાનોમાં લોકોને અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લગાવવી પડે છે. ત્યારે મોતના આંકડા ખોટા પણ હોઈ શકે.

અમદાવાદની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હૈયાફાટ રૂદનની આ તસવીર અમદાવાની એક હૉસ્પટલની બહારની છે. પતિના કોરના વાઇરસમાં મૃત્યુ બાદ મહિલા પોતાના પુત્ર સાથે રૂદન કરી રહ્યાં છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે મોતનો આંકડો અને દર સતત વધી રહ્યાં છે. તેની આ તસવીર સૂચક છે.

દેશમાં ઘણા પત્રકારોનું માનવું છે કે જે મોતનો આંકડો સરકારી ચોપડે બતાવાય છે તેના કરતાં 10 ગણાં વધારે મોત થઈ રહ્યાં છે.

કોરોનાની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગાઝિયાબાદમાં એક ગુરુદ્વારામાં શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરની બહાર આ મહિલા ઓક્સિજન સપોર્ટ માટે રાહ જોઈ રહ્યાં છે. શ્વાસની તકલીફ થતાં તેઓ અહીં આવ્યાં હતાં.
દિલ્હીના સ્મશાનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પરિવારજનના મૃતદેહની પાસે પીપીઈ કિટ પહેરીને ઊભેલી વ્યક્તિની આ તસવીર દિલ્હીના એક સ્મશાનની છે.

ગુજરાતની હૉસ્પિટલોમાં દર્દીઓને મહામુશ્કેલીએ ક્યાંક બેડ મળી રહી છે, કોરોના વાઇરસની ઝપેટમાં આવેલા લોકો એકથી બીજી અને બીજીથી ત્રીજી હૉસ્પિટલો ભટકી રહ્યાં છે.

મુંબઈની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મુંબઈના જુમ્બો કોવિડ સેન્ટરની આ તસવીર હાલની સ્થિતિની ગંભીરતા સમજાવે છે, અહીં એક શંકાસ્પદ કોરોના દર્દીને ઍમ્બુલન્સ ન મળતાં રિક્ષામાં લાવવામાં આવ્યાં હતાં.

રાજ્યભરમાં લોકોને બચાવવા માટે ઠેરઠેર કોરોના સેન્ટર ઊભાં કરવામાં આવી રહ્યાં છે.

નવી દિલ્હીના એક કબ્રસ્તાનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સ્મશાનોની જેમ કબ્રસ્તાનોમાં પણ હવે જગ્યા ખૂટવા લાગી છે. આ દિલ્હીના એક કબ્રસ્તાનની તસવીર છે. મોતનો આંકડો વધતાં કબ્રસ્તાનમાં પણ દફનાવવા ભારણ વધી રહ્યું છે.

ડૉક્ટરો, હૉસ્પિટલના સ્ટાફથી લઈને સ્મશાન સુધી લોકો સતત કોરોનાના દર્દીઓને બચાવવા માટે કાર્યરત છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ મહામારીએ અનેક લોકોની હિંમત તોડી નાખી છે.

મુંબઈની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પોતાના સ્વજનને અંતિમ વિદાય આપતાં પહેલાં થાકેલી એક વ્યક્તિ બેન્ચ પર જરા થાક ઉતારી રહી છે. લાંબી લાઇનો અને કલાકો સુધીની રાહ લોકોને થકવી રહી છે. આ તસવીર મુંબઈની છે.
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો