દિલ્હી : ઓક્સિજન માટે દરદર ભટકતાં સ્વજનો અને દમ તોડતાં દર્દીઓની કરૂણ દાસ્તાન

    • લેેખક, સૌતિક બિસવાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઓક્સિજન, ઓક્સિજન, શું તમે મને ઓક્સિજન અપાવી શકો છો?"

આજ સવારે જ્યારે ફોનની રિંગ સાથે મારી આંખ ખૂલી તો બીજી તરફ ગભરાયેલા અવાજમાં એક સ્કૂલ ટીચરે મને આ કહ્યું.

તેમના 46 વર્ષના પતિ દિલ્હીની એક હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા હતા અને હૉસ્પિટલમાં ઓક્સિજનની અછત હતી.

મેં મારી જાતને કહ્યું કે આપણે ફરી એ જ વળાંક પર આવીને ઊભા રહી ગયા.

મદદ માટે ફોનનો સહારો

આ શહેરમાં જિંદગી દરરોજ કેવાં રંગરૂપ બદલી રહી છે, જ્યાં શ્વાસ લેવો પણ ઘણા લોકો માટે કિસ્તમની વાત બની ગઈ છે.

મેં ફોન પર કેટલાક લોકો પાસે મદદ માગી.

બીમાર પતિ પાસે લાગેલા મૉનિટરમાંથી બીપ-બીપના આવી રહેલા અવાજની વચ્ચે એ મહિલાએ જણાવ્યું કે ઓક્સિજન લેવલ ખતરનાક રીતે ઘટીને 58ના સ્તર પર આવી ગયું છે. એક પળ બાદ તે વધીને 62 થઈ ગયું.

જો કોઈનું ઓક્સિજન લેવલ 92 કે તેથી ઓછું હોય તો તેમને ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે તેઓ ખુશ છે કે ચાર પૉઇન્ટ વધી ગયું, તેમના પતિ હવે વાતો કરી રહ્યા છે.

મેં આઇસીયુમાં કામ કરનારા મારા એક મિત્રને મૅસેજ કર્યો.

તેમનો જવાબ આવ્યો, "જ્યારે ઓક્સિજન લેવલ 40 સુધી પહોંચી જાય છે, ત્યારે પણ દર્દી વાત કરતું રહે છે."

એક સિલિન્ડરથી ત્રણ લોકોને ઓક્સિજન

મેં અખબાર ઉઠાવ્યું તો તેમાં એક જાણીતી ખાનગી હૉસ્પિટલમાં 25 ગંભીર દર્દીઓનાં મોતના સમાચાર હતા.

હૉસ્પિટલનું કહેવું હતું કે આઈસીયુમાં ઓક્સિજનનું દબાણ ઓછું થઈ થયું ગયું હતું અને ઘણા દર્દીઓને મેન્યુઅલી ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો.

અખબારના પ્રથમ પાના પર એક સિલિન્ડરમાંથી બે પુરુષો અને એક મહિલાને ઓક્સિજન આપતા હોય તેવી તસવીર છપાયેલી હતી.

ત્રણ અજાણ્યા લોકો જનતાની ઢીલાશ અને સરકારની લાપરવાહીથી પેદા થયેલી ત્રાસદીને કારણે એક સાથે આવીને બેઠાં હતાં અને જિંદગી માટે ઓક્સિજન વહેંચી રહ્યાં હતાં.

એક રિપોર્ટમાં 40 વર્ષની એક વ્યક્તિની કહાણી હતી જેણે હૉસ્પિટલ બહાર બેડ મળવાની રાહ જોતાં જોતાં જ દમ તોડી દીધો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એ વ્યક્તિને સ્ટ્રેચર જરૂર મળ્યું હતું.

દુખી ભારતીય આ ચીજ માટે આભારી જરૂર છે. જો તમે મારા પ્રિયજનને બચાવવા માટે બેડ, દવાઓ અથવા ઓક્સિજનની વ્યવસ્થા ના કરી શકો તો કંઈ નહીં પરંતુ કમ સે કમ તેમના મૃત શરીર માટે એક સ્ટ્રેચર તો આપી દો.

બેડ નહીં, દવા નહીં, ઓક્સિજન નહીં

જેમજેમ દિવસો પસાર થઈ રહ્યા છે મને અહેસાસ થઈ ગયો કે કંઈ પણ બદલ્યું નથી.

દર્દીઓ મરી રહ્યાં છે કેમ કે ઓક્સિજન નથી. દવાઓ નથી મળી રહી અને કાળાબજારી ચાલુ થઈ ગઈ છે.

જમાખોરી ચાલુ છે અને લોકો ગભરાટમાં ખરીદદારી કરી રહ્યાં છે કે જાણે આપણે યુદ્ધમાં હોઈએ.

ઘણી રીતે તો આપણે છીએ પણ.

શિક્ષિકાએ ફરી ફોન કર્યો. હૉસ્પિટલ પાસે સ્પેયર ઓક્સિજન મીટર ન હતું અને તેમને એ લઈ આવવાનું હતું.

અમે ફોન દ્વારા કામ કરવાનું શરૂ કર્યું, ટ્વિટર પર અપીલ કરી કે કોઈ એ ડિવાઇસને લઈને આવી શકે. એ મીટર દ્વારા દર્દીને આપવામાં આવતો ઓક્સિજન નિયંત્રીત કરવામાં આવે છે.

સરકાર જે પણ કહે તેમ છતાં સ્થિતિ સતત બદતર થઈ રહી છે. ઓક્સિજન ટેન્કર્સ દર્દીઓને બચાવવા માટે સમય પર પહોંચી રહ્યાં નથી. બેડ નથી અને કેટલીક જ દવાઓ ઉપલબ્ધ છે.

વીઆઈપી અને સામાન્ય બધા બરાબર

ત્યાં સુધી કે વિશેષાધિકાર પામેલા લોકો પાસે કોઈ વિશેષ અધિકાર રહ્યો નથી.

એક મેગેઝિનના સંપાદકે મને ફોન કર્યો કે તેઓ એક બીમાર દર્દી માટે ઓક્સિજન સિલિન્ડર શોધી રહ્યા હતા.

ઍપાર્ટમેન્ટની જે બિલ્ડિંગમાં હું રહું છું ત્યાંના રહેવાસીઓ કેટલાંક ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા. જેથી શ્વાસની તકલીફ થાય તો એ સમયે તેનો ઉપયોગ કરી શકાય. 57 નિવાસી સંક્રમિત થઈ ચૂક્યાં છે અને તેઓ પોતાના ઘરોમાં આઇસોલેટેડ છે.

દર્દીઓએ ખુદને અલગ કરી લીધા છે, ઘણા લોકો માટે તો આ મોતનો એક ધીમો રસ્તો છે.

કોવિડ-19 એક એવી બીમારી છે જે અનેક જગ્યાને નિશાન બનાવીને હુમલો કરે છે.

ન્યૂરોસર્જન પૉલ કલાનિથીએ પોતાના સંસ્મરણ 'વ્હેન બ્રીથ વિકમ્સ ઍર'માં લખ્યું છે, "ત્યાં સુધી કે જો હું મરી રહ્યો છું ત્યાં સુધી કે હું મરી નથી જતો, ત્યારે પણ હું જીવિત છું."

ભારતમાં આજે આ જાનલેવા વાઇરસના પીડિતોની આવી જ હાલત છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો