કોરોનાનો કેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દર કલાકે 430 નવા કેસ અને ચારનાં મૃત્યુ - BBC TOP NEWS

ગુજરાતમાં રવિવારે 110 લોકોનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં રવિવારે 110 લોકોનાં મૃત્યુ થયાં છે

ગુજરાતમાં રવિવારે 10,340 કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆત થઈ ત્યારથી પહેલી વખત ગુજરાતમાં રોજ નોંધાતા દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 110 દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 3981 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કૉર્પોરેશનના વિસ્તારમાં 3641 કેસ નોંધાયા છે.

સુરત કૉર્પોરેશનમાં 1929 અને સુરત જિલ્લામાં 496 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 683 અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.

વડોદરામાં કુલ 509 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે દર્દીઓનાં મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 28, સુરતમાં 28, રાજકોટમાં 11 અને વડોદરામાં 9 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં હાલ 61,647 ઍક્ટિવ કેસ છે; જ્યારે 5,377 દરદીઓનાં મૃત્યુ થયાં છે. હાલ સુધીમાં 3,37,545 દર્દી સાજા થયા છે.

line

કોરોના મહામારીને લીધે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની બધી રેલીઓ રદ કરી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, 'કોવિડની સ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી રેલીઓ રદ કરી રહ્યો છું.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, 'કોવિડની સ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી રેલીઓ રદ કરી રહ્યો છું.'

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં થનારી તેમની બધી રેલીઓ રદ કરી દીધી છે.

તેમણે કહ્યું કે આ નિર્ણય કોરોનાના કેસ વધતા લેવામાં આવ્યો છે અને અન્ય નેતાઓને પણ આ અંગે વિચારવા માટે અપીલ કરી.

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, "કોવિડને કારણે પેદા થયેલી સ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી રેલીઓ રદ કરી રહ્યો છું. હું અન્ય પાર્ટીના નેતાઓને પણ અપીલ કરું છું કે આ સ્થિતિમાં આવી રેલીઓનાં પરિણામ અંગે ગંભીરતાથી વિચારે."

જોકે રાહુલ ગાંધી પોતે આમ પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચારથી રહ્યા છે. તેમણે પાંચમા તબક્કા માટે 14 એપ્રિલે પહેલી વાર પ્રદેશમાં કોઈ રેલી કરી હતી.

પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ્યમાં કોરોનાના કેસ વધવા છતાં અનેક મોટા નેતાઓ રોજ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.

શનિવારે પ્રદેશમાં પાંચમા તબક્કાના મતદાન માટે ભાજપ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેલી કરી હતી અને ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો.

વડા પ્રધાન આગામી 22 અને 24 એપ્રિલે પણ રાજ્યની મુલાકાત લેવાના છે. 22 એપ્રિલે છઠ્ઠા તબક્કાના મતદાન માટે તેઓ માલદા અને મુર્શિદાબાદમાં સભા કરશે. તો 24 એપ્રિલે તેઓ બોલપુર અને દક્ષિણ કોલકાતામાં રેલીઓ કરશે.

જોકે પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિને જોતા ચૂંટણીપંચે ગત શુક્રવારે ચૂંટણીપ્રચારમાં કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે

પંચે આદેશ આપ્યો છે કે હવે ચૂંટણીપ્રચાર રાતે 10 વાગ્યે નહીં પણ સાંજે સાત વાગ્યા સુધીમાં સમાપ્ત કરી દેવો પડશે.

line

રેમડેસિવિર દવાની કિંમતમાં ઘટાડો, કોરોના દર્દીઓને હવે કેટલામાં મળશે?

દવા

ઇમેજ સ્રોત, EPA

રાષ્ટ્રીય ઔષધિ નિર્માણ પ્રાધિકરણ (એનપીપીએ)એ કહ્યું કે સરકારના હસ્તક્ષેપ બાદ સાત દવા કંપનીઓએ રેમડેસિવિરના ભાવ ઓછા કરી નાખ્યા છે.

કોરોના સંક્રમણ વધતા દેશમાં ઍન્ટિ-વાઇરસ દવા રેમડેસિવિરની અછત સર્જાઈ રહી છે. ઘણી જગ્યાએ આ દવાની કાળાબજારી પણ થતી હોવાના સમાચાર મળ્યા છે.

મિન્ટ અખબારના અહેવાલ અનુસાર, કેડિલા હેલ્થકૅર, ડૉક્ટર રૅડ્ડીઝ લૅબોરેટરીઝ અને સિપ્લા જેવી કંપનીઓએ 100 મિલીગ્રામ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ ઓછા કરી નાખ્યા છે.

તો કેટલીક કંપનીઓએ તેની કિંમત અંદાજે અડધી કરી નાખી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શનિવારે કૅમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયે એક નૉટિફિકેશન જાહેર કરીને કહ્યું કે સરકારના હસ્તક્ષેપ બાદ રેમડેસિવિરના મોટા નિર્માતા અને વિક્રેતાઓએ સ્વયં દવાની વેચાણકિંમત ઓછી કરવાનો નિર્ણય લીધો છે.

અખબાર અનુસાર આ અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, "કોવિડ-19 મહામારી સામે લડવા માટે સરકાર સાથે હાથ મિલાવવા અને દવાઓની કિંમત ઓછી કરવા માટે હું દવા કંપનીઓનો આભાર માનું છું."

અગાઉ કેન્દ્ર સરકારે દવા કંપનીઓ સાથે રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને તેની આપૂર્તિ વધારવા માટે જરૂરી પગલાંને લઈને ચર્ચા કરી હતી.

line

રેમડેસિવિરની નવી કિંમત

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સાત જુદી-જુદી કંપનીઓની રેમડેસિવિર દવાના ભાવ ઘટાડી દેવામાં આવ્યાં છે અને હવે રેમડેસિવિર 899 રૂપિયાથી માંડીને 3,490 રૂપિયામાં ઉપલબ્ધ છે.

કૅડિલાની રેમડેક 899 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે સિન્જિનની રેમવિન 2,450 રૂપિયામાં મળશે.

ડૉ. રેડ્ડીઝ લૅબ દ્વારા બનાવાતી રેડિક્સ 2,700 રૂપિયામાં મળશે.

સિપ્લા દ્વારા ઉત્પાદિત સિપ્રેમી ત્રણ હજાર રૂપિયામાં મળશે, જ્યારે મિલાન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ડેસરેમ 3,400માં મળી શકશે.

જુબિલન્ટ જેનરિક લિમિટેડની જુબિ-આરની કિંમત 3,400 રહેશે.

હિટેરો હેલ્થકૅર લિમિટેડ દ્વારા બનાવાતી કોવિફોરની કિંમત ઘટાડીને 3,490 રૂપિયા કરાઈ છે.

line

કોરોનાની દવાઓ, ઓક્સિજન અંગે વડા પ્રધાન શું બોલ્યા?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA/PRANABJYOTI DEKA

ઇમેજ કૅપ્શન, ફાઇલ ફોટો

કોરોના મહામારી સામેની તૈયારીઓને લઈને એક સમીક્ષા બેઠક મળી હતી, જેમાં વડા પ્રધાને દવાઓ, ઓક્સિજન, વૅન્ટિલેટર અને રસીની આપૂર્તિને લઈને ચર્ચા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હૉસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે બેડ સુનિશ્ચિત કરવા માટે જરૂરી બધાં પગલાં ભરવાં જોઈએ."

"તેમજ સંક્રમણ વધતાં અસ્થાયી હૉસ્પિટલો અને આઇસોલેશન સેન્ટરમાં પણ વધુ સંખ્યામાં બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવી જોઈએ."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

વડા પ્રધાને આશા વ્યક્ત કરી કે જે રીતે ગત વર્ષે ભારતે કોરોનાને હરાવ્યો હતો, એ જ રીતે ઉત્તમ સમન્વયથી કામ કરતાં ભારત ફરી એક વાર એવું કરી બતાવશે.

જોકે તેમણે એમ પણ કહ્યું કે "મહામારી પર લગામ માટે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ સૌથી મહત્ત્વનું છે, જેનો કોઈ વિકલ્પ નથી. ટેસ્ટિંગ ઝડપથી થવાથી કોરોનાના મૃત્યુદર પર લગામ લગાવી શકાય છે."

દવાઓની વધતી માગને જોતાં વડા પ્રધાને કહ્યું કે લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે દેશની દવા કંપનીઓએ પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર છે.

સાથે જ વડા પ્રધાને રસીના ઉત્પાદનને વધારવા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેના માટે ખાનગી અને સરકારી સેક્ટર પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરે.

line

રેલવે પરિસરમાં માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ

રેલવે

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty

રેલવેએ શનિવારે જાહેર કરેલા આદેશમાં કહ્યું કે રેલવે પરિસરો અને ટ્રેનમાં માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયા સુધીનો દંડ થશે.

આ આદેશ અનુસાર, હવે માસ્ક ન પહેરવો એ રેલવે કાયદા પ્રમાણે ગુનો ગણાશે. અત્યાર સુધી રેલવે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપતું હતું.

આ આદેશ તત્કાળ પ્રભાવથી આગામી છ મહિના માટે લાગુ થશે. બાદમાં આ અંગે વધુ દિશાનિર્દેશ અપાશે.

કોરોના વાઇરસને ફેલાતા રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર, કેન્દ્રીય રેલ મંત્રાલયે પણ ઘણાં પગલાં લીધાં છે.

રેલવે અનુસાર, માસ્કનો જરૂરી ઉપયોગ અને દંડની જોગવાઈ હવે ભારતીય રેલવે (રેલવે પરિસરોમાં સફાઈ પ્રભાવિત કરનારી ગતિવિધિઓ માટે દંડ) નિયમ, 2012 હેઠળ લિસ્ટેડ કરી દેવાઈ છે.

તેમાં રેલવે પરિસરોમાં થૂંકવા પર દંડની પણ જોગવાઈ સામેલ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો