છત્તીસગઢ : એ 22 જવાન જે બીજાપુરમાં નક્સલવાદી હુમલામાં માર્યા ગયા

નક્સલવાદી

ઇમેજ સ્રોત, Ani

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, છત્તીસગઢથી બીબીસી માટે

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે માઓવાદીઓ સાથે થયેલા ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જવાનોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે.

નક્સલવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં ડી. જી. અશોક જુનેજાએ બીબીસીને આની પુષ્ટિ કરી છે. દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે એક ઉચ્ચસ્તરિયા બેઠક યોજી આ ઘટના વિશે કેટલાંક પગલાં વિશે વાતચીત કરી હતી.

બેઠકની તસવીર

તેમણે આ પૂર્વે પત્રકારોને ગુવાહાટીમાં કહ્યું હતું કે જવાનોના પરિવારોને તેઓ સાંત્વના પાઠવી રહ્યા છે અને તેમનુ બલિદાન વ્યર્થ નહીં જાય.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વળી ડી. જી. અશોક જુનેજાએ કહ્યું, "ઘટનાસ્થળે પહોંચેલી સુરક્ષાદળોની ટીમે આજે 20 જવાનોના મૃતદેહો મેળવ્યા. આ ઉપરાંત સમાચાર મળ્યા છે કે માઓવાદીઓ પોતાના ઘાયલ સાથીઓને ત્રણ ટ્રૅક્ટરોમાં ભરીને લઈ ગયા છે."

જવાનોની અંતિમયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ ઘટનાસ્થળે પહોંચી અલગઅલગ સ્રોતો સાથે આ સંબંધમાં વાત કરી અને જાણવા મળ્યું કે કે એક કિલોમિટરના વિસ્તારમાં કેટલીય જગ્યાએ જવાનોના મૃતદેહો પડ્યા હતા. જેનો કબજો ઘટનાસ્થળે પહોંચેલી એટીએફની ટીમે મેળવ્યો છે.

ગત કેટલાંક વર્ષોમાં છતીસગઢમાં થયેલો માઓવાદીઓનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે.

line

છત્તીસગઢમાં નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોનાં નામ છે. 1. દીપક ભારદ્વાજ (સબ ઇન્સ્પેક્ટર), 2. રમેશકુમાર જુરી (હેડ કૉન્સ્ટેબલ), 3. નારાયણ સોઢી (હેડ કૉન્સ્ટેબલ), 4. રમેશ કોરસા (કૉન્સ્ટેબલ), 5, સુભાષ નાયક (કૉન્સ્ટેબલ), 6. કિશોર ઍન્ડ્રિક (આસિસ્ટન્ટ કૉન્સ્ટેબલ), 7. સનકૂરામ સોઢી (આસિસ્ટન્ટ કૉન્સ્ટેબલ), 8. ભોસારામ કરટામી (આસિસ્ટન્ટ કૉન્સ્ટેબલ), 9. શ્રવણ કશ્યમ (હેડ કૉન્સ્ટેબલ ), 10. રામદાસ કોર્રામ (કૉન્સ્ટેબલ), 11. જગતરામ કંવર (કૉન્સ્ટેબલ), 12. સુખસિંહ ફરસ (કૉન્સ્ટેબલ), 13. રમાશંકર પેકરા (કૉન્સ્ટેબલ), 14. શંકરનાથ (કૉન્સ્ટેબલ), 15. દિલીપકુમાર દાસ (ઇન્સ્પેક્ટર), 16. રાજકુમાર યાદવ (હેડ કૉન્સ્ટેબલ), 17. શંભુરાય (કૉન્સ્ટેબલ), 18 ધર્મદેવકુમાર (કૉન્સ્ટેબલ), 19. શખામુરી મુરાલીકૃષ્ણ (કૉન્સ્ટેબલ), 20, રથુ જગદીશ (કૉન્સ્ટેબલ), 21 બબુલ રંભા (કૉન્સ્ટેબલ), 22 સમૈયા માળવી (કૉન્સ્ટેબલ).

line

નક્સલ ઑપરેશન પર નીકળ્યા હતા જવાનો

અધિકારીઓએ જણાવ્યું છે કે માઓવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે લગભગ ચાર કલાક સુધી અથડામણ ચાલી. આ ઘટનામાં માઓવાદીઓને પણ ભારે નુકસાન ગયું છે. જે સાત જવાનોને રાયપુર શિફ્ટ કરવામાં આવ્યા છે, તેઓ હવે સુરક્ષિત છે. એક જવાન હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

માર્યા ગયેલા જવાનોનાં નામ

ઇમેજ સ્રોત, CG KHABAR

ઇમેજ કૅપ્શન, માર્યા ગયેલા જવાનોની યાદી
માર્યા ગયેલા જવાનોનાં નામ

ઇમેજ સ્રોત, CG Khabar

ઇમેજ કૅપ્શન, માર્યા ગયેલા જવાનોની યાદી

છત્તીસગઢમાં ભૂતકાળમાં થયેલા માઓવાદી હુમલાઓ પર એક નજર

ANI

ઇમેજ સ્રોત, ANI

શ્યામગિરી : 9 એપ્રિલ, 2019

દંતેવાડાની લોકસભા ચૂંટણીમાં મતદાન પહેલાં નક્સલીઓએ ચૂંટણીપ્રચાર માટે જઈ રહેલા ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની કાર પર હુમલો કર્યો હતો. માઓવાદીઓના આ હુમલામાં ભીમા મંડાવી સિવાય તેમના ચાર સુરક્ષાકર્મીનાં પણ મૃત્યુ થયાં હતાં.

દુર્ગપાલ : 24 એપ્રિલ, 2017

સુકમા જિલ્લાના દુર્ગપાલ પાસે નક્સલીઓ દ્વારા કરાયેલા હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફૉર્સના 25 જવાનોનાં મૃત્યુ થયાં હતાં. હુમલા સમયે આ જવાનો સડકનિર્માણમાં સુરક્ષા દરમિયાન ભોજન લઈ રહ્યા હતા.

દરભા : 25 મે, 2013

બસ્તરની દરભા ઘાટીમાં થયેલા આ માઓવાદી હુમલામાં આદિવાસી નેતા મહેન્દ્ર કર્મા, કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશાધ્યક્ષ નંદ કુમાર પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લ સહિત 30 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ધોડાઈ : 29 જૂન, 2010

નારાયણપુર જિલ્લાના ધોડાઈમાં CRPFના જવાનો પર માઓવાદીએ હુમલો કર્યો. આ હુમલામાં પોલીસના 27 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

દંતેવાડા : 17 મે. 2010

એક બસમાં સવાર થઈને દંતેવાડાથી સુકમા જઈ રહેલા સુરક્ષાદળના જવાનો પર માઓવાદીઓએ બારૂદી સુરંગ લગાવીને હુમલો કર્યો હતો, જેમાં 12 વિશેષ પોલીસ અધિકારીઓ સહિત 36 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તાડમેટલા : 6 એપ્રિલ, 2010

બસ્તરના તાડમેટલામાં CRPFના જવાન સર્ચિંગ માટે નીકળ્યા હતા, જ્યાં સંદિગ્ધ માઓવાદીઓએ બારૂદી સુરંગ ગોઠવીને 76 જવાનોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.

મદનવાડા : 12 જુલાઈ, 2009

રાજનાંદગાંવના માનપુર વિસ્તારમાં માઓવાદીઓના હુમલાની સૂચના મેળવીને પહોંચેલા પોલીસ અધિક્ષક વિનોદ કુમાર ચૌબે સહિત 29 પોલીસકર્મીઓ પર માઓવાદીઓએ હુમલો કર્યો અને તેમની હત્યા કરી દીધી હતી.

ઉરપલમેટા : 9 જુલાઈ, 2007

એર્રાબોરના ઉરપલમેટામાં CRPF અને જિલ્લા પોલીસદળ માઓવાદીઓની શોધ કરીને પાછું ફરી રહ્યું હતું. આ દળ પર માઓવાદીઓએ હુમલો કર્યો, જેમાં 23માં પોલીસકર્મીઓનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

રાનીબોદલી : 15 માર્ચ, 2007

બીજાપુરના રાનીબોદલીમાં પોલીસના એક કૅમ્પ પર અડધી રાત્રે માઓવાદીએ હુમલો કર્યો અને ભારે ગોળીબાર કર્યો. જે બાદ કૅમ્પને બહારથી આગ ચાંપી દેવામાં આવી. આ હુમલામાં 55 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

line

મુખ્ય મંત્રીથી લઈને વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

છત્તીગઢમાં નક્સલવાદી હુમલો

ઇમેજ સ્રોત, CG KHABAR

ઇમેજ કૅપ્શન, હુમલામાં માર્યા ગયેલા એએસઆઈ દીપક ભારદ્વાજ

ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે માઓવાદીઓ સાથેના ઘર્ષણમાં જવોનાનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વિટર પર લખ્યું, "છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે લડતા શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે મારી સંવેદના છે. વીર શહીદોના બલિદાનને ભૂલવામાં નહીં આવે. ઘાયલના જલદીથી સ્વસ્થ થવાની કામના કરું છું."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે "અમારા જવાનોની શહાદત બેકાર નહીં જાય."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

પત્રકારપરિષદમાં તેમણે કહ્યું કે માઓવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે લગભગ ચાર કલાક સુધી અથડામણ ચાલી. આ ઘટનામાં માઓવાદીઓને પણ ભારે નુકસાન ગયું છે. જે સાત જવાનોને રાયપુર શિફ્ટ કરવામાં આવ્યા, તેઓ હવે સુરક્ષિત છે. એક જવાન હજુ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

line

માઓવાદીઓએ હુમલો ક્યારે કર્યો?

હૉસ્પિટલમાં દાખલ જવાનને જોવા માટે પહોંચેલા ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુ

ઇમેજ સ્રોત, CG Khabar

પ્રાપ્ત જાણકારી અનુસાર શુક્રવારે સુકમા અને બીજાપુરના અલગઅલગ વિસ્તારોમાં સીઆરપીએફ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ અને કોબરા બટાલિયનના 2059 જવાનો નક્સવાદીઓ વિરુદ્ધના અભિયાન માટે નીકળ્યા હતા.

આમાં નરસાપુર કૅમ્પના 420 જવાનો, મિનપા કૅમ્પના 483 જવાન, ઉસુર કૅમ્પના 200 જવાન, પામેડ કૅમ્પના 195 જવાન અને તર્રેમ કૅમ્પના 760 જવાન સામેલ હતા.

શનિવારે અભિયાન બાદ પરત ફરતી વખતે તર્રેમ પોલીસચોકીના સિગલેરને અડીને આવેલા જોન્નાગુંડાના જંગલમાં માઓવાદીઓ સુરક્ષાદળો પર હુમલો કરી દીધો હતો.

આ અથડામણમાં ઘાયલ થયેલા 37 જવાનોને બીજાપુર અને રાયપુરની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે આજે સાંજે મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ આસામથી છત્તીસગઢ માટે રવાના થશે.

આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ શનિવારની રાતે રાયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ જવાનોની મુલાકાત કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો