Ind Vs Eng ચોથી ટેસ્ટઃ ભારતે મૅચ અને શ્રૃંખલા બંને જીતી લીધી, ટેસ્ટમાં ફરી નંબર વન બન્યું

ઇમેજ સ્રોત, ANI
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મૅચ ભારતે એક ઇંનિંગ્સ અને 25 રનથી જીતી લીધી છે. આ જીત સાથે ભારતે ટેસ્ટ મૅચ શ્રેણી 3-1 થી પોતાના નામે કરી લીધી છે.
બીજી ઇંનિંગ્સમાં પણ ચોથી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ભારતીય સ્પિનરોએ તરખાટ મચાવતાં ઇંગ્લૅન્ડની ટીમ 135 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે ફરીથી પાંચ વિકેટ ઝડપી પાડી હતી. આર. અશ્વિને પણ પાંચ વિકેટો લીધી છે.
ઇંગ્લૅન્ડની ટીમ તરફથી ડેન લોરેન્સે સૌથી વધુ 50 રન કર્યા હતા. કૅપ્ટન જો રુટે 30 રન કર્યા હતા.
ઇંગ્લૅન્ડની ટીમના 3 ખેલાડીઓ માત્ર 2 રન કરી શક્યા હતા, જ્યારે એક ખેલાડી 1 રન પર તો બીજો શૂન્ય પર આઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડની ટીમ એક મોટો સ્કૉર ઊભો કરવામાં અસફળ રહી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પ્રથમ ઇંનિંગ્સમાં ભારતે 365 રન બનાવ્યા હતા, જેમાં ઋષભ પંત 101 અને વોશિંગટન સુંદરે 96 રન કર્યા હતા. વૉંશિગ્ટન ફરી વાર સદી ચૂક્યા હતા.
સમગ્ર ઇનિંગને પગલે ભારતે ઇંગ્લૅન્ડની ટીમ પર 160 રનની લીડ મેળવી હતી.
આ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ ઇંનિગ્સમાં 205 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. પ્રથમ ઇંનિગ્સમાં બૅટસ્મૅન બૅન સ્ટોકસે સૌથી વધુ 55 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જો રુટ માત્ર પાંચ રન બનાવ્યા હતા.
પ્રથમ ઇંનિગ્સમાં અક્ષર પટેલે શાનદાર બૉલિંગ કરીને ચાર વિકેટ ઝડપી પાડી હતી. અક્ષર પટેલને ભારતના બીજા બૉલરો મહોમ્મદ સિરાજ અને આર. અશ્વિન તરફથી સારો સહકાર મળ્યો હતો. અશ્વિને બે વિકેટ લીધી હતી અને સિરાજે 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ ઇંનિગ્સમાં ઇંગ્લૅન્ડની ટીમના પાંચ બૅટસ્મૅન એલબીડબલ્યુ આઉટ થયા હતી. માત્ર ચાર ખેલાડીઓ 10થી વધુ રન કરી શક્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ જીત સાથે ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચી ગયું છે જ્યાં તે ન્યૂઝીલૅન્ડ સામે રમશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ 18 જૂને બ્રિટનમાં રમાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












