#NZvAFG : અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલૅન્ડની એ પાંચ ઓવર જેણે ભારતને વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે રમાયેલી ગ્રૂપ-2ની લીગ મૅચ ખરેખર તો ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી પરંતુ તેની ઉપર 130 કરોડ ભારતવાસીઓની નજર હતી.

તેઓ ઇચ્છતા હતા કે આ મૅચમાં અફઘાનિસ્તાન જીતે તો ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશવાની તક જીવંત રહે.

ટીમ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટમાં ભારત (ભારત-પાકિસ્તાન)ના મુકાબલાની વાત આવે ત્યારે વિશેષજ્ઞો પણ લાગણીના આવેશમાં આવી જતા હોય છે અને તેઓ ગમે તેવા તર્ક લગાવવા હોય છે કે કોઈનો તર્ક માનવા તૈયાર હોતા નથી. રવિવારે પણ બરાબર આમ જ બન્યું હતું.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન કયા દરજ્જા પર રમે છે તે જાણતા હોવા છતાં ભારતતરફી રમતપ્રેમીઓ ઇચ્છતા હતા કે આ મૅચમાં અફઘાનિસ્તાનની ટીમ જીતે અને તે પણ વિશાળ માર્જિનથી.

કેમ કે તેનાથી સોમવારે સાંજે રમાનારી નામિબિયા સામેની મૅચમાં ભારતને સરળતા રહે પણ જે બનવાનું હતું તે જ બન્યું. ન્યૂઝીલૅન્ડે આસાનીથી મૅચ જીતી લીધી.

line

ભારતીયોએ કયું પાસું નકાર્યું?

ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

આખરે ન્યૂઝીલૅન્ડની ટીમ પણ જીતવા કે આગળ ધપવા જ આવી હતી, તે પાસાને નકારવામાં આવ્યું હતું.

જેમ ભારત પાસે ટાર્ગેટ હતા, જેમ ભારતને સેમિફાઇનલમાં પ્રવેશવું જરૂરી હતું તેમ જ કિવિ ટીમને પણ આગેકૂચ કરવી હતી.

ભારતવાસીઓના અરમાન હતા કે આ મૅચમાં તેમની તરફેણમાં પરિણામ આવે પણ ન્યૂઝીલૅન્ડે ખાસ રાહ જોવડાવી નહીં અને મૅચની પહેલી પાંચ જ ઓવરમાં ઝડપી કિવિ બૉલરોએ પરિણામ નક્કી કરી નાખ્યું.

અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમના મનમાં એવી યોજના હશે કે તેઓ કિવિ બૅટ્સમૅનને ટાર્ગેટ સુધી પહોંચવા નહીં દે પણ ટ્રૅન્ટ બૉલ્ટ, ટિમ સાઉથી અને ઍડમ મિલ્નેએ તેમની યોજનાઓ પર પાણી ફેરવી નાખ્યું.

ત્રીજી જ ઓવરમાં બૉલ્ટે હરીફ ઓપનર હઝરતુલ્લાહ ઝાઝાઈને આઉટ કરી દીધા.

એ પછીની ઓવરમાં ઍડમ મિલ્નેનો વારો હતો જેમણે કદાવર મોહમ્મદ શહેજાદને પેવેલિયન ભેગા કરી દીધા.

બાકીની ભૂમિકા ટિમ સાઉથીએ અદા કરી અને તેમણે અનુભવી ગુલબાઝને આઉટ કરીને કિવિ ટીમની પરેશાની હળવી કરી નાખી.

5.1 ઓવરમાં 19 રનમાં ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવ્યા બાદ અફઘાન ટીમ ફરીથી બેઠી ના થઈ શકી.

નજીબુલ્લાહે 73 રન ફટકાર્યા. ત્રણ સિક્સર સાથે આક્રમક બેટિંગ પણ કરી પરંતુ એ માત્ર ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા પૂરતી જ હતી.

125 રનનો ટાર્ગેટ હાલમાં રમી રહેલી કિવિ ટીમ માટે ક્યારેય અઘરો ન હતો. કિવી ટીમ છેલ્લાં ચારેક વર્ષથી જે રીતે રમી રહી છે તે જોતાં અફઘાનિસ્તાન જ નહીં પરંતુ વર્લ્ડકપમાં રમી રહેલી કોઈ પણ ટીમના બૉલિંગ આક્રમણ પાસે એને 125 રનમાં અટકાવવાની ક્ષમતા નથી.

ડૅરેલ મિચેલ અને માર્ટિન ગુપટિલે ઝડપી શરૂઆત કરી અને ત્યાર બાદ કૅન વિલિયમ્સન મેદાનમાં પર આવ્યા. કૅન વિલિયમ્સન ક્રિઝ પર ટકી રહે તો તેઓ માત્ર રન જ કરતા નથી પરંતુ હરીફ ટીમને માનસિક રીતે તોડી પણ નાખે છે.

તેમની હાજરી એક બાબતની ખાતરી કરાવે છે કે ન્યૂઝીલૅન્ડ હવે ટાર્ગેટ પૂરો કર્યા વિના રહેશે નહી. વિલિયમ્સને અણનમ 40 રન ફટકાર્યા તો ડૅવોન કૉનવે 36 રન સાથે અણનમ રહ્યા.

line

ભારત માટે સબક

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ કેમ કે ન્યૂઝીલૅન્ડ આઠ પૉઇન્ટ સાથે મોખરે છે. હકીકતમાં આ વખતે ભારતીય ટીમનું પરફોર્મન્સ અત્યંત નિરાશાજનક રહ્યું હતું.

એક તરફ અન્ય ગ્રૂપમાં સાઉથ આફ્રિકન ટીમ પાંચમાંથી ચાર મૅચ જીત્યા બાદ પણ ક્વૉલિફાઈ થઈ શકતી ન હોય અને બીજી તરફ ભારતના ટેકેદારો એવી અપેક્ષા રાખે કે વિરાટ કોહલીની ટીમ અફઘાનિસ્તાન, સ્કૉટલૅન્ડ અને નામિબિયા જેવી પ્રમાણમાં નબળી ટીમોને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશે તે ક્યાંનો ન્યાય?

ટી20 ક્રિકટ સ્પર્ધાત્મક ક્રિકેટ છે અને તેમાં અન્ય ટીમોનાં પરિણામ પર આધાર રાખીને ગણિત તો તમને આગળ જવામાં મદદ કરશે પરંતુ આટલા 'સુપરસ્ટાર' સાથે રમતી ટીમ માત્ર ગણિતનો આધાર લઈને આગળ ધપી જાય, પ્રદર્શનમાં કોઈ ઢંગધડા વિના આગળ ધપી જાય તો આવી ટુર્નામેન્ટનો કોઈ અર્થ રહેતો નથી.

ભારત માટે આ વર્લ્ડકપ એક સબક છે કે આગામી વર્લ્ડકપ (2022માં) કે વન-ડે વર્લ્ડકપ (2024)માં તેણે પૂરી તૈયારી રમવું પડશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો