કોરોના વૅક્સિનેશન : ભારતમાં સિનિયર રસીકરણનો બીજો તબક્કો કેમ છે ખાસ?

કોરોના વાઇરસ રસીકરણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસ રસીકરણ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં કોરોના વાઇરસ સામે રસીકરણના બીજા તબક્કો આજથી શરૂ થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તબક્કામાં રસીનો પહેલો ડોઝ લીધો છે.

વડા પ્રધાને પોતે આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એમણે લખ્યું કે, ''ઍઇમ્સમાં કોરોના વૅક્સિનનો મારો પહેલો ડોઝ લીધો. આપણાં ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ ટૂંકા ગાળામાં કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈમાં જે કામગીરી કરી છે તે સરાહનીય છે. જે પણ લોકો યોગ્યતા ધરાવે છે એમને રસી લેવા માટે હું અપીલ કરું છું. ચાલો, ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ.''

બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન; તથા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને અન્ય રોગોથી પીડિત લોકોને આવરી લેવામાં આવશે.

દેશભરમાં 10 હજારથી વધુ સરકારી કેન્દ્રો ઉપર નિઃશુલ્ક રસીકરણ હાથ ધરાશે, જ્યારે 20 હજારથી વધુ ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિન લેવા માટે ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી હૉસ્પિટલમાં રસીનો ચાર્જ પ્રતિ ડોઝ 250 રૂપિયા રાખવામાં આવ્યો છે.

આ પહેલાં 16મી ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કાનું વૅક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફ્રન્ટલાઇન વર્કર તથા આરોગ્ય કર્મચારીને રસી આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાને કારણે 4400 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે બે લાખ 60 હજારથી વધુ દરદી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.

દેશમાં એક કરોડ કરતાં વધુ લોકોને કોરોનાએ ભરડો લીધો હતો, જેમાં દોઢ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

line

રસીકરણ પાર્ટ-ટુ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધને કોઈ બીમારી નહીં હોય તો પણ તેમને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પણ કૉ-મૉર્બિડિટી (બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લિવર જેવી સહબીમારી) ધરાવતા લોકોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આવા લાભાર્થીઓની સંખ્યા 10 કરોડ કરતાં વધુ હોવાનો અંદાજ છે.

પ્રથમ તબક્કામાં ડૉક્ટર, નર્સ, પોલીસ કર્મચારી, સફાઈકર્મચારી તથા કોરોનાસંબંધિત ફરજ બજાવતા કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા.

line

રસીકરણની કિંમત

કોરોના વૅક્સિન

ઇમેજ સ્રોત, EPA

કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશભરમાં 10 હજાર કરતાં વધુ સરકારી સેન્ટર ઉપર આ રસી નિઃશુલ્ક મૂકી આપવામાં આવશે.

આ સિવાય જો વ્યક્તિ ઇચ્છે 20 હજાર કરતાં વધુ ખાનગી સેન્ટર ઉપરથી પણ રસી લઈ શકે છે. જોકે, ખાનગી હૉસ્પિટલોમાં રસી લેવાનો ખર્ચ વ્યક્તિએ ચૂકવવાનો રહેશે. એ માટેની કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.

રસીનો પહેલો ડોઝ લીધા પછી લીધાની તારીખના આધારે બીજા ડોઝની તારીખ જણાવાશે અને ત્યારબાદ જ રસીકરણ પૂર્ણ થશે. નિષ્ણાતો દ્વારા તાવ, શરદી કે ઉધરસ હોય તો રસી ન લેવાની સલાહ આપવામાં આવે છે.

વૅક્સિનેશન પૉઇન્ટ ઉપર પહોંચીને સોશિયલ ડિસ્ટન્સિંગ, મોં પર માસ્ક તથા સૅનિટાઇઝરથી હાથ સાફ કરવા વગેરે જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.

બીજી બાજુ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રૉલ ઑર્ગેનાઇઝેશને ભારત બાયોટેક તથા સ્પુતનિક રસીની ઉપર કામ કરી રહેલી ડૉ. રેડ્ડીઝ પાસેથી ટ્રાયલ વિશેનો વધુ ડેટા માગ્યો હોવાના અહેવાલ છે.

line

વૅક્સિનેશનનું લક્ષ્ય

મહામારી ક્યારે ખતમ થશે તેની સૌ રાહ જોઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મહામારી ક્યારે ખતમ થશે તેની સૌ રાહ જોઈ રહ્યા છે

સરકાર જુલાઈ-2021 સુધીમાં 25 કરોડ કરતાં વધુ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક ધરાવે છે.

રસીની બાબતમાં ભારત દુનિયાનું 'પાવરહાઉસ' છે. સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વની 60 ટકા જેટલી રસી ઉત્પાદિત કરે છે.

વિશ્વના અડધો ડઝન જેટલા ટોચના રસીઉત્પાદકો ભારતમાં જ આવેલા છે, જેમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ થાય છે.

આને કારણે જ ભારત એક અબજ લોકોને રસી આપવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખી શક્યું છે. પ્રથમ તબક્કામાં માત્ર એક ટકા લક્ષ્યાંક (એક કરોડ સાત લાખથી વધુ) જ સિદ્ધ થઈ શક્યો છે.

ભારતનો 42 વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમોમાં સામેલ છે, દરવર્ષે સાડા પાંચ કરોડ કરતાં વધુ સગર્ભા મહિલાઓને તથા 39 કરોડ બાળકોને જેઓ એક ડઝન રોગોથી રક્ષણ મેળવવા દર વર્ષે વિવિધ રસી આપવામાં આવે છે.

આ રસીઓને સ્ટૉક અને ટ્રૅક કરવા માટે દેશમાં સુદ્રઢ ઇલેક્ટ્રૉનિક સિસ્ટમ પણ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ બધું હોવા છતાં કોરોના વાઇરસ સામે એક અબજ લોકોનું રસીકરણ કરવું, જેમાં પહેલીવાર પુખ્ત વયના કરોડો લોકો પણ હશે, એક મોટો અને અનપેક્ષિત પડકાર બની રહેશે.

ભારતમાં હાલમાં 30 કરતાં વધુ સંસ્થાઓ કોરોનાની રસી ઉત્પાદિત કરવાના કામમાં લાગેલી છે, જેમાંથી કોવિશિલ્ડ તથા કૉવેક્સિનને ઇમર્જન્સી રીતેમાં વપરાશ માટે મંજૂરી આપી છે.

કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.

line

શું કોવિડ-19ની રસી સુરક્ષિત છે?

કોરોના વૅક્સિન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

મોટા ભાગના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે કોરોના સામે લડવા માટે અત્યાર સુધીમાં તે રસીઓ તૈયાર થઈ તે બધાના સુરક્ષા રિપોર્ટ સારા છે. શક્ય છે કે રસીકરણ પછી સામાન્ય તાવ આવે અથવા માથામાં દુખાવો થાય કે રસી જ્યાં લીધી હોય તે જગ્યાએ દુખાવો થાય.

ડૉક્ટરોનું કહેવું છે કે કોઈ રસી 50 ટકા સુધી પણ અસરકારક હોય તો તેને સફળ રસીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ભારત બાયૉટેકની કોરોના રસી કૉવેક્સિન 12 વર્ષથી વધારે ઉંમરનાં બાળકોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી મળી ગઈ છે.

સાથેસાથે ભારતીય ડ્રગ કન્ટ્રોલર જનરલે 18 વર્ષથી ઓછી વયના ટીનેજર્સ પર આ રસીના ક્લિનિકલ પરીક્ષણો કરવાની પણ મંજૂરી આપી છે.

જે બાળકોને આ રસી આપવામાં આવશે. તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવશે. ડૉક્ટરો જણાવે છે કે રસી અપાવ્યા પછી વ્યક્તિની તબિયતમાં થતા મામૂલી ફેરફાર પર પણ નજર રાખવી ઘટે. કોઈ પણ અસર દેખાય તો તરત ડૉક્ટરને તેની જાણ કરવાની રહેશે.

line

આડઅસર પર નજર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોરોનાની રસી લેનારે અડધો કલાક જેટલો સમય નજર રાખવામાં આવે છે. અમુક લોકોને સોજો, દુખાવો, લાલ ચકામા જેવી સામાન્ય આડઅસર સિવાયની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી શકે છે.

ભારત પાસે રસીકરણના કારણે થતી સાઇડ ઇફેકટ પર નજર રાખવા માટે 34 વર્ષ જૂનો સર્વેલન્સ કાર્યક્રમ છે.

પરતું નિષ્ણાતોનું માનવું છે કે સાઇડ ઇફેકટને રિપોર્ટ કરવાના માપદંડો હજુ પણ બહુ કમજોર છે અને ગંભીર પ્રતિકૂળ સ્થિતિની સંખ્યા વાસ્તિવક આકંડા કરતાં ઘણી ઓછી છે.

જો પ્રતિકૂળ અસરો વિશે એક નિષ્પક્ષ રિપોર્ટ ન થાય તો રસીને લઈને લોકોમાં ભય ઉત્પન્ન થઈ શકે છે. સરકાર મોબાઇલ કૉલર ટ્યૂટન, પ્રિન્ટ, ટીવી તથા સોશિયલ મીડિયા મારફત આના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહી છે.

line

કોવિડ-19ની રસી અપાવવા માટે નોંધણી કઈ રીતે કરાવવી?

કોવિડ-19ની રસી માટે બધા લોકોએ ભારત સરકારના કો-વિન ઍપ (CoWIN App) પર પોતાની નોંધણી કરાવવી પડશે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે પહેલેથી નોંધણી કરાવ્યા વગર કોઈને રસી નહીં અપાય.

આ ઍપ પર નોંધણી કરાવ્યા પછી તમારા મોબાઇલ ફોન પર એક મૅસેજ આવશે, જેમાં રસી લેવાનો સમય, તારીખ અને રસીકરણ કેન્દ્રની બધી વિગત આપેલી હશે.

નોંધણી માટે તમારે પોતાનો કોઈ ફોટો આઈડી પણ નોંધાવવો પડશે. તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપૉર્ટ, મનરેગા જોબકાર્ડ, બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ ખાતાની પાસબુક, MP/MLA/MLCએ આપેલું કોઈ ઓળખપત્ર અથવા પેન્શનકાર્ડ અથવા ઍમ્પ્લૉયર દ્વારા અપાયેલું ઓળખપત્ર કે મતદાર ઓળખપત્ર પણ જમા કરાવી શકો છો.

એક મહત્ત્વની વાત એ છે કે જે આઈડી નોંધણી વખતે આપ્યું હશે તેના આધારે જ રસીકરણ થશે. બીજું કોઈ આઈડી નહીં ચાલે.

રસીકરણ બે તબક્કામાં થવાનું છે. તેથી આગામી તારીખની જાણ પણ એસએમએસ દ્વારા કરવામાં આવશે. આ ઍપ વિશે મહત્ત્વની વાત એ છે કે સરકારે હજુ સુધી આ સરકારી ઍપને ડાઉનલોડ કરવા માટે નથી જણાવ્યું. એટલે કે આરોગ્યમંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે CoWin ઍપ લોકોના સેલ્ફ રજિસ્ટ્રેશન માટે હાલમાં ઉપલબ્ધ નથી.

સરકાર ટૂંક સમયમાં તેને સાર્વજનિક કરવા માટે કામ કરી રહી છે.

line

સંગ્રહ અને વિતરણ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

સરકારની યોજના પ્રમાણે રસીને સૌથી પહેલા ઉત્પાદકો પાસેથી ચાર મોટા કૉલ્ડ સ્ટોરેજ કેન્દ્રો (કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા) સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યાંથી તેને રાજ્ય સંચાલિત 37 સ્ટૉર્સ ખાતે મોકલાઈ રહી છે.

સમાચાર એજન્સી રૉઇટર્સના એક અહેવાલ મુજબ, આ રસીકરણ અભિયાન માટે સરકારે દેશભરમાં લગભગ 29 હજાર કૉલ્ડ સ્ટોર તૈયાર કર્યાં છે.

ત્યારપછી વૅક્સિનને જિલ્લાસ્તરના સ્ટોર સુધી મોકલવામાં આવશે. શહેરથી લઈને ગામડાં સુધી રસીકરણ પ્રક્રિયાને પૂરી કરવાના હેતુથી લગભગ સાડા ચાર લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.

line

અન્ય નોંધપાત્ર રસી

ભારતમાં કોરોના વાઇરસની બૅ રસીઓને મંજરૂી મળી ગઈ છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતમાં કોરોના વાઇરસની બૅ રસીઓને મંજરૂી મળી ગઈ છે.

કોવિશિલ્ડ તથા કૉવેક્સિન ઉપરાંત આઠેક જેટલી કોરોના વૅક્સિન ઉપર દેશમાં કામ ચાલી રહ્યું છે અને તે ક્લિનિકલ ટ્રાયલના અલગ-અલગ સ્તર ઉપર છે. જેમાં મુખ્યત્વે નીચેની વૅક્સિનનો સમાવેશ થાય છે:

ZyCoV-D - કેડિલા હેલ્થકૅર દ્વારા આ વૅક્સિન ડી.એન.એ. પ્લૅટફૉર્મ ઉપર બનાવવામાં આવી રહી છે. કંપનીએ બાયૉટેકનૉલૉજી વિભાગ સાથે સહયોગ દ્વારા આ વૅક્સિન તૈયાર કરી છે.

સ્પુતનિક-વી - આ રસીનું નિર્માણ રશિયાની ગેમાલાયા નેશનલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે, જે હ્યુમન એડેનોવાઇરસ પ્લૅટફોર્મ પર બની રહી છે. તેનું મોટા પાયે ઉત્પાદન હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ લૅબમાં થઈ રહ્યું છે. આ રસી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ચૂકી છે.

અમેરિકાની એમ.આઈ.ટી.એ બનાવેલી પ્રોટીન ઍન્ટિજન બૅઝ્ડ વૅક્સિનનું ઉત્પાદન હૈદરાબાદની બાયૉલૉજિકલ ઈ લિમિટેડ કરી રહી છે. તેના પ્રથમ અને બીજા તબક્કાના માનવ ક્લિનિકલ પરીક્ષણ શરૂ થઈ ગયાં છે.

HGCO 19 - અમેરિકાની એચડીટીની એમ.આર.એન.એ. આધારિત આ રસીનું ઉત્પાદન પૂણેમાં જિનોવા નામની કંપની કરી રહી છે. આ રસી માટે પ્રાણીઓ પરના પ્રયોગો પૂરા થઈ ગયા છે. ટૂંક સમયમાં તેના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ શરૂ થશે.

અમેરિકાની ઓરોવૅક્સિનની સાથે મળીને ભારતની ઓરોબિંદો ફાર્મા એક રસી વિકસાવી રહી છે જે હાલમાં પ્રિ-ડેવલપમૅન્ટ તબક્કામાં છે.

line

રસીના પ્રકાર

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

લાઇવ વૅક્સિન : લાઇવ વૅક્સિનની શરૂઆત એક વાઇરસથી થાય છે, તે હાનિકારક હોતા નથી. તેનાથી બીમારી નથી થતી. પરંતુ શરીરની કોષિકાઓ સાથે પોતાની સંખ્યાને વધારે છે. તેનાથી શરીરનું રોગપ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય છે.

આ પ્રકારની રસીમાં બીમારીના વાઇરસ સાથે બંધ બેસે તેવા જિનેટિક કોડ અને એવા પ્રકારના પ્રોટીન વાઇરસ હોય છે જે શરીરને નુકસાન નથી પહોંચાડતા.

કોઈ વ્યક્તિને જ્યારે આ પ્રકારની રસી આપવામાં આવે તો આ 'સારા' વાઇરસના કારણે તે 'ખરાબ' વાઇરસનો મુકાબલો કરવાની ક્ષમતા પેદા કરે છે. આવામાં કોઈ ખરાબ વાઇરસ શરીરમાં પ્રવેશે તો શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે આવા વાઇરસ કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી.

નિષ્ક્રિય રસી : આ પ્રકારની રસીમાં ઘણા બધા વાઇરલ પ્રોટીન અને નિષ્ક્રિય વાઇરસ હોય છે. બીમાર કરનારા વાઇરસને પેથોજન અથવા રોગજનક કહેવામાં આવે છે.

નિષ્ક્રિય રસીમાં મૃત પેથોજન હોય છે. આવા મૃત રોગજનકો શરીરમાં પ્રવેશીને પોતાની સંખ્યા નથી વધારી શકતા, પરંતુ શરીર તેને બાહ્ય આક્રમણ જ માને છે તથા તેની વિરુદ્ધ શરીરમાં ઍન્ટિબોડી વિકસિત થવા લાગે છે.

નિષ્ક્રિય અથવા ઇનઍક્ટિવેટેડ વાઇરસથી બીમારીનો કોઈ ખતરો હોતો નથી. તેથી શરીરમાં વિકસેલા ઍન્ટીબોડીમાં અસલ વાઇરસ પ્રવેશે તો પણ બીમારી પેદા કરી શકતા નથી. આ બહુ વિશ્વસનીય રીત ગણવામાં આવે છે.

વૅક્સિન

ઇમેજ સ્રોત, Getty Images

જનીન આધારિત રસી : નિષ્ક્રિય રસીની સરખામણીમાં જનીન આધારિત રસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું ઉત્પાદન ઝડપથી કરી શકાય છે. કોરોના વાઇરસની રસીના કરોડો ડોઝની એકસાથે જરૂર પડશે. જનીન આધારિત રસીમાં કોરોના વાઇરસના ડીએનએ અથવા એમ-આરએનએની સંપૂર્ણ જિનેટિક સંરચના હાજર હશે.

આ પેથોજનમાંથી જિનેટિક માહિતીની મહત્ત્વની સંરચનાઓ નેનોપાર્ટિકલ્સમાં પેક કરીને કોષિકાઓ સુધી પહોંચાડવામાં આવેછે. તે શરીર માટે હાનિકારક હોતા નથી. આ જિનેટિક માહિતી જ્યારે કોષિકાઓને મળે ત્યારે તે શરીરના રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરી દે છે, જેથી બીમારીને ખતમ કરી શકાય છે.

ભારતમાં કોઈ પણ રસીનું નિર્માણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે થાય છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા નામની સરકારી સંસ્થા તેના તમામ તબક્કાની સમીક્ષા કરે છે.

ડીજીસીઆઈ લીલી ઝંડી આપે ત્યારપછી જ કોઈ પણ રસીના જથ્થાબંધ ઉત્પાદનની મંજૂરી મળે છે. ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વૉલિટી કન્ટ્રોલને ધ્યાનમાં રાખીને રસીના જથ્થાબંધ ઉત્પાદનના માપદંડ નક્કી કરવામાં આવે છે અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે વૈજ્ઞાનિકો અને નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે તેની ચકાસણી થતી રહે છે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો