ઍમેઝોન વિરુદ્ધ રિલાયન્સ : મુકેશ અંબાણી અને જેફ બેઝોસની એ લડાઈ જેમાં દાવ પર લાગ્યું છે ઈ-કૉમર્સનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, REUTERS
એક ભારતીય ગ્રૉસરી કંપનીના લઈને વિવાદના કારણે વિશ્વની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપનીઓ ઍમેઝોન અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ સામસામે આવી ગઈ છે.
આ બંને કંપનીઓ એટલા માટે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કારણ કે આ બન્ને કંપનીઓએ ભારતીય રિટેઇલ કંપની ફ્યૂચર ગ્રૂપ સાથે અલગ અલગ સોદા કર્યા છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે ઍમેઝોન સાથે રિલાયન્સની આ કાયદાકીય લડત પર આવનારાં વર્ષોમાં ઈ-કૉમર્સનું ભવિષ્ય નિર્ભર કરે છે.
ફૉરેસ્ટર કન્સલ્ટન્સીના એક સિનિયર ફ્યૂચર ઍનાલિસ્ટ સતીશ મીણા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “હું સમજુ છું કે આ એક મોટી વાત છે. ઍમેઝોનને કોઈ બજારમાં આ પ્રકારના પ્રતિદ્વંદ્વીનો સામનો નથી કરવો પડ્યો.”
ઍમેઝોને પોતાના સંસ્થાપક માલિક જેફ બેઝોસને વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બનાવી છે. (જોકે, હવે તેઓ સૌથી ધનિક વ્યક્તિ નથી.) ઍમેઝોને વૈશ્વિક સ્તરે રિટેઇલના ધંધાને બદલી નાખ્યો છે. પરંતુ રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પણ ભારતની સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમનો ઇતિહાસ પણ આટલી સરળતાથી હાર માનવાવાળો રહ્યો નથી.
ઇન્ડસ્ટ્રીના વિશ્લેષકોનું માનવું છે કે રિટેઇલ સેક્ટરમાં તેમની યોજનાઓ ઍમેઝોન અને વૉલમાર્ટના ફ્લિપકાર્ટ માટે મોટા પડકારો રજૂ કરનારી હશે.
ઍમેઝોન ભારતમાં આક્રમકપણે પોતાની હાજરી વધારવામાં લાગેલી છે. તેને આશા છે કે તે આ વિકસતા જતા ઈ-માર્કેટની તકોનો લાભ ઉઠાવી શકશે. રિલાયન્સની પણ ઈ-કૉમર્સ અને ગ્રૉસરીના વ્યવસાયમાં આવવાની યોજનાઓ છે.

ફ્યૂચર ગ્રૂપને લઈને શું વિવાદ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ફ્યૂચર ગ્રૂપે આ વર્ષની શરૂઆતમાં રિલાયન્સ સાથે 3.4 બિલિયન અમેરિકન ડૉલર કિંમતની રિટેઇલ સંપત્તિ વેચવાનો સોદો કર્યો છે. 2019થી ઍમેઝોનની ફ્યૂચર કૂપનમાં 49 ટકાની ભાગીદારી છે.આ કારણે ઍમેઝોનની ફ્યૂચર રિટેલમાં અપ્રત્યક્ષપણે માલિકીપણાવાળી ભાગીદારી છે. ઍમેઝોનનું કહેવું છે કે આ કરાર પ્રમાણે ફ્યૂચર ગ્રૂપ કેટલીક સિલેક્ટેડ ભારતીય કંપનીઓ સાથે સોદો ન કરી શકે. જેમાં રિલાયન્સ પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસ માહમારીના કારણે ફ્યૂચર રિટેઇલના ધંધા પર ઘણો ખરાબ પ્રભાવ પડ્યો છે. કંપનીનું કહેવું છે કે કંપનીને બચાવી રાખવા માટે રિલાયન્સ સાથે આ સોદો અત્યંત જરૂરી છે.
કોર્ટનો હાલનો નિર્ણય ફ્યૂચર ગ્રૂપના પક્ષમાં આવ્યો છે. પાછલા સોમવારે દિલ્હી હાઇકોર્ટે એક અઠવાડિયા પહેલાના એ નિર્ણયને ઉલટાવી દીધો જે હેઠળ આ સોદા પર રોક લગાવી દેવાઈ હતી. ઍમેઝોને કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે.
શું છે દાવ પર?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જો રિલાયન્સને આ સોદાની મંજૂરી મળી જાય છે તો રિટેઇલ વેપારમાં તેની પહોંચ ભારતનાં 420 શહેરોનાં 1800 કરતાં વધુ સ્ટોર્સ સુધી થઈ જશે. આ સાથે જ ફ્યૂચર ગ્રૂપના જથ્થાબંધ વેપાર અને લૉજિસ્ટિક સુધી પણ તેની પહોંચ થઈ જશે.
સતીશ મીણા કહે છે કે, “રિલાયન્સ પાસે પૈસા છે અને એ પ્રભાવ પણ છે જેની બજારમાં જરૂર હોય છે. પછી ભલે તેને ઈ-કૉમર્સના વ્યવસાયમાં તેને મહારથ હાંસલ નથી.”
જો ઍમેઝોન કામયાબ થાય છે તો તે રિલાયન્સની ઈ-કૉમર્સ ક્ષેત્ર સાથે જોડાયેલી યોજનાઓને આંચકો આપી શકે છે.
બીબીસી બિઝનેસ સંવાદદાતા નિખિલ ઈનામદાર કહે છે કે વિશ્વના આ સૌથી ધનિક વ્યવસાયિકો વચ્ચેની આ લડાઈ એ વાતનો નિર્દેશ કરે છે કે બેઝોસ અને અંબાણી માટે ઈ-કૉમર્સ ક્ષેત્રમાં કેટલું બધું દાવ પર લાગેલું છે. આ એ વાતનો પણ સંકેત છે કે વિદેશી વેપારીઓ માટે ભારતમાં વેપાર કરવો કેટલું મુશ્કેલ છે.
નિખિલ ઈનામદાર પ્રમાણે, મોટી વિદેશી કંપનીઓમાં ઍમેઝોન આ વાતનું તાજું ઉદાહરણ છે જેણે પોતાની ભારતીય ભાગીદારી સાથે આ પ્રકારની અનિયમિતતાનો સામનો કર્યો છે જેમાં બહારની મધ્યસ્થીના આદેશોનું પાલન નથી કરાયું. આ સિવાય સ્થાનિક કોર્ટમાં પણ તેમને પૂરતું સમર્થન હાંસલ નથી થયું. ભારતે હાલમાં જ બે મહત્ત્વપૂર્ણ કંપનીઓ કૅરન એનર્જી પીએલસી અને વોડાફોન વિરુદ્ધ ટૅક્સ વિવાદમાં હારનો સામનો કર્યો છે. જોકે વોડાફોનના મામલામાં આદેશને પડકારાયો જરૂર છે.
એશિયા પૅસિફિક ફાઉન્ડેશન ઑફ કૅનેડાનાં ફેલો રૂપા સુબ્રમણ્યા બીબીસીને કહે છે કે, “એ વાતમાં કોઈ બેમત નથી કે વિદેશી રોકાણકારો આ પરિસ્થિતિઓને જોશે તેને નિરાશાજનક પરિસ્થિતિઓ તરીકે લેશે. રોકાણ અને વેપાર કરવાને લઈને ભરોસાપાત્ર જગ્યા સ્વરૂપે ભારતની છબિ પર આ વાતની નકારાત્મક અસર પડશે.”
નિખિલ ઈનામદાર કહે છે કે ઍમેઝોન આ લડાઈને લડ્યા વગર છોડવાની નથી કારણ કે રિલાયન્સને તેનાથી, તેના વિશ્લેષકોના શબ્દોમાં કહીએ તો, “અતિરિક્ત લાભ” થશે. પરંતુ નિશ્ચિતપણે રિલાયન્સ ઘરેલું કંપની વિરુદ્ધ ઍમેઝોન માટે લડવું એ બરાબરી પર આવીને લડવા જેવું નથી.
સરકારી નિયમ વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓને ગ્રાહકોને સીધા પોતાની પેદાશો વેચવાથી રોકે છે. આને વ્યાપક સ્તરે સંરક્ષણવાદી નીતિ તરીકે જોવામાં આવી રહ્યું જેથી સ્થાનિક રિટેઇલરોને ફાયદો થાય છે.
ઍમેઝોનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાનના કારણે પણ વેઠવું પડી રહ્યું છે કારણે તેનાથી ડેટાના ઉપયોગને લઈને કડક માપદંડોનું પાલન કરવામાં આવશે. તેનાથી ઍમેઝોન જેવી કંપનીઓના હિતોને નુકસાન પહોંચશે.

ભારતીય બજારો પર નજર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍમેઝોન અને રિલાયન્સની ભારતીય બજારો પર તેની અસીમિત સંભાવનાઓના કારણે નજર છે.
સતીશ મીણા જણાવે છે કે, “અમેરિકા અને ચીન બાદ કોઈ પણ બજારમાં આ પ્રકારની સંભાવનાઓ હાજર નથી.”
તેઓ જણાવે છે કે ભારતનું રિટેઇલ સેક્ટર 850 બિલિયન ડૉલરનું છે પરંતુ હાલ તેનો ઘણો નાનો ભાગ જ ઈ-કૉમર્સમાં છે. પરંતુ ફૉરેસ્ટર પ્રમાણે ભારતીય ઈ-કૉમર્સનો વેપાર વાર્ષિક 25.8 ટકાના હિસાબે વધવાનો છે અને વર્ષ 2023 સુધી 85 બિલિયન ડૉલર સુધી થઈ જશે.
આ કારણે ઈ-કૉમર્સના ક્ષેત્રમાં ભીંસ અને પ્રતિસ્પર્ધા વધવાની છે. ઍમેઝોન સિવાય વૉલમાર્ટે પણ ઘરેલુ કંપની ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરી છે. અહીં સુધી ફેસબુક પણ આમાં કૂદી પડ્યું છે અને તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લૅટફૉર્મમાં 9.9 ટકાની ભાગીદારી 5.7 બિલિયન ડૉલરમાં ખરીદી છે.

ગ્રૉસરીના ક્ષેત્રમાં ઈ-કૉમર્સ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રિટેઇલ ક્ષેત્રમાં ગ્રૉસરીના વ્યવસાયનો ભાગ ઘણો મોટો છે. આ સેક્ટરનો અડધો ભાગ ગ્રૉસરી વ્યવસાયનો જ છે. અત્યાર ઈ-કૉમર્સના ક્ષેત્રમાં સૌથી વધુ વેપાર સ્માર્ટફોનનો થઈ રહ્યો છે. પંરતુ કોરોના વાઇરસની મહામારીએ ઈ-કૉમર્સને થોડો ગ્રૉસરીના વ્યવસાય તરફ ધકેલ્યો છે કારણ કે ભારતમાં કડક લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.
બિઝનેસ કન્સલ્ટન્સી એટી કૅરનિઝના એશિયાના કંઝ્યૂમર ઍન્ડ રિટેઇલ હેડ હિમાંશુ બજાજ કહે છે કે, “લોકો પોતાનાં ઘરોમાં ફસાયેલા છે. તેથી વધુને વધુ લોકોએ ઑનલાઇન ખરીદી કરવાનું શરૂ કરવું પડ્યું. ગ્રૉસરી હવે ઈ-કૉમર્સના ક્ષેત્રમાં મુખ્ય વ્યવસાય બનતું જઈ રહ્યું છે. કોવિડના કારણે વધારે.”

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













