મુસ્લિમ વિશ્વના બે શક્તિશાળી દુશ્મન દેશ ઈરાન અને સાઉદી અરેબિયા મિત્રો બનશે?

શું ઈરાન અને સાઉદી અરેબિયાની દુશ્મની ઈતિહાસ બની જશે? શક્યતા ઊભી થતી લાગે છે, પણ હા પાડવી એ ઉતાળવ ગણાશે..

બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ છે. સાઉદી સુન્ની શાસન ધરાવતો ઇસ્લામી દેશ છે, જ્યારે ઈરાનમાં શિયાઓનું શાસન છે. બંને દેશો વચ્ચે વિવાદોમાં આ પણ એક કારણ છે.

ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં એક મુલાકાત દરમિયાન ઇરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહી અને ઈરાનના સર્વોચ્ચ નેતા

ઈરાનની સરકારી સમાચાર સંસ્થા 'ઈરના'એ ઈરાનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ખાતિબજાદેહને એમ કહેતાં ટાંક્યા છે કે, ''ઇરાકની રાજધાની બગદાદમાં સાઉદી અરેબિયાની સરકાર સાથે છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાક તબક્કે વાતચીત થઈ છે. દ્વિપક્ષીય સંબંધો બાબતમાં સારી વાતચીત થઈ છે. અખાતની સુરક્ષા વિશે વાતચીતમાં પણ ઘણી પ્રગતિ થઈ છે.''

ઈરનાના જણાવ્યા અનુસાર આ પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે વ્યાપક સ્તરે વાટાઘાટોથી આ પ્રદેશની સમસ્યા અને સંઘર્ષનો ઉકેલ આવી શકે છે.

આ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે બહારના કોઈ પક્ષની જરૂર નથી એમ પણ પ્રવક્તા એક કહ્યું.

ઈરાન શા માટે સક્રિય?

ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

મધ્ય પૂર્વ વિસ્તારમાં વિદેશી દેશોના હસ્તક્ષેપનો ઈરાન વિરોધ કરે છે.

બુધવારે સાઉદી અરેબિયાના શેખ સલમાન બિન-અબ્દુલઅઝીઝે સંયુક્ત રાષ્ટ્રસંઘની 76મી મહાસભામાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, ''ઈરાન અમારો પડોશી દેશ છે. અમને આશા છે કે પ્રારંભિક વાટાઘાટ પછી વિશ્વાસ ઊભો કરવાની બાબતમાં નક્કર પરિણામો લાવવાનો માર્ગ ખુલશે. ઈરાન સાથે આંતરરાષ્ટ્રીય નિયમો, સાર્વભૌમનો આદર, કોઈ પણ દેશમાં બહારનો હસ્તક્ષેપ નહીં અને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું એ બાબતોના આધારે વાતચીત થઈ શકશે.''

બંને દેશો વચ્ચે એપ્રિલ મહિનામાં વાટાઘાટ શરૂ થઈ હતી. ઇરાકના પ્રમુખે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાટાઘાટ માટે ઇરાક યજમાન બન્યું છે.

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર બગદાદમાં મુલાકાતો બાદ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની 76મી સામાન્ય સભા વખતે પણ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અલગથી મુલાકાત થઈ હતી.

ઈરાની મીડિયાનું કહેવું છે કે 28 ઑગસ્ટે બગદાદમાં વાતચીતમાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દોલ્લાહિઅન ઉપરાંત જૉર્ડન, સાઉદી અરેબિયા, તુર્કી, કુવૈત, ઇજિપ્ત, કતાર અને ફ્રાંસના વિદેશમંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

ઈરાની મીડિયાએ એમ પણ જણાવ્યું હતું કે આ બેઠકમાં યુરોપિયન યુનિયનના વિદેશનીતિના પ્રમુખ, આરબ લીગ, ઓઆઈસી અને જીસીસીના મહામંત્રીઓ પણ સામેલ થયા હતા.

આ બેઠકમાં ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું કે ઈરાન પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા માગે છે. મીડિયા અહેવાલો અનુસાર ડિપ્લોમસીના માધ્યમથી જ સમસ્યાનો ઉકેલ શોધી શકાશે એમ પણ વિદેશમંત્રીએ જણાવ્યું હતું.

line

ઇરાકના વડા પ્રધાન શું ઇચ્છે છે?

ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કાદિમીને જાણનાર સૂત્રોએ અમવાજ મીડિયાને જણાવ્યું હતું કે એક સમયે બગદાદમાં કૉન્ફરન્સ થઈ શકે તેવી કલ્પના પણ નહોતી થતી.

આ રીતે બેઠક થઈ તે પછી તેમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ જણાવ્યું કે દર વર્ષે આ રીતે અલગઅલગ દેશોની રાજધાનીમાં કૉન્ફરન્સ થવી જોઈએ. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર 21 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ઇરાકના રાજદૂતના નિવાસસ્થાને પણ બેઠક થઈ હતી. હવે પછીની બેઠક જૉર્ડનમાં થવાની છે.

ઈરાનમાં ઇબ્રાહિમ રઈસી સત્તા પર આવ્યા છે તે પછી સાઉદી અરેબિયા સાથે વાટાઘાટનો ઉત્સાહ વધ્યો છે.

25 ઑગસ્ટે ઈરાનની સંસદમાં એ વાતને પુષ્ટિ આપવામાં આવી હતી કે ઈરાનના વિદેશમંત્રી બગદાદ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે 28 ઑગસ્ટે પોતાના પ્રથમ વિદેશપ્રવાસે ગયા હતા.

line

ઇરાક પરેશાન કેમ છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કૉન્ફરન્સ માટે ઇરાકના વડા પ્રધાને ખૂબ મહેનત કરી હતી.

આ રીતે જુદાજુદા દેશોના પ્રતિનિધિઓની બેઠક યોજીને ઇરાક એવું દર્શાવવા માટે કોશિશ કરી રહ્યું છે કે લાંબો સમય આ રીતે અંદરોઅંદર લડાઈનો અર્થ નથી અને તે હવે સેતુ બનાવવા માટેની તમન્ના રાખે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇરાકના વડા પ્રધાન બીજી વાર સત્તા પર આવવા માગે છે. આથી જ તેમણે 12 સપ્ટેમ્બરે ઈરાનની મુલાકાત લીધી હતી, જેથી સમર્થન મેળવી શકાય.

જોકે ઈરાનના એ પ્રવાસ દરમિયાન ઇરાકના વડા પ્રધાનને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખમેનાઈ સાથે મળવાનું નહોતું થયું.

2003થી એ પરંપરા રહી છે કે ઇરાકના વડા પ્રધાન ઈરાનની મુલાકાતે હોય ત્યારે સર્વોચ્ચ સાથે પણ મુલાકાત થાય.

એવું પણ જણાવાઈ રહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતાએ કદિમી સાથે મુલાકાત ના કરીને એક સંદેશ આપ્યો છે કે તેઓ ઇરાકની ચૂંટણી વખતે કોઈ એક નેતાનો પક્ષ લેવા માગતા નથી.

કદિમી પર ચૂંટણી જીતવાનું દબાણ છે. ઈરાનની ઇચ્છા છે કે કદિમી કોઈ સકારાત્મક જાહેરાતો કરે.

આગામી અરબાઇન પ્રવાસીઓ માટે ઇરાકે આ વખતે ઈરાનથી વધુ લોકોને આવવા માટેની મંજૂરી આપી છે.

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર ઈરાન અને સાઉદીના અમલદારોની વધુ એક મુલાકાત ટૂંક સમયમાં ફરી બગદાદમાં થઈ શકે છે. એવી ધારણા છે કે આ મુલાકાત 27-28 સપ્ટેમ્બરે યોજાશે.

line

શિયા કનેક્શન

ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇરાકમાં બહુમતી વસતિ શિયાઓની છે, પરંતુ સદ્દામ હુસેન સત્તા પર હતા ત્યાં સુધી શિયાઓ કોરાણે ધકેલાયેલા હતા. સદ્દામ હુસેન સુન્ની હતા.

જોકે 2003ની ચૂંટણીઓ પછી ઇરાકના બધા જ વડા પ્રધાન શિયા મુસ્લિમોમાંથી આવ્યા છે અને હવે સુન્ની કોરાણે ધકેલાઈ ગયા છે. 2003ની પહેલા સદ્દામ હુસેનને કારણે ઇરાકમાં સુન્નીઓનું વર્ચસ હતું. સેનાથી લઈને સરકાર સુધી બધે જ સુન્ની મુસ્લિમોની બોલબાલા હતી.

સદ્દામના શાસનકાળમાં શિયા અને કુર્દ લોકોને કોરાણ કરી દેવાયા હતા.

ઇરાકમાં શિયાની વસતિ 51 ટકા છે, જ્યારે સુન્ની મુસ્લિમોની સંખ્યા 42 ટકા છે, પરંતુ સદ્દામ હુસેનના શાસનમાં શિયાઓ મજબૂર થઈને રહેતા હતા.

અમેરિકાએ માર્ચ 2003માં ઇરાક પર હુમલો કર્યો ત્યારે સુન્નીઓ તેની સામે લડ્યા હતા, પરંતુ ઇરાકના શિયાઓએ અમેરિકનોને સાથ આપ્યો હતો.

2003 પછી ઈરાન અને ઇરાક વચ્ચે સંબંધો સારા થયા છે, કેમ કે ઇરાકમાં હવે શિયાઓ પણ સત્તામાં આવ્યા છે. ઈરાન પહેલેથી જ શિયા શાસન ધરાવતો દેશ છે.

2018માં અમેરિકાના તે વખતના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો અણુકરાર તોડી નાખ્યો હતો. બાઇડન હવે સત્તામાં આવ્યા છે, પણ હજી સુધી ઈરાન સામેનો અણુકરાર ફરી લાગુ કરવાની બાબતમાં કોઈ પ્રગતિ થઈ નથી.

line

ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વિવાદ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઈરાન અને સાઉદી વચ્ચે લાંબો સમયથી ટક્કર ચાલી રહી છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી હરિફાઈ ચાલી રહી છે અને હાલના સમયમાં તે વધી છે. આ બંને શક્તિશાળી પડોશીઓ સ્થાનિક ધોરણે પ્રભુત્વ જમાવવા માટે આમનેસામને છે.

દાયકાઓ જૂના આ ઘર્ષણના કેન્દ્રમાં ધર્મનો મામલો પણ છે. બંને ઇસ્લામી દેશો છે, પણ એક સુન્ની પ્રભાવ ધરાવે છે, જ્યારે એકમાં શિયાઓનું શાસન છે. ઈરાનમાં શિયાઓની બહુમતી છે, જ્યારે સાઉદી અરેબિયા સુન્ની બહુમતી ધરાવતો દેશ છે.

સમગ્ર મધ્ય પૂર્વમાં આ રીતે ધર્મના મામલે ફાંટા દેખાઈ રહ્યા છે. આ વિસ્તારમાં કેટલાક દેશો શિયા બહુમતી ધરાવે છે, જ્યારે કેટલાક દેશોમાં સુન્ની બહુમતી છે.

આના કારણે કેટલાક દેશો સમર્થન અને સલાહ માટે ઈરાન તરફ નજર નાખે છે, જ્યારે કેટલાક દેશો સાઉદી અરેબિયાનો સહારો લે છે.

સાઉદી અરેબિયામાં અત્યાર સુધી રાજાશાહી ચાલતી આવી છે. સુન્ની પ્રભાવ ધરાવતું સાઉદી ઇસ્લામનું જન્મસ્થળ પણ છે. ઇસ્લામી જગત માટે તે મહત્ત્વનું સ્થાન છે એટલે સાઉદી પોતાને મુસ્લિમ દુનિયાના નેતા તરીકે જુએ છે.

જોકે 1979માં ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ થઈ તે પછી સાઉદી સામે પડકાર ઊભો થયો હતો. આ ક્રાંતિને કારણે એવા નવા પ્રકારની શાસનપ્રણાલી ઊભી થઈ છે, જેમાં ધર્મતંત્ર કેન્દ્રસ્થાને હોય.

આ શાસનપ્રણાલીને જગતભરમાં ફેલાવવાનો ઇરાદો ઈરાનના સત્તાધીશોનો છે. છેલ્લાં 15 વર્ષોમાં આ બધી બાબતોને કારણે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે વારંવાર વિખવાદો અને મતભેદો થતા રહ્યા છે.

2003માં અમેરિકાએ ઈરાનના મુખ્ય વિરોધી એવા ઇરાક પર આક્રમણ કરીને ત્યાંથી સદ્દામ હુસેનને સત્તા પરથી હઠાવી દીધા હતા. તેના કારણે ઇરાકમાં શિયા પ્રભુત્વ સાથેની સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો અને તેના કારણે ઇરાકમાં પણ ઈરાનનો પ્રભાવ ઝડપથી વધ્યો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો