ગુજરાતીઓ પર આતંકી હુમલાની એ ઘટના શું હતી, જેને યાદ કરીને મોદી રડી પડ્યા?

ઇમેજ સ્રોત, Rajya Sabha TV
રાજ્યસભામાં કૉંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે એ તકે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક સાંસદોએ રાજ્યસભામાં વિદાયભાષણ આપ્યું હતું.
ગુલામ નબી આઝાદ સાથેના પોતાના સંબંધનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન મોદી ભાવુક પણ થયા હતા.
નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં 2007માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે ગુલામ નબી આઝાદનો વારો આવ્યો તો તેઓ પણ ભાવુક થઈ ગયા હતા.
તેમણે કહ્યું કે તેઓ નસીબદાર છે કે તેઓ પાકિસ્તાન ન ગયા. તેમણે કહ્યું કે તેમને હિન્દુસ્તાની મુસલમાન હોવાનો ગર્વ છે.
રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, "હું તમને નિવૃત્ત નહીં થવા દઉં. હું તમારી સાથે વિચારવિમર્શ કરતો રહીશ. મારા દરવાજા તમારા માટે હંમેશાં ખુલ્લા રહેશે."

મોદી રડી પડ્યા એ ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, RSTV
સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદનાં વખાણ કર્યાં અને ઘણી વાતો વાગોળી અને ભાવુક પણ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદી બોલતાં-બોલતાં વારંવાર ભાવુક થઈ જતા હતા અને વારેવારે પાણી પીતાં હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના મુસાફરો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું, "જ્યારે તમે મુખ્ય મંત્રી હતા ત્યારે હું પણ ગુજરાત રાજ્યનો મુખ્ય મંત્રી હતો. આપણી વચ્ચે બહુ ઊંડી નીકટતા રહી છે. ભાગ્યે જ એવી કોઈ ઘટના હશે, જ્યારે આપણી બંને વચ્ચે કોઈ સંપર્કસેતુ ન રહ્યો હોય."
"એક વાર જમ્મુ-કાશ્મીર ગયેલા પ્રવાસીઓમાં ગુજરાતના લોકો પણ હતા. ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ જતા હોય છે. આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. કદાચ આઠ લોકો માર્યા ગયા હતા."
"સૌથી પહેલા મને ગુલામ નબીજીનો ફોન આવ્યો હતો અને એ ફોન માત્ર માહિતી આપવા માટે નહોતો. ફોન પર તેમનાં આંસુ રોકાતાં નહોતાં."
આ ઘટનાનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન વારંવાર ભાવુક થયા અને ગુલામ નબી આઝાદને સલામ પણ ભરી.
તેમણે કહ્યું કે "એક મિત્ર તરીકે હું ગુલામ નબીજીની ઘટનાઓ અને અનુભવોને આધારે આદર કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા, આ દેશ માટે કશુંક કરવાની કામના, એ તેમને ક્યારેય ચેનથી બેસવા નહીં દે."
"મને વિશ્વાસ છે કે તેઓ જે કંઈ પણ જવાબદારી નિભાવશે, તેઓ ચોક્કસ વેલ્યૂ એડિશન કરશે, યોગદાન આપશે અને દેશને તેનાથી લાભ થશે."

જ્યારે પીડિતોને મળીને ગુલામ નબી આઝાદ ભાવુક થયા

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આ સમયે સમાચાર એજન્સી એએનઆઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો 30 જુલાઈ, 2007નો છે.
ત્યારે ગુલામ નબી આઝાદ ગુજરાતી પરિવારોને પણ મળવા ગયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ પીડિતોને મળી રહ્યા છે. તેમણે એક બાળકીને તેડી છે અને આ સમયે ગુલામ નબી આઝાદ ભાવુક પણ થઈ ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે ગુલામ નબી આઝાદની આંખમાંથી આંસુ પણ નીકળી રહ્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નરેન્દ્ર મોદીએ જેનો ઉલ્લેખ કર્યો એ આતંકી હુમલાનો ગુલામ નબી આઝાદે પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુલામ નબી આઝાદે કહ્યું કે "હું અલ્લાહને, ભગવાનને પ્રાર્થના કરું છું કે આ દેશમાંથી આતંકવાદનો ખાત્મો થાય."
આ સમયે ગુલામ નબી આઝાદે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજયેપીને પણ યાદ કર્યા હતા.
તેઓએ કહ્યું, "મને મંત્રી તરીકે ઇન્દિરાજી અને રાજીવજી સાથે કામ કરવાનો મોકો મળ્યો. સોનિયાજી અને રાહુલજીના સમયે પાર્ટીનું નેતૃત્વ કરવાનો મોકો પણ મળ્યો. અમારી માઇનોરિટીની સરકાર હતી અને અટલજી વિપક્ષના નેતા હતા. તેમના કાર્યકાળમાં હાઉસ ચલાવવું સૌથી સરળ રહ્યું. ઘણા મામલાઓમાં સમાધાન કરવું કેટલું સરળ હોય એ અટલજી પાસેથી શીખ્યો છું."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













