ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં સર્જાયેલી તબાહીનાં દૃશ્યો

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લૅશિયર તૂટ્યા બાદ સર્જાયેલી તબાહી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લૅશિયર તૂટ્યા બાદ સર્જાયેલી તબાહી

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ થયેલી તારાજીમાં પ્રભાવિત લોકો માટે તંત્રની બચાવકામગીરી ચાલી રહી છે.

આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના મળીને આ કામગીરી કરી રહ્યાં છે.

સુરંગમાંથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, ITBP

ઇમેજ કૅપ્શન, સુરંગમાંથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી પ્રમાણે આઈટીબીપીના જવાનોએ તપોવન પાસે એક ટનલમાં ફસાયેલા 16 કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

પૂરની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

આ વચ્ચે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના કાર્યાલય તરફથી સંકેત આપવામાં આવ્યા છે કે ‘એક મોટી આપદા ટળી ગઈ છે અને સ્થિતિ હવે તંત્રના નિયંત્રણમાં છે.’

પૂરની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આ વચ્ચે ટ્વિટર પર કર્ણપ્રયાગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આઈટીબીપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાહતકામગીરીમાં 250 જવાનો જોતરાયેલા છે.

ઇમેજ સ્રોત, ITBP

ઇમેજ કૅપ્શન, આઈટીબીપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાહતકામગીરીમાં 250 જવાનો જોતરાયેલા છે.

વીડિયો સાથે તેમણે લખ્યું છે: “કર્ણપ્રયાગમાં આજે ત્રણ વાગીને 10 મિનિટે નદીમાં વહેણ જોતાં સ્પષ્ટ થાય છે કે પૂરની સંભાવના ઘણી ઓછી છે. અમારું વિશેષ ધ્યાન સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા તરફ છે અને અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.”

મુખ્ય મંત્રી રાવતે સહાયતા કેન્દ્રના નંબર પર જાહેર કર્યા છે. તેમણે લખ્યું છે કે ‘જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો, તમને કોઈ પ્રકારની મદદની જરૂર છે, તો કૃપા કરીને આપદા પરિચાલન કેન્દ્રના નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો. આ ઘટના અંગે જૂના વીડિયોથી અફવા ન ફેલાવો.’

બચાવવામાં આવેલી મજૂરોની સારવારની તસવીર

ઇમેજ સ્રોત, ITBP

ઇમેજ કૅપ્શન, બચાવવામાં આવેલી મજૂરોની સારવારની તસવીર
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો