BBC ISWOTY જમુના બોરોઃ ચા-શાક વેચનારની દીકરીથી ભારતનાં નંબર વન બૉક્સર બનવા સુધીની કહાણી

જમુના બોરો
ઇમેજ કૅપ્શન, જમુના બોરો

2019માં યોજાયલ એઆઈબીએ વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારાં યુવાન બૉક્સર જમુના બોરો અસમના અંતરિયાળ ગામથી આવે છે. તેમનાં માતા એક સમય ઘર ચલાવવા માટે ચા અને શાકભાજી વેચતાં હતાં.

54 કિલો કૅટેગરીમાં હાલમાં ભારતનાં નંબર વન અને વિશ્વમાં પાંચમો ક્રમાંક ધરાવતાં જમુના બોરોએ સફળતા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

અસમના ધેકીયાજૂલી શહેર નજીક આવેલા બેલસિરી ગામમાં જમુના બોરો મોટાં થયાં છે. નાનપણથી તેઓ દરેક બાબતને કુતૂહલપૂર્વક સમજવાનો પ્રયત્ન કરતાં હતાં.

એક દિવસ શાળાએથી ઘરે પરત આવતી વેળા જમુનાની નજર યુવાનોના એક જૂથ પર પડી, જેઓ કંઈક રમી રહ્યા હતા. તેમણે તરત નક્કી કરી લીધું કે તેઓ આ રમત પર હાથ અજમાવશે. આ રમત હતી વુશુ.

શરૂઆતના દિવસોમાં તેમને ક્યારેય પણ વિચાર્યું નહોતું કે એક દિવસ તેઓ કોઈ રમતમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. પરતું વુશુ તેમની ઝળહળતી કારકિર્દીનું પ્રથમ પગથિયું પુરવાર થઈ.

જોકે જમુનાએ ટૂંક સમયની અંદર વુશુ છોડી દીધું અને બૉક્સિંગ કરવા લાગ્યાં. તેમનું માનવું હતું કે બૉક્સિંગમાં વધુ તકો છે.

line

સંઘર્ષપૂર્ણ શરુઆત

જમુના બોરો
ઇમેજ કૅપ્શન, જમુના બોરો

એક નાના ગામ અથવા નગરથી આવવાના અનેક ગેરફાયદાઓ હોય છે. ખાસ કરીને સુવિધાઓની બાબતે. એક ખેલાડી તરીકેના પ્રારંભિક દિવસોમાં જમુનાને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ મળી નહોતી.

જેમને પણ આ રમત પસંદ હતી તેઓ પ્રોફેશનલ માર્ગદર્શન વગર પ્રૅકટિસ કરતા હતા અને નાનકડી જમુના પણ એ જ રસ્તે ચાલવા લાગી.

અંગત જીવનમાં જમુનાને વધુ મોટી લડાઈ સામે ઝઝૂમી રહ્યાં હતાં. તેઓ નાનાં હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.

પિતાના મૃત્યુ બાદ બાળકોનો ઉછેર કરવા માટે માતાએ ખેતરમાં હળ ચલાવ્યો. તેઓ ચા અને શાકભાજી પણ વેચતાં હતાં. રમતની અપૂરતી સુવિધાઓ સામે લડવાની સાથે-સાથે બૉક્સિંગમાં કારકિર્દી બનાવવા માટે જમુના રિંગની બહાર પણ એક લડાઈ લડી રહ્યાં હતા. સંબંધીઓ અને પાડોશીઓ જમુનાને સતત બૉક્સિંગથી દૂર રહેવાની સલાહ આપતા હતા.

તેઓ જમુનાને કહેતાં કે બૉક્સિંગ એ છોકરીઓ માટેની રમત નથી. ઈજાના કારણે ચહેરો બગડી શકે છે, જેના કારણે લગ્ન કરવામાં તકલીફ થઈ શકે છે. આ એ સમયગાળો હોય છે જ્યારે પરિવારના સભ્યોનું પીઠબળ મહત્ત્વનું હોય છે અને કોઈ ખેલાડીની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય છે.

જમુના નસીબદાર હતાં કે પરિવાર તેમની પડખે ઊભો રહ્યો અને આકરી મહેનત કરવા માટે માનિસક બળ પુરું પાડ્યું. પરિવારે ક્યારેય પણ જમુનાને હિંમત હારવા ન દીધાં.

line

સફળતા

જમુના બોરો
ઇમેજ કૅપ્શન, જમુના બોરો

પરિવારના પીઠબળ અને આકરી મહેનત થકી જમુનાએ 2010માં તામિલનાડુમાં યોજાયલ સબ-જુનિયર વુમન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જિત્યો. આ જીતથી તેમના જીવનમાં મહત્ત્વના ફેરફારો આવ્યા.

રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરવાનો અર્થ થાય છે કે સારી કોચિંગ અને મુશ્કેલ સ્પાર્ધાઓ દ્વારા જમુના પોતાની રમતમાં સુધારો લાવી શકે છે. જીતના કારણે બીજી ઘણી બૉક્સિંગ સ્પર્ધાઓની સાથે-સાથે ઇન્ડિયન નૅશનલ કૅમ્પના દરવાજા પણ જમુના માટે ખૂલી ગયા.

વર્ષ 2015માં તાઈપેઈમાં યોજાયલ વર્લ્ડ યૂથ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં જમુનાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ જીતે જમુનાને શીખવ્યું કે આંતરાષ્ટ્રીય સ્પાર્ધાઓમાં દબાણ સામે કઈ રીતે ટકવું.

વર્ષ 2018માં જમુનાએ 56મી બૅલગ્રેડ ઈન્ટરનેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 54 કિલો કૅટેગરીમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, પણ અહીં તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

2019માં રશિયાના ઉલાન-ઉડેમાં યોજાયલ એઆઈબીએ વુમન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો.

સામાન્ય પરિસ્થિતિમાંથી એક સફળ આંતરાષ્ટ્રીય બૉક્સર બનનારા જમુના બોરોએ ખૂબ લોકચાહના મેળવી છે, ખાસ કરીને અસમમાં.

અસમના પ્રખ્યાત મીડિયા ગ્રૂપ - સાદીન પ્રતિદીન દ્વારા જમુના બોરોને એચીવર એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જમુના કહે છે કે એવૉર્ડ તેમના માટે બહુ ખાસ છે.

જમુના એક દિવસ ભારત માટે ઑલિમ્પિક મેડલ જીતવાની ઇચ્છા ધરાવે છે. તેઓ કહે છે કે જે લોકોને લાગે છે કે સ્ત્રીઓ રમતોમાં ભાગ લેવા માટે સક્ષમ નથી, તેમને પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.

પોસ્ટર્સ

પોતાના જીવનના અનુભવોના આધારે જમુના કહે છે કે, "ભારતનાં ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ છે, પરતું આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સારા ખેલાડીઓ છે. દેશના રમત ઍસોસિયેશનોને જરૂર છે કે સારા ખેલાડીઓને શોધી કાઢવા માટે આ વિસ્તારોમાં સ્કાઉટ મોકલવામાં આવે."

(આ પ્રોફાઇલ બીબીસીએ જમુના બોરોને મોકલેલા સવાલોના જવાબો પર આધારિત છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો