You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી ખેડૂત પરેડ : ખેડૂત આંદોલન અંગે સોશિયલ મીડિયા શું ચર્ચા થઈ રહી છે?
દિલ્હીની સરહદે છેલ્લા બે મહિનાથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આજે હિંસાનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
પ્રજાસત્તાકદિને ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી કાઢવાની મંજૂરી માગી હતી. નિશ્ચિત વિસ્તારમાં રેલીની મંજૂરી ખેડૂતોને આપી દેવામાં આવી હતી. તેમ છતાં સવારથી જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
પોલીસે આંદોલનકારીઓને અટકાવવા માટે ટિયરગૅસના સેલ છોડ્યા હતા. છેવટે આંદોલનકારી દિલ્હીમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને તેમણે દિલ્હીના લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો.
આને લઈને ટ્વિટર પણ અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી હતી. આ ઉપરાંત ખેડૂત આંદોલનના નેતાઓ સામે કાર્યવાહી કરવા દિલ્હી પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લેવા માટે કહેવામાં આવ્યું હતું.
ટ્વિટર પર ખેડૂત આંદોલનને લઈને ફાર્મર્સ પ્રોટેસ્ટ નામનો ટ્રૅન્ડ ચાલ્યો હતો. જેમાં અનેક લોકોએ ખેડૂત આંદોલનની ટ્રૅક્ટર રેલી દરમિયાન થઈ રહેલી હિંસાની ટીકા કરી હતી. દિલ્હી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી વાત પણ કરી હતી.
રાકેશ શર્મા નામની વ્યક્તિએ ટ્વીટ કરીને કહ્યું કે હવે દિલ્હી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, ભારત તમને સમર્થન આપે છે. આવતી કાલથી દિલ્હી ઝીરો ટોલરન્સ.
સવારથી જ ટ્વિટર પર 'દિલ્હી પોલીસ લઠ બજાવો' કરીને હેશટેગ ટ્રૅન્ડ થયો હતો. આ હેશટેગને લઈને કંગના રનૌતે પણ એક વીડિયો ક્લિપ મૂકી હતી.
તેમણે લખ્યું કે "ખોટા અને થાકેલા તોફાનો અને લોહીના કૂવા દર મહિને, દિલ્હી, બેંગલુરુ અને હવે દિલ્હીમાં ફરીથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંગના રનૌતે વીડિયોમાં ગણતંત્રદિવસ પર થયેલી હિંસાની ટીકા કરી હતી. લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનું કહ્યું છે. ખેડૂત આંદોલનને સમર્થન કરતા લોકોને જેલમાં મોકલવાની વાત કરી હતી.
જોકે તેના જવાબમાં જાસ પારુવાલ નામના યૂઝરે કૉમેન્ટ કરી હતી કે કંગના, શીખ લોકોએ ભારત માટે આપેલા બલિદાનની પ્રશંસા કરો, આપણા ખેડૂતો પોતાના મૂળભૂત અધિકારો માટે છેલ્લા અનેક મહિનાઓથી શેરીઓમાં સૂઈ રહ્યા છે, તમે આની પર ખોટા છો.
સવારથી સોશિયલ મીડિયામાં યોગેન્દ્ર યાદવ પણ ટ્રૅન્ડ થઈ રહ્યું છે. લોકો યોગેન્દ્ર યાદવને પૂછી રહ્યા હતા તેઓ હિંસા અંગે કેમ કંઈ બોલી રહ્યા નથી.
આ ઉપરાંત યોગેન્દ્ર યાદવ અને બીજા ખેડૂત નેતાઓની ધરપકડની વાત કરી હતી.
વેદ સાંગવાન નામના યૂઝરે લખ્યું હતું કે "તમામ કહેવાતા ખેડૂત નેતાઓ યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ અને ટિકૈત જેવા હિંસા ભડકાવનારા નેતાઓની ધરપકડ કરી તેમને એવા પાઠ શીખવાડવા કે તે ક્યારેય ન ભૂલે."
આંદોલનમાં હિસા બાદ ખેડૂત નેતાઓ અને યોગેન્દ્ર યાદવને સવારથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા કેમ તે લોકો કાંઈ બોલી રહ્યા નથી.
જોકે યોગેન્દ્ર યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શૅર કરી શાંતિપૂર્ણ ટ્રૅકટર રેલી વિશે વાત કરી હતી. તેમની પાછળ શાંતિપૂર્ણ રેલી ચાલી રહી હતી.
તેમણે કહ્યું, "તમામ સાથીઓને અપીલ છે કે સંયુક્ત ખેડૂત મોરચા દ્વારા નક્કી કરાયેલા રસ્તે જ પરેડ કરજો. તેનાથી અલગ થવાથી આંદોલનને નુકસાન થશે. શાંતિ જ ખેડૂત આંદોલનની તાકાત છે. શાંતિ તૂટી તો માત્ર આંદોલનને નુકસાન થશે."
બીજી તરફ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે "અમે એ લોકોને જાણીએ છીએ, જેઓ અડચણ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે. આ લોકો રાજકીય પાર્ટીના લોકો છે, જે આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે."
લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા ઉતારી લેવાયા અંગે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલ્યો હતો.
ઇશિતા યાદવ નામના એક યૂઝરે ટ્વીટ કર્યું કે પ્રજાસત્તાકદિવસે શાંતિપૂર્ણ ખેડૂતો લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવી રહ્યા છે. હું કાંઈ બોલી શકું તેમ નથી.
કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રધ્વજના સ્થાને ખાલિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે.
સાકેત ગોખલે નામની વ્યક્તિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે "આંદોલન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલ્લાના ખાલી ધ્વજવંદનના થાંભલા પર ધ્વજ ફરકાવ્યો હતો. ભારતના ત્રિરંગાને કોઈને ટચ કર્યો નથી અને તે ઊંચાઈ પર ફરકી રહ્યો છે."
"તમામ એકાઉન્ટ, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, અફવાઓ ફેલાવાનારાને ટ્રેક કરવા જોઈએ અને તેમની પર ખોટી માહિતી ફેલાવવાનો કેસ દાખલ કરવો જોઈએ."
કૉંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કર્યું હતું કે, "ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, મેં શરૂઆતથી જ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે, પરંતુ અરાજકતાને માફ કરી શકતો નથી. અને પ્રજાસત્તાકદિને કોઈ ધ્વજ નહીં પરંતુ તિરંગો લાલ કિલ્લા પર ફરકવો જોઈએ."
કૉંગ્રેસના જ સેક્રેટરી બી.પી. સિંઘે ટ્વીટ કર્યું હતું કે ભારતના ત્રિરંગાને બદલાવામાં નથી આવ્યો તે ત્યાં જ છે. ખેડૂતોએ ખેડૂત યુનિયનોનો ધ્વજ અને શીખ ધર્મના નિશાનસાહેબને બહારની બાજુએ ફરકાવ્યો છે. કેટલાક લોકોએ અડધો વીડિયો મૂકીને લોકોને મિસલીડ કર્યા છે.
આગળ તેમણે એમ પણ લખ્યું હતું કે "હું માનું છું કે કોઈ પણ કોઈ ધાર્મિક અથવા બીજો કોઈ પણ ધ્વજ સરકારી અથવા મહત્ત્વની ઇમારત પર ન લગાવ્યો જોઈએ. એ પછી રાજસ્થાન હાઇકોર્ટ હોય કે પછી રેડફોર્ટ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો