'ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો' અજિંક્ય રહાણેને કૅપ્ટન બનાવાની માગ, વાઇરલ વીડિયો

ટીમ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, CHRIS HYDE - CA/CRICKET AUSTRALIA VIA GETTY IMAGE

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થયાને એક અઠવાડિયાનો સમય થઈ ગયો છે, પણ આ જીતને લઈને હજુ પણ જશ્નનો માહોલ છે.

ભારતીય ક્રિકેટરો સ્વદેશ આવી ગયા છે. તેમનું અહીં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, તેના કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે.

ભારતીય ખેલાડીઓનું વિવિધ ભેટસોગાતથી સ્વાગત પણ થઈ રહ્યું છે.

સૌથી પહેલા બીસીસીઆઈએ આખી ટીમને પાંચ કરોડ બૉનસ આપવાની જાહેરાત કરી છે.

બાદમાં શુક્રવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ છ ક્રિકેટરોને મહિન્દ્રા થાર આપવાની જાહેરાત કરી.

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ ભેટનો હેતુ યુવાઓને ખુદમાં ભરોસો રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓએ ટ્વીટ કર્યું, "છ યુવા ખેલાડીઓએ હાલમાં રમાયેલી ઐતિહાસિક ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેઓએ ભારતના ભવિષ્યના યુવાઓ માટે સપનાં જોવાં અને અસંભવને સંભવ કરી દેખાડવાનો ભરોસો અપાવ્યો છે."

બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પણ એક ટ્વીટ કર્યું, જેમાં પહેલી ટેસ્ટમાં 36 રન પર સમેટાઈને હારનારી ટીમ ઇન્ડિયાની કૅપ્ટનશિપ કરનારા અને આગળની ત્રણ ટેસ્ટમાંથી બેમાં જીતીને ભારતને સિરીઝ અપાવનારા કૅપ્ટન અજિંક્ય રહાણે ટીમ બેઠકની આગેવાની કરી રહ્યા છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો.

આ વીડિયો બ્રિસબેન ગાબામાં ત્રણ વિકેટથી ભારતીય ટીમને મળેલી જીત બાદનો છે.

બીસીસીઆઈના આ વીડિયોની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ વીડિયોમાં ટીમના સભ્યો સાથે વાત કરતા અજિંક્ય રહાણે કહી રહ્યા છે, "આ આપણા માટે બહુ મોટી ક્ષણ છે. ઍડિલેડમાં જે કંઈ થયું, બાદમાં આપણે મૅલબર્નમાં જે રીતે વાપસી કરી એ શાનદાર હતી. આ ટીમના કોઈ એક-બે ખેલાડીઓના યોગદાનથી નથી થયું, પણ દરેકનું યોગદાન હતું. આ ઘણું સારું હતું. આપણે જીત સાથે તેને ખતમ કર્યું. આ ઘણું સારું થયું."

અજિંક્ય રહાણેને કૅપ્ટન બનાવાની માગ

અજિંક્ય રહાણે

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP VIA GETTY IMAGE

ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટમૅચની સિરીઝમાં ઍડિલેડમાં રમાયેલી પહેલી મૅચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ આ મૅચની બીજી ઇનિંગમાં માત્ર 36 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો એક ઇનિંગમાં સૌથી ઓછો સ્કોર હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ મૅલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત મેળવી હતી.

સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમૅચ ડ્રૉ રહી અને ચોથી અને અંતિમ મૅચમાં ટીમે ઑસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં ત્રણ વિકેટ પર જીત મેળવી.

આ રીતે ભારતે ખરાબ શરૂઆત કર્યા પછી પણ આખરે સિરીઝ પોતાના નામે કરી લીધી.

આ જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ અને અજિંક્ય રહાણેની કૅપ્ટનશિપની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ સિરીઝમાં મોહમ્મદ સિરાજ અને ઋષભ પંત હીરો બનીને ઊભર્યા છે.

line

કોહલીની કૅપ્ટનશિપ પર સવાલ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, EPA

સિરીઝમાં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કૅપ્ટન વિરાટ કોહલી પર દબાણ વધી ગયું છે.

પહેલી ટેસ્ટમાં મળેલી શરમજનક હાર બાદ વિરાટ કોહલી પોતાની બાળકીના જન્મ બાદ સિરીઝ વચ્ચે છોડીને ભારત આવી ગયા હતા.

બાદમાં અજિંક્ય રહાણે કૅપ્ટન બન્યા અને ભારતને સિરીઝ જિતાડી.

અત્યાર સુધી કૅપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેઓએ પાંચ ટેસ્ટ મૅચમાં કૅપ્ટનશિપ કરી છે, જેમાંથી ચારમાં ટીમને જીત મળી છે અને એક મૅચ ડ્રૉ રહી છે.

રહાણેના પ્રદર્શનથી ક્રિકેટની દુનિયાના ઘણા દિગ્ગજો પ્રભાવિત થઈ રહ્યા છે. ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉન અને પૂર્વ ભારતીય કૅપ્ટન બિશનસિંહ બેદીએ તેમના ઘણાં વખાણ કર્યાં છે.

વૉને ટ્વીટ કરીને કહ્યું, "મને લાગે છે કે બીસીસીઆઈ ચોક્કસ રહાણેને કૅપ્ટનશિપ આપવા પર વિચાર કરશે. વિરાટ કોહલી એક બૅટ્સમૅન તરીકે ટીમને વધુ મજબૂત બનાવી શકે છે, પણ રહાણે પાસે એક અદભુત રણનીતિ છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

બિશનસિંહ બેદીએ કહ્યું કે રહાણેની કૅપ્ટનશિપે પૂર્વ ભારતીય કૅપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીની યાદ અપાવી દીધી છે.

line

હવે ઇંગ્લૅન્ડ સામે કોહલી કૅપ્ટન

આગામી મહિને ઇંગ્લૅન્ડની ટીમ ભારત રમવા આવી રહી છે.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાર ટેસ્ટમૅચની સિરીઝ રમાશે, જે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી બે મૅચ ચેન્નાઈમાં રમાશે. તેના માટે ભારતીય ક્રિકેટ ટીમ 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે.

પહેલી બે ટેસ્ટ મૅચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે અને તેમાં વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રહેશે.

સિરીઝની બાકી બે મૅચ અમદાવાદમાં રમાશે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો