કોરોના વાઇરસ રસીકરણ : 16 જાન્યુઆરીથી શરૂ થશે, સૌપ્રથમ રસી કોને મળશે?

રસીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે 16મી જાન્યુઆરીથી કોરોના વાઇરસના સંક્રમણ માટે રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવશે.

રસીકરણની પ્રક્રિયામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. એએનઆઈ પ્રમાણે હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સની સંખ્યા અંદાજે ત્રણ કરોડ છે.

ભારત સરકારના જણાવ્યા પ્રમાણે આ પછી 50 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને તથા 50 વર્ષથી નીચેના કૉ-મોર્બિડિટીઝ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે, જેમની સંખ્યા 27 કરોડ હોવાનો અંદાજ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ અંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું છે, "16મી જાન્યુઆરીથી ભારત કોવિડ-19 સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ પગલું લેવા જઈ રહ્યું છે."

તેઓ આગળ લખે છે, "ડૉક્ટર્સ, આરોગ્યકર્મી, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સફાઈકર્મીઓને રસીકરણની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટરના માધ્યમથી આ જાહેરાત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

રૂપાણી લખે છે, "અમે ગુજરાતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સૌતિક બિસ્વાસ અહેવાલમાં નોંધે છે કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોવિડ રસીની રસીકરણ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહ્યું છે.

સરકારે જણાવ્યું છે કે બીજી જાન્યુઆરીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રન યોજાશે.

જો વાત રસી બનાવવાની હોય, તો ભારત એક પાવરહાઉસ છે. તે એક વિશાળ રસીકરણ કાર્યક્રમ ચલાવે છે, વિશ્વના 60 ટકા જેટલી રસીનું ઉત્પાદન કરે છે અને અડધો ડઝન મોટા ઉત્પાદકો અહીં છે, જેમાં વિશ્વની સૌથી મોટી સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે.

એમાં કોઈ આશ્ચર્ય નથી કે, જ્યારે એક અબજ લોકોને કોવિડ-19ની રસી આપવાની વાત હોય, ત્યારે મહત્વાકાંક્ષાનો અભાવ નથી.

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન : ગુજરાતમાં દરેક લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવી કેટલું મુશ્કેલ?

કોરોના વાઇરસની રસીના 500 મિલિયન ડોઝ મેળવીને અને ઉપયોગ કરવાની સાથેસાથે જુલાઈ 2021 સુધી 250 મિલિયન લોકોનું રસીકરણ કરવાની ભારતની યોજના છે.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાના ટ્રેક રેકર્ડના કારણે આ વિશ્વાસ દ્રઢ થઈ જાય છે.

ભારતનો 42 વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમોમાં સ્થાન પામે છે, જેમાં 55 મિલિયન લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જે મુખ્યત્વે નવજાત બાળકો અને સગર્ભા સ્ત્રીઓ હોય છે, જેઓ એક ડઝન રોગોથી રક્ષણ મેળવવા દર વર્ષે વિવિધ રસીઓના આશરે 390 મિલિયન ડોઝ લે છે.

આ રસીઓને સ્ટોક અને ટ્રેક કરવા માટે દેશમાં સુદ્રઢ ઇલેક્ટ્રૉનિક સિસ્ટમ પણ છે.

નિષ્ણાતો મુજબ આ બધું હોવા છતાં કોરોના વાઇરસ સામે એક અબજ લોકોનું રસીકરણ કરવું, જેમાં પહેલીવાર પુખ્ત વયના કરોડો લોકો પણ હશે, એક મોટો અને અનપેક્ષીત પડકાર બની રહેશે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ઘરે-ઘરે કોરોનાના રસીકરણ માટે સર્વે કેવી રીતે થઈ રહ્યો છે?

ભારતમાં 30 સંસ્થાઓ કોરોના રસી પર કામ કરી રહી છે, જેમાં પાંચ ક્લિનિકલ ટ્રાયલમાં છે. આમાં ઑક્સફર્ડ- ઍસ્ટ્રાઝેનેકાની રસી પણ સામેલ છે.

જેનું પરીક્ષણ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્વદેશી રસી જે ભારત બાયો-ટૅક દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

ભારતના બાયૉટેકનૉલૉજી વિભાગના સચિવ ડૉ. રેણુ સ્વરૂપ કહે છે, "અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે કે રસી સ્વદેશી હોય."

રસી મૂકી રહેલા તબીબ અને સ્વંયસેવકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફૅલો ઑફ રૉયલ સોસાયટી ઑફ લંડનમાં નિમણૂક પામનાર પ્રથમ ભારતીય મહિલા માઇક્રોબાયૉલૉજિસ્ટ ગગનદિપ કાંગ કહે છે, "વિવિધ રસીમાંથી એકની પસંદગી કરવી હોય અથવા વિતરણની સમસ્યા હોય કે પ્રથમ રસી આપવા માટે લોકોની પસંદગી કરવાનું હોય, દરેક વાત એક પડકાર છે."

સમગ્ર કસરતના જે જટીલ પાસાઓ છે, તેને અમે ઓછું આંકી રહ્યા છે. ભારતના પચાસ ટકા લોકોનું રસીકરણ કરવામાં ઘણાં વર્ષો નીકળી જશે.

કેટલાક મુખ્ય પડકારો આ પ્રકારે છે:

line

સપ્લાય ચેઇન અને લૉજિસ્ટિક્સ

BBC

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, BBC

ભારતમાં લગભગ 27,000 કોલ્ડ ચેઇન સ્ટોર્સ છે, જ્યાંથી સ્ટોક કરવામાં આવેલ રસીઓ આઠ મિલિયન કરતાં પણ વધુ સ્થળો સુધી પહોંચી શકે છે. (કહેવાતી કોલ્ડ ચેઇનમાં લગભગ દરેક રસીનું 2 થી 8 ડિગ્રી તાપમાનમાં પરિવહન અને વિતરણ કરવામાં આવે છે). પરતું, શું તે પૂરતું રહેશે?

સિરીંજને ફરીથી ઉપયોગ કરતા અટકાવવા અને બીજા કોઈને ચેપ ન લાગે તે માટે ભારતને ઑટો-ડિસૅબલ્ડ સિરીંજની મોટી સંખ્ચામાં જરૂર પડશે. દેશ સૌથી મોટી સિરીંજ ઉત્પાદકનું કહેવું છે કે વધતી માંગને પહોંચી વળવા માટે તેઓ આવતા વર્ષ સુધીમાં આવી અબજ સિરીંજ બનાવશે.

બીજો મોટો પ્રશ્ન છે તબીબી કાચની શીશીઓ સરળતાથી અને પૂરતાં પ્રમાણમાં કઈ રીતે મળશે. સાથે સામૂહિક રસીકરણ અભિયાનના કારણે મોટા પ્રમાણમાં જે વિશાળ મેડીકલ કચરો નીકળશે તેના નિકાલનું શું થશે?

આશરે 40 લાખ ડૉકટરો અને નર્સો ભારતના રસીકરણ કાર્યક્રમને બળ આપે છે, પરંતુ કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે વધુ લોકોની જરુર હશે.

દેશના અગ્રણી બાયોટૅકનૉલૉજી એન્ટરપ્રાઇઝ બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો કહે છે, ગ્રામીણ ભારતમાં આપણે કઈ રીતે (તમામ સંસાધનો પહોંચાડવા) કરીશું તે અંગે મને ચિંતા થાય છે.

line

શરૂઆતમાં રસી કોણ મળશે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આવતા વર્ષે રસી પુરવઠો બહુ મર્યાદિત હશે અને કોણે પહેલી રસી આપવી તેનો નિર્ણય કરવો મુશ્કેલ બની રહેશે.

આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે ખાનગી અને સરકારી આરોગ્ય કર્માચારીઓ અને અન્ય વિભાગોના ફ્રન્ટલાઈન વર્કરોને સૌથી પહેલાં રસી આપવામાં આવશે.

નિષ્ણાતો મુજબ આ સરળ નહી રહે. રોગચાળા નિષ્ણાંત ડૉ. ચંદ્રકાંત લહારીયા કહે છે, "આપણી પાસે ક્યારેય રસીનો પૂરતો પુરવઠો નહીં હોય. રસી માટે કોને પ્રાધાન્ય આપવું તે નક્કી કરવું એક નોંધપાત્ર પડકાર બની રહેશે."

હવે જરા આનો વિચાર કરો. એ દેશ જ્યાં ખાનગી આરોગ્ય સેવા મોટા પ્રમાણમાં છે, શું ત્યાં સરકારી કર્મચારી સામે ખાનગી આરોગ્ય કર્મચારીને પ્રાધાન્ય આપવામાં આવશે? શું કાયમી કર્મચારીઓની સામે કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોને પ્રાધાન્ય મળશે?

જો અન્ડરલાઇંગ કંડિશન (હ્દય, ફેંફસાં, ડાયબિટીસ, મેદસ્વીતા વિગેરે) થી પીડાતા વુદ્ધ લોકો પ્રારંભિક શોટ માટે પાત્ર ધરાવતા હોય, તો બીજી બીમારીઓને કઈ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે?

દાખલા તરીકે ભારતમાં 70 મિલિયનથી વધુ ડાયાબિટીઝના દર્દીઓ છે, જે વિશ્વમાં બીજા ક્રમે છે. શું આ બધાને એક સાથે પ્રાધાન્ય આપવામાં આવશે?

તમામ 30 રાજ્યોમાં રસી લઈ જવી શક્ય નથી. શું રસી પહેલાં એ રાજ્યોને આપવામાં આવશે, જ્યાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર થઈ છે?

line

અસંખ્ય ડોઝને ટ્રેક કરવા

રસી

ઇમેજ સ્રોત, Getty Images

વૉશિંગ્ટન સ્થિત સેન્ટર ફૉર ગ્લોબલ ડૅવલ્પમૅન્ટમાં હેલ્થ કૅર સપ્લાય ચેઇન વિશે અભ્યાસ કરી રહેલા પ્રશાંત યાદવ જણાવે છે કે, "સારો પોર્ટફોલીયો ધરાવતી રસી બનાવવનાર કંપની સાથે ઉત્પાદન અંગેનો કરાર કરવાથી ભારત પૂરતા પ્રમાણમાં ડોઝ મેળવી શકશે અને તે પણ ઝડપથી."

તેઓ જણાવે છે કે નિયમિત રસીકરણ કાર્યક્રમમાં જે સફળતા મળી છે તે સફળતા કોવિડ રસીકરણ કાર્યક્રમમાં મળશે, તેની ખાતરી આપી શકાય નહીં.

યાદવ કહે છે, "નિયમિત રસીકરણનું માળખું બહુ મોટું છે, પરતું તે મોટાભાગે સરકારી દવાખાનાઓ માટે છે. હજુ સુધી વયસ્ક લોકો માટે કોઈ રસીકરણ કાર્યક્રમ આવ્યો નથી અને વયસ્ક લોકો પ્રાથમિક આરોગ્ય સેવા માટે સરકારી દવાખાનામાં જતા નથી."

તેઓ જણાવે છે કે, "આ સમયે સરકારી - ખાનગી ભાગીદારી, જેનું સારી રીતે નિયંત્રણ કરવામાં આવ્યું હોય, એકમાત્ર વિકલ્પ છે."

મિસ શો અને નંદન નિલકેણી, જેઓ ભારતની સૌથી મોટી ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક છે, જણાવે છે કે ડોઝના રેકર્ડ રાખવા માટે અને તેને ટ્રેક કરવા માટે ભારતને આધારનો ઉપયોગ કરવો જોઈએ. 12 આંકડાના ઓળખ નંબરનો એક અબજ ભારતીયો સુવિધા અને કર ભરવા માટે ઉપયોગ કરે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

એક અખબાર સાથે વાત કરતા નિલકેણીએ જણાવ્યું કે, એક એવી સિસ્ટમ ઊભી કરવી પડશે, જેના થકી 10 મિલિયન રસીની નોંધણી કરી શકે, પછી ભલે રસી દેશના કોઈ પણ ખૂણામાં આપવામાં આવી હોય. પરતું આ ડિજિટલ પીઠબળ સાથે કરવું જોઈએ.

રસી મેળવવા માટે જે ભષ્ટ્રાચાર કરવામાં આવશે તેના વિશે પણ ચિંતા છે.

અધિકારીઓ કઈ રીતે છેતરપીંડી થતાં રોકશે? જેમ કે ખોટા કાગળો બનાવવા જેથી પહેલી રસી લેવા માટે પંસદ થયેલા લોકોમાં સામેલ થઈ શકાય. અને અંતરિયાળ વિસ્તારમાં નકલી રસીનું વેચાણ કઈ રીતે અટકાવવામાં આવશે?

line

પ્રતિકૂળ સ્થિતિઓ પર નજર રાખવી

રસી

ઇમેજ સ્રોત, Getty Images

અમુક લોકો માટે રસી સાઇડ ઇફેકટ લઈને આવે છે. ભારત પાસે રસીકરણના કારણે થતી સાઇડ ઇફેકટ પર નજર રાખવા માટે 34 વર્ષ જૂનો સર્વેલન્સ કાર્યક્રમ છે.

પરતું નિષ્ણાતોનું માનવું છે કે સાઇડ ઇફેકટને રિપોર્ટ કરવાના માપદંડો હજુ પણ બહુ કમજોર છે અને ગંભીર પ્રતિકૂળ સ્થિતિની સંખ્યા વાસ્તિવક આકંડા કરતાં ઘણી ઓછી છે.

જો પ્રતિકૂળ અસરો વિશે એક નિષ્પક્ષ રિપોર્ટ ન થાય તો રસીને લઈને લોકોમાં ભય ઉત્પન્ન થઈ શકે છે.

line

ખર્ચ કોણ ભોગવશે?

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

આ કદાચ સૌથી મોટો પ્રશ્ન છે. શું સરકાર બધા ડોઝ ખરીદી લેશે અને ત્યારબાદ જાહેર વિતરણ હેઠળ મફતમાં અથવા નજીવા કિંમતમાં રસીકરણ કાર્યક્રમ રજૂ કરશે?

અથવા શું પૈસાદર લોકો પોતાની રસીની ખાનગી વિતરણ અને વેચાણ માફત બજાર કિંમતમાં ખરીદી કરશે?

લહેરીયા જેવા નિષ્ણાતના મતે જ્યાં સુધી સંક્રમણ પતી ન જાય ત્યાં સુધી સરકારે દરેક ભારતીયને રસી આપવાનો ખર્ચ ઉપાડવો જોઈએ. શો જોવા લોકોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ પોતાના ખર્ચે કર્મચારીઓને રસી અપાવી શકે છે.

નિલકેણી જણાવે છે કે જો રસીની કિંમત 3-5 અમેરિકન ડૉલર હોય તો દરેક ભારતીય માટે બે ડોઝની રસીની કિંમત 10 ડૉલર થઈ જાય છે અને ભારત માટે આ ખર્ચ 13 અરબ ડૉલર થઈ જાય છે.

ગગનદીપ માને છે કે આ કારણ છે કે ભારત માટે સારી રસી એ હશે, જેની કિંમત 50 સેન્ટ હોય, પૂરતાં પ્રમાણમાં હોય અને સીંગલ ડોઝ હોય.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો