વૉટ્સઍપની નવી પૉલિસી ખતરાની ઘંટડી, શું છે નવા ફેરફાર?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ ભારતમાં તેના યુઝરો માટે પોતાની પ્રાઇવસી પૉલિસી અને શરતોમાં ફેરફાર કરી રહ્યું છે.
વૉટ્સઍપે પ્રાઇવસી પૉલિસી અને ટર્મ્સમાં ફેરફારની સૂચના ઍન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝરોને નૉટિફિકેશન દ્વારા આપી હતી.
આ નૉટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો નવી અપડેટને આઠ ફેબ્રુઆરી, 2021 સુધી નહીં સ્વીકારો તો વૉટ્સઍપ ઍકાઉન્ટ ડિલીટ કરી દેવાશે.
એટલે કે પ્રાઇવસીના નવા નિયમો અને નવી શરતોને મંજૂરી આપ્યા વગર આઠ ફેબ્રુઆરી બાદ આપ વૉટ્સઍપનો ઉપયોગ નહીં કરી શકો.
વૉટ્સઍપ બળજબરીપૂર્વક આ સંમતિ લઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને તેમના મત પ્રમાણે યુઝરોએ પણ આ વાતથી ચિંતિત થવું જોઈએ.

નવી પૉલિસીમાં શું છે?

ઇમેજ સ્રોત, WHATSAPP
અગાઉની પ્રાઇવસી પૉલિસીમાં કહેવાયું હતું કે, “તમારી પ્રાઇવસીનું સન્માન કરવું એ અમારા ડીએનએમાં છે. અમે વૉટ્સઍપ બનાવ્યું છે, ત્યારથી અમારું લક્ષ્ય છે કે અમે પ્રાઇવસીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને પોતાની સેવાઓનો વિસ્તાર કરીએ...”
ચાર જાન્યુઆરી, 2021ના રોજ અપડેટ કરાયેલી નવી પ્રાઇવસી પૉલિસીમાં ‘પ્રાઇવસીના સન્માન’ પર ભાર આપતા આ શબ્દ ગાયબ થઈ ગયા છે. નવી પૉલિસી કંઈક આ પ્રકારે છે.“
અમારી પ્રાઇવસી પૉલિસીથી અમને ડેટા પ્રૅક્ટિસ સમજાવવામાં મદદ મળે છે. પોતાની પ્રાઇવસી પૉલિસી હેઠળ અમે જણાવી છીએ કે અમે આપની પાસેથી કઈ જાણકારીઓ ભેગી કરીએ છીએ અને તેની તમારા પર શી અસર પડે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે વૉટ્સઍપે નવી પ્રાઇવસી પૉલિસીમાં ફેસબુક અને તેની સાથે જોડાયેલી કંપનીઓ સાથે પોતાના યુઝરોનો ડેટા શૅર કરવાની વાતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે.

નવી પ્રાઇવસી પૉલિસી પ્રમાણે શું થઈ શકે?
વૉટ્સઍપ પોતના યુઝરનો ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ થર્ડ પાર્ટીને આપી શકે છે.
વૉટ્સઍપ હવે તમારા ડિવાઇસથી બૅટરીલેવલ, સિગ્નલ સ્ટ્રૅન્થ, ઍપ વર્ઝન, બ્રાઉઝર સાથે જોડાયેલી જાણકારીઓ, ભાષા, ટાઇમ ઝોન, ફોન નંબર, મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની જેવી જાણકારીઓ એકઠી કરશે. જૂની પ્રાઇવસી પૉલિસીમાં આ વાતનો ઉલ્લેખ નહોતો.
જો આપ આપના મોબાઇલમાંથી માત્ર વૉટ્સઍપ ડિલીટ કરો છે અને ‘માય ઍકાઉન્ટ’ સેક્શનમાં જઈને ‘ઇન-ઍપ ડિલીટ’નો વિકલ્પ પસંદ ન કરો તો તમારો સંપૂર્ણ ડેટા વૉટ્સઍપ પાસે જ રહી જશે. એટલે કે ફોનમાંથી માત્ર વૉટ્સઍપ ડિલીટ કરવું જ પૂરતું નહીં હોય.
નવી પ્રાઇવસી પૉલિસીમાં વૉટ્સઍપે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું મુખ્યાલય અને ડેટા સેન્ટર અમેરિકામાં હોવાના કારણે જરૂર પડ્યે યુઝરની તમામ ખાનગી જાણકારી ત્યાં ટ્રાન્સફર કરી શકાશે. માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ જે દેશોમા વૉટ્સઍપ અને ફેસબુકની ઑફિસો છે, લોકોનો ડેટા ત્યાં મોકલી શકાય છે.
નવી પૉલિસી પ્રમાણે ભલે તમે વૉટ્સઍપના લૉકેશન ફીચરનો ઉપયોગ ન કરો, તમારા આઈપી ઍડ્રસ, ફોન નંબર, દેશ અને શહેરની જાણકારી વૉટ્સઍપ પાસે રહેશે.
જો આપ વૉટ્સઍપનું બિઝનેસ ઍકાઉન્ટ વાપરો છો તો તમારી જાણકારી ફેસબુક સહિત એ બિઝનેસ સાથે જોડાયેલા અન્ય પક્ષો સુધી પહોંચી શકે છે.
વૉટ્સઍપે ભારતમાં પૅમેન્ટ સેવા શરૂ કરી દીધી છે અને આવી પરિસ્થિતિમાં જો આપ તેના પૅમેન્ટ ફીચરનો ઉપયોગ કરો છો તો વૉટ્સઍપ તમારી વધુ માહિતી એકઠી કરશે. જેમ કે, આપનું પૅમેન્ટ ઍકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત જાણકારીઓ.

આ ફેરફારોને લઈને સચેત રહેવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, WHATSAPP
શું આ તમામ ફેરફારોની તમારા રોજબરોજના જીવન પર કોઈ અસર થશે? શું આપ જે મૅસેજ, વીડિયો, ઑડિયો અને ડૉક્યુમેન્ટ વૉટ્સઍપ મારફતે એકબીજાને મોકલો છો, તેને લઈને તમારે સચેત થઈ જવું જોઈએ? આ અંગે જાણકારોનો શો મત છે?
સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ અને ‘વૉટ્સઍપ લૉ’ પુસ્તકના લેખક પવન દુગ્ગલનું માનવું છે કે વૉટ્સઍપની નવી પ્રાઇવસી પૉલિસી યુઝરોને ‘આગના વમળ’માં ઢસેડવા જેવી છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “વૉટ્સઍપની નવી પૉલિસી ન માત્ર ભારતીયોની પ્રાઇવસીનું હનન છે બલકે ભારત સરકારના કાયદાનું પણ ઉલ્લંઘન છે.”
જો કે તેઓ એમ પણ કહે છે કે ભારતમાં હાલના કાયદા વૉટ્સઍપના નિયમો પર રોક લગાવવામાં સંપૂર્ણપણે કારગત નથી.
તેમણે કહ્યું, “વૉટ્સઍપ જાણે છે કે ભારત તેના માટે કેટલી મોટું બજાર છે. સાથે જ વૉટ્સઍપ એ પણ જાણે છે કે ભારતમાં સાઇબર સુરક્ષા અને પ્રાઇવસી સાથે જોડાયેલા કડક કાયદાનો અભાવ છે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













