ખેડૂત આંદોલન મજબૂત મોદી સરકાર માટે કડક સંદેશ – દૃષ્ટિકોણ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી
    • લેેખક, શિવ વિશ્વનાથન
    • પદ, સમાજશાસ્ત્રી, બીબીસી હિંદી માટે

સમાજનું બિનસરકારી અને અરાજકીય નેતૃત્વ જેને લોકો સિવિલ સોસાયટીપણ કહે છે, તેનું અધવચ્ચે ગાયબ થઈ જવું અને ફરી સામે આવવું એક રસપ્રદ વાત છે.

હાલ દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે તેમાં સિવિલ સોસાયટીનું સામે આવવું એક એવી વાત છે જે મોદી સરકારને જરૂર ચિંતામાં નાખી રહી હશે.

જ્યારે પહેલી વખત દિલ્હીની સત્તા પર મોદી સરકાર આવી ત્યારે તેનો રાજકીય સંદેશ સ્પષ્ટ હતો.

સરકારનો હેતુ સ્પષ્ટ હતો કે શું કરવું છે અને શું નહીં. આ શાસનનો દાવો હતો કે દેશની મોટી જનસંખ્યાના હિતની વાત થશે. તેઓ તેને જ પ્રાધાન્ય આપશે.

આવી રીતે સરકારે આવો નાગરિક સમાજ બનાવી લીધો, જે સત્તાનું એક્સટેન્શન કાઉન્ટર હતો. આ એક એવી મશીન હતી, જે ‘દેશભક્તિ’ જેવી આમ સંમતિવાળી ધારણાને મજબૂત કરવામાં લાગેલી હતી.

‘એન્ટિ નૅશનલ’ શબ્દનો સતત ઉપયોગ એટલા પ્રમાણમાં વધ્યો કે લોકોના વિચારોની દેખરેખ જેવો માહોલ બની ગયો, એક એવો માહોલ જે સત્તા સાથે ભળતા વિચારો કાયમ કરવાનું દબાણ કરવા લાગ્યો.

આ શાસનનાં પહેલા અમુક વર્ષોમાં તો સિવિલ સોસાયટીની પારંપરિક વિવિધતાઓ તો જાણે ગાયબ જ થતી દેખાઈ રહી હતી.

વર્ચસ્વવાદની આ કોશિશ બે પગલાંથી મજબૂત થઈ. પ્રથમ, તમામ બિનસરકારી સંગઠનો એટલે કે NGOને અમલદારશાહીની સખત દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા.

બીજું પગલું એ હતું કે જો કોઈ શાસન સાથે અસંમત છે તો તે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે તે અવાંછિત તત્ત્વ છે.

વરવરા રાવ, સુધા ભારદ્વાજ અને સ્ટેન સ્વામી જેવા માનવાધિકાર કાર્યકર્તાઓની અર્બન નક્સલવાદના જે આરોપો હેઠળ ધરપકડ કરાઈ છે અને જે રીતે આ મામલાઓની સુનાવણી ચાલી રહી છે, તેના પર પણ સવાલ ઊઠ્યા છે.

શાસનની આ જકડબંદી બહુસંખ્યકવાદ તરીકે સામે આવી. તે બહુસંખ્યક વર્ચસ્વવાદ અને તેના શીર્ષ નેતાના મજબૂત થવાનો સંકેત હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેણે એવો પણ સંકેત આપ્યો કે સરકાર પર કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ ટિપ્પણી કરનારા સંસ્થાનને મોટા ભાગે કાં તો સત્તા સામે નમવું પડશે કે પછી તેને મહત્ત્વહીન બનાવી દેવાશે.

એવો માહોલ તૈયાર કરાયો કે દેશની સુરક્ષા પર ભારે ખતરો છે અને દેશને બચાવવો એ પ્રાથમિકતા છે. કોરોના વાઇરસના સંક્રમણે આ પ્રકારના શાસનને વધુ વેગ આપ્યો.

ખરેખર, સિવિલ સોસાયટીના ફરીથી પગભર થવાની વાતને પાછલા અમુક સમયમાં સામે આવેલા નીતિગત મુદ્દા સાથે જોડાયેલી ઘટનાઓની કડી દ્વારા આંકલન કરી શકાય છે. તે પૈકી દરેક ઘટનાએ સિવિલ સોસાયટીનાં ભવિષ્ય અને ભાગ્ય પર મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઊભા કર્યા.

ભારતીય સમાજની વાડાબંધી કરવામાં આવી અને નાગરિકતા હાંસલ કરવું એક સંદિગ્ધ કામ બની ગયું જે નકલી સર્ટિફિકેટના આશરે પૂરું થઈ શકતું હતું. આવું થવું કે ન થવું અમુક ક્લર્ક પર આધારિત હતું.

એનઆરસી વિરુદ્ધ જે વિરોધ ઊઠયો તે નિશ્ચિત પણે ભાજપના બહુસંખ્યકવાદના વિસ્તારનો વિરોધ હતો. જોકે, સિવિલ સોસાયટીએ એ રસ્તો શોધી લીધો હતો, જેના આશરે તે અસહમતી જાહેર કરવામાં સક્ષમ થવા લાગી હતી.

line

શાહીનબાગ અને સિવિલ સોસાયટી

શાહીનબાગમાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, BURHAAN KINU/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શાહીનબાગમાં વિરોધપ્રદર્શન

દિલ્હીના જામિયા મિલિયા વિસ્તારમાં મુસ્લિમ ગૃહિણિઓનું એક નાનું વિરોધપ્રદર્શન એક મોટી ઘટના બની ગઈ. આ પ્રદર્શનમાં યુગાંતકારી ઘટનાઓનાં તત્ત્વ હતાં. સત્તાની તાકાત વિરૂદ્ધ કરાયેલા નાની-દાદીના આ પ્રદર્શને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું.

આ વિરોધમાં એક સૌમ્યતા હતી અને સાદગી પણ. આ ગૃહિણીઓએ દેખાડ્યું કે તે બંધારણની ભાવનાને સમજે છે. તેઓમાં એક સમુદાય તરીકે નાગરિકતાની સમજ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

એ મહિલાઓએ જે સંદેશ આપ્યો અને ગાંધીથી લઈને ભગત સિંહ અને આંબેડકર સુધી જે વિભૂતિઓની તસવીરો તેમણે ઉઠાવી રાખેલ હતી, તેણે દેશની સામે લોકતંત્રનો ઉત્સવ લાવી દીધો.

તેનાથી પણ વધારે તેમાં દેખાડવામાં આવ્યું કે કેવી રીતે નાગરિક સમાજ કોઈ રાજકીય પાર્ટી અને ટ્રેડ યુનિયન વગર સામે આવ્યો છે.

શાહીનબાગ મૂળથી એક સત્યાગ્રહી આંદોલન હતું. એક રાજકીય ઇનોવેશન હતું.

ખરેખર, લોકતંત્ર પર ના તો રાજકીય કાર્યકર્તાઓનું પેટન્ટ છે અને ને કૉપીરાઇટ. સડકો જ ડેમોક્રેસીનો અસલી રંગમંચ છે અને માનવશરીર જ વિરોધનું ઓજાર.

વાસ્તવમાં એ મહિલાઓએ પોતાના જવાબમાં એ જાહેર કર્યું કે સિવિલ સોસાયટીને સંવિધાનના આદર્શો પર સત્તા કરતાં વધુ ભરોસો છે.

તેણે એ પણ બતાવ્યું કે લોકતંત્ર કોઈ ચૂંટણી સંબંધિત પરિઘટના નથી. જો તેને જીવંત બનાવી રાખવું હોય તો પ્રયોગો અને સિવિલ સોસાયટીની રીતસરમોને બરકરાર રાખવી પડશે. સિવિલ સોસાયટી એક થિયેટરની જેમ જ લોકતંત્રની કલ્પનાને જીવિત રાખે છે.

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન : સિંઘુ બૉર્ડર પર ખેડૂતો માટે મુસ્લિમો ચલાવી રહ્યા છે લંગર

જોકે, અહીં અમુક સાવધાની રાખવાની જરૂર છે. કોવિડના કારણે એક વિરોધસ્થળ તરીકે શાહીનબાગનો ડેરો હવે ઊઠી ચૂક્યો છે.

કંપનીઓ માટે દેખરેખ ખૂબ સંમોહક વસ્તુ હોય છે. CAAએ જે ડિજિટલ સ્ટ્રેટેજી રજૂ કરી હતી તે કોવિડ સંકટના કારણે વધુ મજબૂત થઈ છે. સુરક્ષાને સર્વોચ્ચ રણનીતિ તરીકે એવી રીતે રજૂ કરવામાં આવી કે દેખરેખ લોકોને પ્રેમ જેવી લાગે.

સિવિલ સોસાયટીને આવી દેખરેખ પ્રત્યે સચેત રહેવું પડશે. જીવનમાં સતત વધી રહેલી દેખરેખ ટેકનૉલૉજીનો પ્રતિકાર કરવાની રીત શોધવી પડશે. અસહમત વ્યવસાયિકોની ભૂમિકા અત્યાર સુધી ઘણી મહત્ત્વપૂર્ણ બની ચૂકી છે.

ભારત પાસે વિરોધ કરનાર શાહીનબાગ છે પરંતુ તેને અસહમતીની અવાજવાળા વ્યાવસાયિકોની પણ જરૂર છે. આપણને એડવર્ડ સ્રોડન અને જૂલિયન અસાંજ જેવા લોકોની જરૂર છે. નહીંતર ડિજિટલ મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલા મધ્યમવર્ગને કદાચ એ વાતનો અહેસાસ જ નહીં થાય કે આપણી આસપાસ એક સંપૂર્ણ દેખરેખતંત્ર ખડું થઈ ગયું છે.

જો CAAથી એ જાહેર થયું કે નાગરિકતાની પરિભાષાનો વિચાર સંદિગ્ધ હતો તો કોવિડ અને ખેડૂતોના વિરોધપ્રદર્શનોથી એ સ્પષ્ટ થયું કે સુરક્ષા અને વિકાસના નામ પર ઉઠી રહેલા પગલાંએ લોકોની આજીવિકાને ખતરામાં નાખી દીધી છે.

line

સિવિલ સોસાયટીની ફરજ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ખેડૂતોના સંઘર્ષ પર આરંભની પ્રતિક્રિય્રા નકામી હતી. આ પ્રદર્શનોને રાષ્ટ્રવિરોધી અને નક્સલી આંદોલન કહેવામાં આવ્યાં. એક વાર ફરીથી સિવિલ સોસાયટીએ ખેડૂતોના સંઘર્ષ પ્રત્યે ધ્યાન આપ્યું અને તેને પોતાના ફોકસમાં રાખ્યું.

લોકોએ એ વાત મહેસૂસ કરી કે મીડિયા, ખાસ કરીને ટીવી મીડિયા ખેડૂતોના આંદોલનને અવગણવા અને તેની છબિ ખરાબ કરવામાં લાગેલું છે.

ઘણી ટીવી ચેનલોએ આંદોલનને મોદી વિરુદ્ધ બળવા તરીકે પણ જોયું. એ સત્યને સમજવાનો પ્રયત્ન નહોતો થઈ રહ્યો કે સરકાર સામે લોકો પોતાની રોજીરોટીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

અસહમત નાગરિક સમાજે આ ખતરાથી ટકરાવાનું શરૂ કરી દીધું છે. હૈદરાબાદની નજીક ચિરાલા વણકરોનું આંદોલન વિકેન્દ્રિત નેટવર્કોની માગ કરી રહ્યું છે.

પરંતુ સિવિલ સોસાયટીએ માત્ર અધિકારો પ્રત્યે જ નહીં, સમાજ પ્રત્યે પણ સંવેદનશીલ થવું પડશે. ખેડૂતોનું આંદોલન માત્ર મોટા ખેડૂતોનો અવાજ બનીને સીમિત ન રહી શકે. તેને સીમાંત ખેડૂતો અને ભૂમિહીન મજૂરોનો પણ અવાજ બનવું પડશે.

સિવિલ સોસાયટીએ તેની વચ્ચે બોલવાનું હોય છે અને અલગ અલગ અવાજોને સાંભળીને નિર્ણય પણ કરવાનો હોય છે. તેણે એ પણ દેખાડવાનું છે કે સત્તાના મોટા નિર્ણયો પર કેવી ચર્ચા ચલાવવાની છે.

વીડિયો કૅપ્શન, ગોપાલ ઈટાલિયા : પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકવાથી AAPના ગુજરાત અધ્યક્ષ સુધી

આ અર્થમાં સિવિલ સોસાયટીએ નવી નૉલેજ સોસાયટી બનવું પડશે અને તેને ભારતીય વિવિધતાના ટ્રસ્ટી પણ બનવું પડશે.

આ વલણોને જોતાં હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકતંત્ર હવે માત્ર ચૂંટણી પરિઘટના નથી રહી ગયું અને ન તે આ પાર્ટીઓ સુધી સીમિત છે.

વિપક્ષી પાર્ટીઓ હવે મૂંગી કે અસરહીન દેખાવા લાગી છે, આવી પરિસ્થિતિમાં સિવિલ સોસાયટીને લોકતંત્રમાં નવા પ્રયોગ કરવા પડશે. તેણે પોતાના આ પ્રયોગ જડ નહીં બલકે પોતાની ચેતન બુદ્ધિજીવીઓ સાથે મળીને કરવો જોઈએ.

સિવિલ સોસાયટીની ગતિશીલતાથી વિપરીત વિપક્ષી પાર્ટીઓ હવે ડગુમગુ થતી દેખાય છે. કૉંગ્રેસ સતત ઢસડાતી દેખાય છે જ્યારે વામપંથી એક ક્લબ કે કોઈ એલીટ સોસાયટી જેવી પાર્ટી લાગે છે.

સિવિલ સોસાયટીએ પાર્ટીઓની સ્થાનિકતા સિવાય રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાની આસપાસ નવીન રીતે એક થવું પડશે.

સુરક્ષા કવચથી સજ્જ સત્તા, તેના દેખરેખતંત્ર અને કૉર્પોરેટ બજારવાદથી લડવું હવે સરળ કામ નથી રહી ગયું.

(લેખક જાણીતા સમાજશાસ્ત્રી છે અને હાલ ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી, સોનીપતના સેન્ટર ફૉર નૉલેજ સિસ્ટમના ડાયરેક્ટર છે. આ લેખમાં તેમના અંગત વિચારો છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો