You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માસ્ક વગર પકડાય તો કોવિડ સેન્ટરમાં સેવાની સજા પર સુપ્રીમનો સ્ટે
માસ્ક વગર પકડાય એ લોકોને ફરજિયાત કોવિડ કૅર સેન્ટરમાં કૉમ્યુનિટી સર્વિસ કરવાની સજા આપવાના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે નિર્દેશ આપ્યો કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ખાતરી કરશે કે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યમાં માસ્ક પહેરવા અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો "જોરશોરથી અમલ કરવામાં આવે".
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, "લોકો માસ્ક ન પહેરે તે ઘટના ગંભીર છે, પરંતુ તેમને કોરોના વાઇરસના સેન્ટરમાં મોકલીને સજા કરવી તે ઉકેલ નથી."
સોલિસિટર જનરલે કહ્યું, "માસ્ક ન પહેરવું એ કોઈને કોરોના વાઇરસના સેન્ટરમાં મોકલવા કરતા ઓછું ખતરનાક છે."
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે જે નિર્દેશ કર્યો છે તેને લાગુ કરવો ઘણો અઘરો છે.
જસ્ટિસ એમ.આર. શાહે વધુમાં કહ્યું, "અમલીકરણની વાત છે ત્યાં સુધી ઇચ્છાશક્તિનો અભાવ છે અને જેની ગુજરાત હાઇકોર્ટે આની નોંધ લીધી છે."
જસ્ટિસ એમ.આર. શાહે સોલિસિટર જનરલને પૂછ્યું કે કેન્દ્ર સરકાર એસઓપી અને માર્ગદર્શિકા બહાર પાડે છે, પરંતુ તેના અમલીકરણનું શું? જસ્ટિસ શાહે કહ્યું કે, "લગ્નના કાર્યક્રમો હજારો લોકો એકઠા થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં પુછ્યું, "લોકો મૉલમાં રખડતા હોય છે, લોકો ભેગા થાય છે, તેના અમલનું શું?"
મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન
જસ્ટિસ એમ.આર. શાહે ટિપ્પણી કરતા કહ્યું કે, જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ અન્ય વ્યક્તિઓનાં મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
સોલિસિટર જનરલે જવાબમાં કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક એજ માત્ર નાગરિકો માટે ઉકેલ છે. શિસ્તમાં ન રહેવું એ આપણી સંસ્કૃતિમાં જ છે, લોકો માસ્ક લટકાઈને ફરતા હોય છે આ સામાન્ય છે.
સુનાવણી દરમિયાન કોર્ટે તુષાર મહેતાને પુછ્યું હતું કે માસ્ક ન પહેરનારને ગુજરાતમાં કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
મહેતાએ કહ્યું કે પોલીસ અધિકારીઓ માસ્ક ન પહેરે તેને 1000 રૂપિયાનો દંડ કરે છે.
જસ્ટિસ શાહે કહ્યું, "દંડ વધાર્યા પછી, ફરી અમલીકરણનો પ્રશ્ન આવે છે અને જો તે કરવામાં આવ્યું છે તો કેવી રીતે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે? ક્યાંક થોડી બેદરકારી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો