હાર્દિક પટેલ માટે ગુજરાત પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર 'નિષ્ફળતા'નો પુરાવો છે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, HARDIK PATEL TWITTER

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવ્યો છે અને કૉંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી.

આ પેટાચૂંટણી કૉંગ્રેસમાં જોડાયેલા અને બાદમાં કાર્યકારી અધ્યક્ષનું પદ પામનારા હાર્દિક પટેલની પરીક્ષા સમાન હતી.

જોકે તેમ છતાં કૉંગ્રેસનો પરાજય થતા ફરી એક વાર રાજકીય નિષ્ણાતો હાર માટે કૉંગ્રેસની સંગઠનશક્તિ, નેતાગીરી સામે સવાલ કરી રહ્યા છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182 બેઠકમાંથી 99 બેઠકો મળી હતી અને આટલી ઓછી બેઠકો માટે હાર્દિક પટેલ, પાટીદાર અનામત આંદોલનની ભૂમિકાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

તો શું આ ચૂંટણીમાં 'હાર્દિક પટેલ નિષ્ફળ' નીવડ્યા છે કે પછી આખી કૉંગ્રેસ નિષ્ફળ છે એ પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતની પેટાચૂંટણીના દિવસે જ દેશમાં અન્ય રાજ્યોમાં પણ પેટાચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.

243 સભ્યોની બિહારની વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યું અને તેને 75 બેઠકો મળી હતી.

ભાજપ બીજા ક્રમે રહ્યો હતો અને તેને 74 બેઠકો મળી હતી.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ કૉંગ્રેસને માત્ર 19 બેઠકો મળી હતી.

એ રીતે જોવા જઈએ તો રાષ્ટ્રીયકક્ષાએ પણ કૉંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે.

ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે આ પેટાચૂંટણી આગામી વિધાનસભા ચૂંટણીનું 'ટ્રેલર' હતું.

line

પેટાચૂંટણીમાં હાર્દિક પટેલનો પ્રચાર

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પેટાચૂંટણીની જાહેરાત થતા જ હાર્દિક પટેલે ગુજરાતમાં વિવિધ જગ્યાએ બેઠકો અને પ્રચાર આરંભી દીધો હતો.

પાટીદારોના પ્રભુત્વાળી ધારી અને મોરબી બેઠક પર કૉંગ્રેસ સારું પ્રદર્શન કરશે એવું કહેવાતું હતું, જોકે અહીં પણ કૉંગ્રેસ જીતી ન શકી.

હાર્દિક પટેલ ચૂંટણી સમયે સોશિયલ મીડિયામાં સતત સક્રિયા રહ્યા અને ભાજપ સરકારને સવાલ કરતા રહ્યા અને લોકોના પ્રાથમિક મુદ્દાઓને પ્રાધાન્ય આપતા જોવા મળ્યા હતા.

તેઓ યુવાઓને રોજગારી, ખેડૂતની સમસ્યા, મહિલાઓના પરના અત્યાચાર વગેરે બાબતો પર 'ગુજરાત મૉડલ' પર નિશાન સાધતા રહ્યા.

તેઓએ પેટાચૂંટણીમાં જનતાનો નિર્ણય સ્વીકાર્યો અને કૉંગ્રેસને મજબૂત કરવાની વાત પણ કરી હતી.

જોકે હાર્દિક પટેલે આ તકે ભાજપ પર ચૂંટણીમાં કેટલાક આરોપો પણ લગાવ્યા હતા.

તેમણે ટ્વીટ કર્યું, "ભાજપ પાસે પૈસા અને પ્રશાસનનો પાવર છે. જ્યાં પૈસા કામ લાગે ત્યાં પૈસા અને જ્યાં અપક્ષ ઉમેદવાર કામ લાગે ત્યાં અપક્ષ ઉમેદવારને ઊભા રાખીને ચૂંટણી જીતવાનું કામ ભાજપ કરે છે. તમે બધા રાજનીતિમાં કદાચ તેને કૂટનીતિ કહેતા હશો. બિહાર ચૂંટણી, ગુજરાત, એમપી ચૂંટણીમાં આ જ થયું છે.

તો હાર્દિક પટેલે જીવનના અંત સુધી કૉંગ્રેસમાં રહેવાની વાત પણ કરી હતી.

line

શું હાર્દિક પટેલ 'નિષ્ફળ' ગયા છે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, HARDIK PATEL TWITTER

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ

રાજકીય નિષ્ણાતો આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર માટે આખા પક્ષને જવાબદાર ગણાવે છે.

હરિ દેસાઈ કહે છે કે માત્ર હાર્દિક પટેલને દોષ આપવો યોગ્ય નથી, કેમ કે આખી કૉંગ્રેસ જ નિષ્ફળ ગઈ છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "હાર્દિક પટેલ જે કરી રહ્યા છે એ કૉંગ્રેસ માટે કરી રહ્યા છે એટલે હાર્દિકની નેતાગીરી નિષ્ફળ છે એમ કહેવું જરા વધારે પડતું છે."

તેઓ કહે છે કે કૉંગ્રેસમાં લડાયક મિજાજ નથી. હાર માટે હાર્દિક નહીં આખી કૉંગ્રેસ જવાબદાર છે.

"હાર્દિક પટેલ ભાજપ સાથે સમાધાન કરીને અલ્પેશ ઠાકોરની જેમ ભાજપમાં જઈ શક્યા હોત. એમની સામેના રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચાવી શક્યા હોય, પણ એમણે એવું કર્યું નથી."

"કૉંગ્રેસ સત્તામાં નહોતી છતાં એ કૉંગ્રેસમાં ગયા છે. આ તેમની લડાયક વૃત્તિ દર્શાવે છે."

સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજનારા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના મતે ચૂંટણીઓ માત્ર એકલા હાર્દિક પટેલથી ન જીતી શકાય. તેની પાછળ પક્ષની સંગઠનશક્તિ, ઉમેદવારોની પસંદગી સહિતનાં પરિબળો કામ કરતા હોય છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે "આ ચૂંટણી હારી ગયા પછી પણ હાર્દિક પટેલ ગામડાંમાં, યુવાઓમાં પક્કડ ધરાવે છે."

તો હરિ દેસાઈ પણ માને છે કે કોઈ પણ ચૂંટણીમાં આખી ટીમ કામ કરતી હોય છે. ભાજપ હોય કે કૉંગ્રેસ. એક વ્યક્તિથી કશું ન થાય.

કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "હજુ તો શરૂઆત છે, હાર્દિકના પક્ષમાં આવ્યાને થોડો સમય જ થયો છે એટલે હાર્દિક પટેલ પાસે અપેક્ષા રાખવી થોડું વહેલું ગણાશે."

line

કૉંગ્રેસ ક્યાં કાચી પડે છે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, HARDIK PATEL TWITTER

રાજકીય નિષ્ણાતો સમયાંતરે આવતી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષની નેતાગીરી અને સંગઠનશક્તિ સામે સવાલ કરતા રહે છે.

તેમના અનુસાર, કૉંગ્રેસમાં સંગઠનશક્તિ અને રાજકીય કુનેહનો અભાવ વર્તાય છે.

હરિ દેસાઈ કહે છે કે "રાષ્ટ્રીય નેતાગીરી કે પ્રદેશકક્ષાની નેતાગીરી કોઈ નિર્ણય ન લઈ શકતી હોય તો એકલા હાર્દિક પટેલને બદનામ કરવાનો કોઈ અર્થ નથી."

તેઓ કહે છે, "ભાજપમાં પણ આંતરિક અસંતોષ હતો પણ સી. આર. પાટીલે નારાજ કાર્યકરોને આશ્વાસન આપ્યું અને તેમની ફરિયાદના નિવારણ માટે તૈયારી દર્શાવી. તેઓએ શરૂઆતમાં ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરીને કાર્યકરોમાં જોમ પૂર્યું."

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2017ની ચૂંટણી અગાઉ હાર્દિક પટેલ (એ સમયે હાર્દિક પટેલ કૉંગ્રેસમાં નહોતા), અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ખૂબ ચર્ચા થઈ હતી.

આ ત્રિપુટીએ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર પ્રભાવ પાડ્યો હતો એવું પણ કહેવાયું હતું.

હરિ દેસાઈ એ વાતને સમર્થન આપતા કહે છે કે "આ જ હાર્દિકને કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષ 100 બેઠક પણ પૂરી મેળવી શક્યો નહોતો."

"હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટીને કારણે કૉંગ્રેસને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફાયદો થયો હતો."

જગદીશ આચાર્ય કહે છે "અગાઉની પેટાચૂંટણીમાં આપણને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, અલ્પેશ ઠાકોર વગેરે ચૂંટણી હારી ગયા હતા."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

"પણ આ ચૂંટણીમાં ભાજપને આઠેય બેઠક મળી છે એટલે કહી શકાય કે કૉંગ્રેસ ગુજરાતમાં રાજકીય મેદાન ગુમાવતી જાય છે. આ ચૂંટણીએ એ સાબિત કર્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ પાસે કોઈ નેતાગીરી નથી."

આચાર્ય વધુમાં કહે છે, "2017માં પાટીદારોએ જે ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું એની પાછળનાં કારણોમાં પાટીદાર અનામત આંદોલન અને દરમિયાન તેમની સાથે થયેલું પોલીસદમન વગેરે હતું."

ગુજરાતમાં અબડાસા, મોરબી, ધારી, લીમડી, કરજણ, ડાંગ અને કપરાડાની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.

અગાઉ આ તમામ આઠ બેઠક કૉંગ્રેસ પાસે હતી, પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યોએ રાજીનામાં આપતા બેઠકો ખાલી થઈ હતી.

એટલે આમ જોવા જઈએ તો ભાજપને બે-ત્રણ બેઠક ન મળી હોય તો પણ ખાસ ગુમાવવા જેવું નહોતું. જોકે એવું પણ થયું નથી.

કૉંગ્રેસના જયરાજસિંહ પરમાર કહે છે કે આ પેટાચૂંટણીમાં બધા લોકોએ ખૂબ મહેનત કરી હતી, સારા ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

હારનાં કારણો જણાવતા તેઓ કહે છે "એક વાત બહુ સ્પષ્ટ છે કે પેટાચૂંટણીમાં હંમેશાં આવી સ્થિતિ સર્જાતી રહે છે."

"પેટાચૂંટણીમાં સામાન્ય રીતે બિનરાજકીય લોકો, વેપારીઓ, સમાજના પ્રભાવી લોકોના મગજમાં એક વાત સ્પષ્ટ હોય છે કે આનાથી સત્તા બદલાવાની નથી. એટલે પેટાચૂંટણીનાં પરિણામો મોટા ભાગે સરકાર તરફી હોય છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો