IPL 2020 : મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત જિતાડનાર રોહિત શર્માને નજરઅંદાજ કરાય છે?

rohit

ઇમેજ સ્રોત, BCCI/IPL

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

રોહિત શર્મા ભલે ભારતીય ટીમના મહાન કૅપ્ટન ન હોય પણ આઇપીએલની વાત આવે તો તેમનું નામ મોખરે જ રહેશે.

મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધી રોહિતની હરિફાઈમાં હતા પરંતુ મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ ચૅમ્પિયન બન્યું, એ પછી પુરવાર થઈ ગયું કે એક કૅપ્ટન તરીકે રોહિતને સૌથી વધારે નજરઅંદાજ કરવામાં આવ્યા છે. પણ હકીકતમાં તેઓ બેસ્ટ કૅપ્ટન છે.

આઈપીએલમાં મંગળવારે રમાયેલી ફાઇનલ મૅચમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ ટીમે દિલ્હી કૅપિટલ્સને હરાવીને પાંચમી વાર ટાઇટલ જીતી લીધું.

આ વખતની ફાઇનલ મૅચ સાવ એકતરફી બની રહી, એટલે સુધી કે આ મૅચ તો છેલ્લી ઓવર સુધી પણ પહોંચી ન શકી.

કૅપ્ટન રોહિત શર્માની શાનદાર બેટિંગ અને મૅન ઑફ ધ મૅચ ટ્રૅન્ટ બોલ્ટની કાતિલ બૉલિંગથી મુંબઈ ઇન્ડિયન્સે દબદબો કાયમ રાખતાં દિલ્હી કૅપિટલ્સની ટીમને પાંચ વિકેટથી હરાવી દીધી.

આઈપીએલના ઇતિહાસમાં અન્ય કોઈ ટીમ પાંચ વખત લીગ જીતી શકી નથી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

લોકેશ રાહુલે સૌથી વધુ રન (670) ફટકારીને ઑરેન્જ કૅપ તથા કેગિસો રબાડાએ 30 વિકેટ ખેરવીને પર્પલ કૅપ જીતી હતી.

ફાઇનલ મૅચ રોમાંચક બનશે તેની અપેક્ષા રખાતી હતી પરંતુ રોહિત શર્માએ આવો કોઈ રોમાંચ રહેવા દીધો ન હતો.

પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરને અંતે સાત વિકેટે 156 રનનો સ્કોર નોંધાવ્યો, જે ફાઇનલ મૅચ જોતાં ખાસ જંગી કહી શકાય નહીં.

મુંબઈ ઇન્ડિયન્સે સમગ્ર ઇનિંગ્સ દરમિયાન આસાનીથી બેટિંગ કરી અને અંતે 18.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ વટાવી દીધો હતો.

મૅચ જીતવા માટે 157 રનના ટાર્ગેટ સામે રમતાં મુંબઈની ટીમે પાંચમી ઓવરમાં ક્વિન્ટન ડી કૉકની વિકેટ ગુમાવી દીધી હતી.

તેમણે 12 બૉલમાં ઝડપી 20 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે સ્કોર 90 સુધી પહોંચાડ્યો હતો, જેમાં મોટા ભાગનું યોગદાન રોહિતનું જ રહ્યું હતું.

યાદવ એક સિંગલ લેવાના પ્રયાસમાં ગેરસમજ થતાં રનઆઉટ થયા તે અગાઉ તેમણે 19 રન ફટકાર્યા હતા. હકીકતમાં તેમણે રોહિત માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું હતું.

line

ફાઇનલમાં એકતરફી મૅચ

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, TWITTER-@ipl

એ સમયે તો એમ જ લાગતું હતું કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જ મૅચ પૂરી કરી નાખશે.

સૂર્યકુમાર યાદવે અગાઉની મૅચમાં જે રીતે બેટિંગ કરી તે જોતાં આવી અપેક્ષા રાખવી ખોટી નહોતી પરંતુ રોહિતે જે રીતે બેટિંગ કરી તેના પરથી સાબિત થઈ ગયું કે સિનિયર ખેલાડીનું મહત્ત્વ કેમ હોય છે.

ઈજામાંથી પરત આવ્યા બાદ રોહિત શર્મા ખાસ ફૉર્મમાં જણાતા નહોતા પરંતુ મૅચના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેમણે શાનદાર બેટિંગ કરી હતી.

તેમણે 51 બૉલમાં ચાર સિક્સર સાથે 68 રન ફટકાર્યા હતા. રોહિત આઉટ થયા ત્યારે મુંબઈનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો.

રોહિતની વિકેટ બાદ પોલાર્ડ પણ આઉટ થઈ જતાં મૅચમાં થોડો રોમાંચ પાછો આવ્યો પરંતુ ઔપચારિકતા જ બાકી રહી હતી.

ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમને છેક છેલ્લે સુધી પહોંચાડી દીધી હતી.

અગાઉ દિલ્હી કૅપિટલ્સનો પ્રારંભ કંગાળ રહ્યો કેમ કે ટ્રેન્ટ બોલ્ટે આદત મુજબ પહેલી ઓવરમાં જ માર્કસ સ્ટોઇનિસને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો.

શિખર ધવન આ મૅચમાં તેમનું ફૉર્મ જાળવી શક્યા ન હતા અને માત્ર 15 રન કરી શક્યા હતા. આ સાથે તેમણે સિઝનમાં 618 રન કર્યા હતા.

મુંબઈની સફળતામાં બોલ્ટ અને બુમરાહનું યોગદાન અમૂલ્ય લેખાશે કેમકે જ્યાં અન્ય ટીમના બૉલર માટે 20 વિકેટ લેવી પણ અઘરી થઈ પડે છે, ત્યારે બુમરાહે 27 અને બોલ્ટે 25 વિકેટ લીધી હતી.

એ વાત અલગ છે કે કેગિસો રબાડા 30 વિકેટ સાથે પર્પલ કૅપ માટે આ સિઝનના સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બન્યા હતા પરંતુ બુમરાહ અને બોલ્ટની દરેક વિકેટ મુંબઈ ઇન્ડિયન્સને ટાઇટલ તરફ લઈ ગઈ હતી.

line

ઋષભ પંતની વાપસી

ઋષભ પંત

ઇમેજ સ્રોત, Robert Cianflone/GETTY

આ સિઝનમાં દિલ્હી માટે સૌથી મોટી નિરાશા ઋષભ પંતનું ફૉર્મ રહ્યું હતું.

ઑસ્ટ્રેલિયા જતાં અગાઉ પંત પાસેથી સફળ ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી પરંતુ તે છેક ફાઇનલમાં જ અડધી સદી ફટકારી શક્યા હતા.

ઋષભ પંતે પહેલી વાર તેમનું ફૉર્મ દાખવ્યું અને આક્રમક 56 રન ફટકાર્યા હતા. 38 બૉલની ઇનિંગ્સમાં તેમણે બે સિક્સર ઉપરાંત ચાર ચોગ્ગા ફટકાર્યા તો કૅપ્ટન શ્રેયસ ઐય્યરે પણ સુંદર બેટિંગ કરી હતી.

હકીકતમાં આ બંનેના કારણે જ દિલ્હીની ટીમ 156 રનનો સ્કોર કરી શકી હતી.

ઐય્યરે 50 બૉલમાં અણનમ 65 રન ફટકાર્યા, જેમાં બે સિક્સર અને છ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

line
line

બોલ્ટની પહેલી જ ઓવરમાં વિકેટ લેવાની અનોખી સિદ્ધિ

ટ્રેન્ટ બોલ્ટ

ઇમેજ સ્રોત, Robert Cianflone/GETTY

મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બૉલર ટ્રેન્ટ બોલ્ટે રવિવારની ફાઇનલમાં શાનદાર બૉલિંગ કરી હતી.

તેમણે પહેલી જ ઓવરમાં જ માર્કસ સ્ટોઇનિસને આઉટ કર્યા હતા. આ સાથે વર્તમાન સિઝનમાં બોલ્ટે આઠમી વાર પહેલી જ ઓવરમાં વિકેટ ખેરવી હતી.

એક જ સિઝનની મૅચમાં કોઈ બૉલરે પહેલી ઓવરમાં આઠ વિકેટ ઝડપી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. ટ્રેન્ટ બોલ્ટ ખાસ દિલ્હી સામે આ પ્રકારની સિદ્ધિ વારંવાર હાંસલ કરી છે.

તેમણે સિઝનમાં આઠ વખત પહેલી ઓવરમાં વિકેટ ખેરવી છે, જેમાંથી પાંચ વખત તો દિલ્હી સામે સિદ્ધિ નોંધાવી છે.

તેમણે પ્રથમ લીગ મૅચમાં દિલ્હીના પૃથ્વી શૉને આઉટ કર્યા બાદ ક્વૉલિફાયર મૅચમાં શિખર ધવન, પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણને આઉટ કર્યા હતા તો મંગળવારની ફાઇનલમાં તેમણે માર્કસ સ્ટોઇનિસને આઉટ કર્યા હતા.

આ સિઝનમાં બોલ્ટે કુલ 25 વિકેટ ઝડપી છે, જેમાં પહેલી ઓવરમાં આઠ, ત્રીજી ઓવરમાં છ અને 18મી ઓવરમાં ત્રણ વિકેટનો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે 19મી ઓવરમાં બે વિકેટ ખેરવી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો