ઉત્તર પ્રદેશના ગોહત્યા વિરોધી કાયદા પર અલાહાબાદ હાઈકોર્ટ ખફા કેમ થઈ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/Getty
- લેેખક, સમીરાત્મજ મિશ્રા
- પદ, બીબીસી ગુજરાતી માટે, લખનૌથી
અલાહાબાદ હાઈકોર્ટ આ અઠવાડિયે એક મામલાની સુનાવણી કરતા ઉત્તર પ્રદેશમાં ગોહત્યા વિરોધી કાયદાના ઉપયોગ પર પ્રશ્ન ઊઠાવ્યા છે.
કોર્ટે કહ્યું કે આ કાયદાનો ઉપયોગ નિર્દોષ લોકોની વિરુદ્ધ થઈ રહ્યો છે જ્યારે કાયદાનો ઉપયોગ તેમાં નિહિત ભાવનાથી થવો જોઈએ.
ગોહત્યા કાયદા હેઠળ પકડાયેલા એક આરોપીની જામીન અરજીની સનાવણી દરમિયાન જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું, "કાયદાનો ઉપયોગ નિર્દોષ લોકોની વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં પણ માંસ મળે છે ફોરેન્સિક તપાસમાં ટેસ્ટ કરાવ્યા વગર તેને ગાયનું માંસ જણાવી દેવામાં આવે છે. મોટાભાગના મામલામાં માંસને પરીક્ષણ માટે મોકલાતું પણ નથી. આરોપી એ ગુના માટે જેલમાં રહે છે જે બની શકે કે જે થયો પણ ન થયો હોય."
જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગાયોને જપ્ત થઈ હોવાનું જણાવાય છે પણ રિકવરીનો કોઈ મેમો તૈયાર નથી કરવામાં આવતો અને કોઈને ખબર નથી કે રિકવરી પછી ગાયો ક્યાં જાય છે.
હાઈકોર્ટે ગોવંશની ખરાબ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ગોશાળાઓ દૂધ ન આપનારી ગાયો અને વૃદ્ધ ગાયોને સ્વીકાર નથી કરતી. તેમને ભટકવા માટે રસ્તા પર છોડી દેવામાં આવે છે. સડક પર ગાયો અને પશુધનથી રસ્તા પર અવરજવર કરાનારા લોકોને પણ ખતરો હોય છે.
કોર્ટનું કહેવાનું હતું, સ્થાનિક લોકો અને પોલીસના ડરથી તેમને રાજ્યની બહાર પણ નહીં લઈ જઈ શકાતી. ચરિયાણ પણ હવે કોઈ છે નહીં, એવામાં આ પશુઓ જ્યાં-ત્યાં ભટકે છે અને ખેતરના પાકને નુકસાન પહોંચાડે છે.
અરજી કરનાર રહમુદ્દીને આ મામલામાં કોર્ટમાં અરજી કરી હતી કે તેમની કોઈ ખાસ આરોપ વગર ધરપકડ કરવામાં આવી હતી.
અરજી કરનાર પ્રમાણે, તેમની ધરપકડ ઘટનાસ્થળ પરથી નહોતી થઈ અને ધરપકડ પછી પોલીસે એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે જેને કારણે તેમને પકડવામાં આવ્યા હતા એ ગોમાંસ હતું કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગાયની હત્યા પર 10 વર્ષની સજા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉત્તર પ્રદેશ સરકારે ગોહત્યા નિવારણ કાયદાને વધારે મજબૂત બનાવવાના ઇરાદાથી લૉકડાઉન દરમિયાન જૂન મહિનામાં આમાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તેનાથી સંબંધિત અધ્યાદેશ પણ બહાર પાડ્યો હતો.
પછી 22 ઑગસ્ટના રોજ વિધાનસભાના સંક્ષિપ્ત સત્ર દરમિયાન આ અધ્યાદેશને સદનમાંથી પસાર પણ કરી દેવામાં આવ્યા.
જેની હેઠળ યુપીમાં ગાયની હત્યા પર 10 વર્ષ સુધીની સજા અને ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
એ સિવાય ગોવંશના અંગભંગ કરવા પર સાત વર્ષની જેલ અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
એ વખતે ખરડા વિશે રાજ્યના અવરસચિવ ગૃહ અવનીશ અવસ્થીએ કહ્યું કે આનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશ ગોવધ નિવારણ કાયદા, 1955ને વધારે સંગઠિત અને પ્રભાવી બનાવવા તથા ગોવંશના પશુઓની રક્ષા અને ગોવધની ઘટનાઓ સંબંધિત ગુનાઓ પર પૂર્ણ રૂપે લગામ લગાવાનો છે.
ઉત્તર પ્રદેશ ગોવધ નિવારણ અધિનિયમ, 1955 વર્ષ 1956માં છ જાન્યુઆરીએ લાગુ થયો હતો અને તે વર્ષે જ તેની નિયમાવલી બની હતી.
આ કાયદામાં અત્યાર સુધી ચાર વખત અને નિયમોમાં બે વખત સંશોધન થયા છે.
સરકારનું કહેવું છે કે નવા સંશોધનથી ગોવંશના પશુઓનું સંરક્ષણ પ્રભાવી રીતે કરી શકાશે અને ગોવંશના પશુઓના અનિયમિત પરિવહન પર અંકુશ લગાવવામાં મદદ મળશે.

ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી

ઇમેજ સ્રોત, FRANK BIENEWALD
યુપીમાં ભાજપ સરકાર રાજ્યમાં ગોવંશની વિરુદ્ધ ગુનાને રોકવા માટે શરૂથી જ તમામ પ્રયત્નો કરતી રહી છે અને ગાયોના ખુલ્લામાં ફરવાને લઈને પણ સરકારનું વલણ કડક રહ્યું છે.
સરકારે દરેક જિલ્લામાં ગોશાળાઓ બનાવવાના આદેશ પણ આપ્યા છે. છતાં રસ્તા પર મોટી સંખ્યા ગાયો અને અન્ય પશુઓ રખડતાં જોવા મળે છે પરંતુ ગોશાળાઓમાં પણ અવારનવાર ભૂખ અને બીમારીથી ગાયોના મરવાના સમાચાર પણ આવતા રહે છે.
ગોહત્યા રોકવા માટે સરકારે નિયમોને કડક કર્યા છે અને સંશોધિત કાયદામાં આને લઈને ઘણી બાબતો કહેવામાં આવી છે.
પ્રથમ વખત ગોહત્યાના આરોપ સાબિત થવા પર ત્રણથી 10 વર્ષની સજા અને ત્રણ લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જ જોગવાઈ છે જ્યારે બીજી વખત આવો આરોપ સાબિત થવાથી દંડ અને જેલની સજા બંને ભોગવવી પડે છે.
એટલું જ નહીં, બીજી વખત આ અપરાધ કરવા પર ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ કાર્યવાહી અને સંપત્તિ જપ્ત કરવાની પણ જોગવાઈ છે.
ગોહત્યાના આરોપમાં સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ મોટા પાયે કાર્યવાહી કરી છે.
છેલ્લા મહિને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ઉપયોગ સૌથી વધુ ગોવંશની વિરુદ્ધના ગુનાઓમાં થયો હતો.

એક વર્ષમાં 1700થી વધારે કેસ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
રાજ્યના અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ કુમાર અવસ્થી મુજબ આ વર્ષે ઑગસ્ટ મહિના સુધી યુપી પોલીસે રાજ્યમાં 139 લોકોની વિરુદ્ધ એનએસએ લગાવ્યો છે, જેમાંથી 76 કેસ ગોહત્યાના છે.
ગોહત્યાના કેસમાં આટલી મોટી સંખ્યામાં એનએસએ હેઠળ કાર્યવાહી વિશે અવનીશ કુમાર અવસ્થીએ કહ્યું કે કડકાઈથી ગોહત્યા કાયદો લાગુ કરવાને કારણે આવું થયું છે અને મોટાભાગના કેસમાં હોઈકોર્ટે પણ મંજૂર આપી છે.
બીબીસી સાથે વાત કરતા અવનીશ અવસ્થીએ કહ્યું, "ગોહત્યાના કેસ બહુ સંવેદનશીલ હોય છે. જેને કારણે તમામ મુશ્કેલીઓ આવે છે. એટલે સરકારે આ મોટું પગલું લીધું છે કાયદો પણ કડક બનાવ્યો છે અને આવા કેસમાં સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે. આજે ક્યાંય તોફાન નથી થઈ રહ્યા. આ બધું આનું જ પરિણામ છે. "
ગોવંશની વિરુદ્ધના ગુનાના કેસમાં એનએસએ સિવાય આ વર્ષે અત્યાર સુધી ઉત્તર પ્રદેશ ગોહત્યા નિવારણ અધિનિયમ હેઠળ પણ 1700થી વધારે કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે અને ચાર હજારથી વધારે લોકોની ધરપકડ પણ થઈ છે.
જોકે આરોપીઓની વિરુદ્ધ પુરાવા ભેગા ન કરી શકવાને કારણે પોલીસે 32 કેસમાં ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરવો પડ્યો છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













