પીવીએસ શર્મા : 'નોટબંધીમાં ભ્રષ્ટાચાર' મુદ્દે નરેન્દ્ર મોદીને ફરિયાદ કરનાર પૂર્વ IT ઑફિસર કોણ છે?

ઇમેજ સ્રોત, Twitter/PVS Sarma
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
સુરતમાં પૂર્વ ઇન્કમટૅક્સ અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્મા હાલ ઘણા ચર્ચામાં છે અને નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને કરેલી ફરિયાદ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
તાજેતરમાં જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઑનલાઇન ફરિયાદ કરી હતી કે નોટબંધી દરમિયાન સુરતમાં કેટલાક જ્વેલર્સ, સીએ તથા આવકવેરા વિભાગના અધિકારીઓની મિલિભગતથી કરોડોનો કથિત ભ્રષ્ટાચાર થયો છે.
તેમનું કહેવું છે કે આ કૌભાંડને કારણે સરકારને ઘણું મોટું નુકસાન થયું છે.
તેમણે કેટલીક વ્યક્તિઓ અને કંપનીઓ પર મની લૉન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.

ઇમેજ સ્રોત, Twitter
જોકે આ મુદ્દો વઘુ ચર્ચિત એટલે બન્યો છે કેમ કે પૂર્વ આઈટી અધિકારીએ ટ્વિટર પર આ ફરિયાદ કરી એ બાદ તેમના ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે.
પીવીએસ શર્માએ 19મી ઑક્ટોબરે ટ્વિટર પર એક ડૉક્યુમેન્ટ શૅર કરીને વડા પ્રધાન, વડા પ્રધાન કચેરી અને નાણામંત્રીને ટૅગ કરી નોટબંધી દરમિયાન ભ્રષ્ટાચાર થયાની વાત કહી હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું, "માનનીય મોદીજી આ રીતે નોટબંધીના આઇડિયાને ભ્રષ્ટાચારીઓએ નિષ્ફળ બનાવી દીધો. રોકડ જમા 110 કરોડ રૂપિયા, આવક 84 લાખ રૂપિયા અને ટૅક્સ 80 લાખ રૂપિયા."
"આવકવેરા વિભાગે આંખે પટ્ટી બાંધી છે અને સેટલમૅન્ટ કમિશને અતાર્કિક દલીલો પણ સ્વીકારી લીધી છે, જેથી સરકારને મોટું નુકસાન ગયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
21મી તારીખે તેમણે એક અન્ય ટ્વીટ કરીન તેઓ કોરોના સંક્રમણમાંથી સાજા થઈ ગયા હોવાની વાત પણ કહી હતી. તેમાં પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટૅગ કર્યા હતા.
જે વ્યક્તિ અને કંપની પર કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે, તેમના વિશે તેમણે ફરી એક ટ્વીટ કરીને તેમના તાર એનસીપી સાથે જોડાયેલા હોવાનો પણ આક્ષોપ કર્યો હતો.
જોકે આ વાત તેમણે ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશાધ્યક્ષ અર્જુન મોઢવાડિયાના ટ્વીટના જવાબમાં કરી હતી.
આ ટ્વીટમાં મોઢવાડિયાએ પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવેલી 'નોટબંધી વખતે કથિત ભ્રષ્ટાચાર'ની ટિપ્પણી મુદ્દે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ દરમિયાન સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આઈટીની ટીમે તેમના નિવાસસ્થાને તથા અન્ય કેટલાક ઠેકાણે દરોડા પાડીને તપાસ કરી હતી.
આ તપાસ કેમ કરવામાં આવી રહી છે તેના વિશે આવકવેરા વિભાગે સત્તાવારરૂપે કોઈ નિવેદન બહાર નથી પાડ્યું.
જોકે સ્થાનિક મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આવકથી વધુ સંપત્તિ અને જૂના કેસના મુદ્દે આ કાર્યવાહી થઈ છે.
આ દરમિયાન બીબીસીએ પીવીએસ શર્માનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.
જોકે કહેવાઈ રહ્યું છે કે આવકવેરા વિભાગે તેમનો ફોન જપ્ત કરેલ છે. તેમની સાથે વાતચીત બાદ તેમનું નિવેદન સામેલ કરી લેવામાં આવશે.
બીજી તરફ દરોડાને પગલે પીવીએસ શર્માએ નિવાસસ્થાનની બહાર જ ધરણા કર્યા હતા. જેમાં તેમણે તેમના મૂળભૂત અધિકારોનું હનન થયાની વાત કરી છે.
તેમણે સ્થાનિક મીડિયામાં એક નિવેદન આપ્યું હતું.
અહેવાલો પ્રમાણે નિવેદનમાં તેમણે કહ્યું હતું,"આવકવેરાની તપાસ મારા મૌલિક અધિકારોનું હનન છે. મારો ફોન પણ તેઓ મને વાપરવા નથી દેતા. મને 21મી તારીખે સમન્સ મળ્યું અને 27 ઑક્ટોબરે જવાબ આપવા બોલાવ્યો હતો."
"તો પછી એ પહેલાં જ 10:30 કલાકે રાત્રે દરોડા પાડવાની શું જરૂર હતી? મારી પાસે આવકવેરાના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી શકે તેવા દસ્તાવેજો છે, તે જપ્ત કરવા રાતોરાત દરોડા પાડ્યા છે."
કોણ છે પીવીએસ શર્મા?

ઇમેજ સ્રોત, Twitter/PVS Sarma
વેંકટ સત્યનારાયણ શર્મા પુષ્પમૂર્તિ એટલે પીવીએસ શર્મા મૂળે તેલંગણાના નાલગોંડા જિલ્લાના છે.
તેમની વેબસાઇટ પર પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે વર્ષ 1990થી 2007 દરમિયાન ઇન્કમટૅક્સ વિભાગમાં ફરજ બજાવી છે, તેમણે કેટલાંક વર્ષો પહેલાં વીઆરએસ હેઠળ નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ છે તથા તેઓ કેટલીક ખાનગી કંપની સાથે પણ જોડાયેલા છે.
તેમની વેબસાઇટ અનુસાર તેઓ પોતાને એક સામાજિક કાર્યકર અને પબ્લિક ફિગર ગણાવે છે.
પીવીએસ શર્મા ઘણાં વર્ષો સુધી સુરતમાં ઇન્કમટૅક્સ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમને ટાંકીને સ્થાનિક મીડિયામાં કહેવાય છે કે તેમણે ખુદ નોકરી દરમિયાન 300થી વધુ દરોડા પાડવાની કામગીરી કરી હતી.
તેઓ સુરતમાં ભાજપના કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને પરિવાર સાથે સુરતમાં જ રહે છે.
વળી તેઓ ભૂતકાળમાં આવકવેરા અધિકારીઓના રાષ્ટ્રીય ઍસોસિયેશનમાં ઉપપ્રમુખ અને રાજ્ય સ્તરના એસોશિયેશમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
વળી સુરતમાં તેઓ તેલુગુભાષી સમુદાયના લોકોનું નેતૃત્વ પણ કરે છે. તેમણે સંમેલનો પણ યોજ્યા છે.
તેઓ ભારત સરકારના રૅવન્યુ વિભાગના વરિષ્ઠ ઇન્કમટૅક્સ ઑફિસર રહ્યા છે. તેમના ક્વૉલિફિકેશનની વાત કરીએ તો તેમણે કૉમર્સ વિષય સાથે સ્નાતક અને મૅનેજમૅન્ટમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે.

ઇમેજ સ્રોત, Twitter/PVS Sarma
અત્રે એ પણ નોંધવું કે શર્મા સુરતમાં તેલુગુ સમુદાયનો જાણીતો ચહેરો છે, તેમણે 2017ની વિધાનસભા ચૂંટણી લડવા મામલે ઇચ્છા પણ જાહેર કરી હતી.
જોકે તેમને ટિકિટ નહોતી મળી. પરંતુ તેમણે તેલુગુ મતદારોની વચ્ચે જઈને ભાજપ માટે પ્રચાર કર્યો હતો.
પૂર્વ આઈટી અધિકારી અને ખુદ ભાજપના નેતાએ શહેરમાં નોટબંધી દરમિયાન ભ્રષ્ટાચારની ફરિયાદ કરી અને પછી તેમના ત્યાં જ દરોડા પડતાં રાજકારણ પણ ગરમાયું છે.
આ સમગ્ર મામલે બીબીસીએ સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાની સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું,"આઈટીના દરોડા તો ક્યાંય પણ પડી શકે છે. હું બિઝનેસ કરતો હોવ તો મારે ત્યાં પણ પડી શકે. ભારતીય જનતા પાર્ટી પાર્ટીની વ્યક્તિ હોય કે બહારની, કોઈ પણ સાથે ભેદભાવ નથી કરતી."
"વળી તેમણે (પીવીએસ શર્માએ) જે આક્ષેપો કર્યા છે, તો તેમની પાસે પુરાવા હશે તો તેએ રજૂ કરશે. વળી એમની ફરિયાદ અને તેમને ત્યાં દરોડા બંને અલગ-અલગ બાબત છે. તેને એક સાથે જોડવી ન જોઈએ."
પાર્ટીના જ નેતાએ નોટબંધીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી અને તેમને ત્યાં દરોડા પણ પડ્યા છે, તેનાથી પાર્ટીની છબિ ખરડાઈ?
એવું પૂછતાં તેમણે પ્રત્યુત્તર આપ્યો કે તેમણે ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરી તે વાત અને દરોડા પડ્યા તે બંને મુદ્દા અલગ છે.
વળી બીજી તરફ સુરત શહેર કૉંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકાનું કહેવું છે કે આમાં કંઈક તો ખોટું થયું જ છે.
તેમણે કહ્યું, "અમે તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે એ આવે એટલે આગળ કામગીરી કરીશું. પીવીએસ શર્મા અનુસાર 500 કરોડથી વધુનું કૌભાંડ થયું છે."
"તેમાં ભાજપના જ નેતાઓની સામેલગીરી છે. ખરેખર દરોડા પાડીને તેઓ આઈટીના અધિકારીઓની કરતૂતોને પણ છાવરવાની કોશિશ કરી રહ્યા છે. અમે નિષ્પક્ષ તપાસની માગણી કરીએ છીએ."
અત્રે ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્માએ કરેલા આક્ષેપ મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થાય તેવી માગ કરાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
વળી 9મી ઑક્ટોબરે તેમણે આઈટી અધિકારીઓની એક કેસમાં સંડોવણી સંદર્ભે ટ્વીટ પણ કર્યું હતું.
એક વેપારીની કથિત આત્મહત્યાના કેસમાં આઈટી અધિકારીઓની મિલિભગત હોવાના આક્ષેપ સાથે પણ તેમણે ટ્વીટ કર્યું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












