You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેતી વિધેયક : મોદી સરકારના કૃષિ વિધેયક સામે મંત્રીએ રાજીનામું કેમ આપ્યું?
શિરોમણી અકાલી દલના નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ખેતી વિધેયકના વિરોધમાં કેન્દ્રિય મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારના પ્રસ્તાવિત બિલનો સૌથી વધારે વિરોધ તેલંગણા, આંધ્ર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે.
આ પહેલાં સમાચાર એજન્સી પીટીઆઈએ સુખબીર સિંહ બાદલે લોકસભામાં આપેલા નિવેદનને ટાંકીને સમાચાર આપ્યા હતા કે હરસિમરત કૌર બાદલ ખેતીના વિધેયકના વિરોધમાં સરકારમાંથી રાજીનામુ આપી શકે છે.
પરંતુ હાલ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે અકાલી દલ સરકારને સમર્થન ચાલુ રાખશે કે સરકાર પાસેથી સમર્થન પરત ખેંચશે.
સરકારની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દલે સરકાર તરફથી રજૂ કરાયેલા ખેતી વિધેયકનો વિરોધ કરી રહી છે. તેમાંથી આ કેસમાં પોતાના સંસદ સભ્યોને આની વિરુદ્ધમાં વોટ કરવાનું કહ્યું છે.
સરકારે ખેતી સંબંધિત ત્રણ વિધેયક લોકસભામાં સોમવારે રજૂ કર્યા હતા.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના ઉત્પાદન, વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર વિધેયક અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદાને લોકસભામાં રજૂ કર્યા છે, જે આનાથી સંબંધિત અધ્યાદેશનું સ્થાન લેશે.
તેમણે સંસદમાં આ વિધેયકોને રજૂ કરતા કહ્યું કે આ વિધેયકના કારણે ખેડૂતોને લાભ થશે.
વિરોધ
જ્યારે વિપક્ષના નેતાનું કહેવું છે કે સરકાર તરફથી રજૂ કરાયેલો વિધેયક ખેડૂત વિરોધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું, "ખેડૂત જ છે જે ખરીદી છૂટક કરે છે અને ઉત્પાદનનું વેચાણ જથ્થાબંધમાં કરે છે. મોદી સરકારે ત્રણ કાળા અધ્યાદેશ ખેડૂત અને ખેતમજૂરો પર ઘાતક પ્રહાર છે જેથી ન તો તેમને એમએસપી અને હક મળે અને મજબૂરીમાં ખેડૂત પોતાની જમીન ધનિકોને વેચી દે. મોદીજીનું એક બીજું ખેડૂત વિરોધી ષડયંત્ર."
આખા દેશના ખેડૂત સંગઠન આનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવા કાયદા લાગૂ થવાની સાથે જ કૃષિ સેક્ટર પણ અમીરો અને કૉર્પોરેટ્સના હાથમાં જતું રહેશે અને આનાથી ખેડૂતોને નુકસાન થશે.
સીટૂના ઉપાધ્યક્ષ જ્ઞાન શંકર મજૂમદારે સરકાર પર આરોપ લગાવ્યો કે ત્રણે વિધાયક એક વખત ફરીથી ખેડૂતોને ખેતમજૂરી તરફ ધકેલશે.
તેમણે કહ્યુ કે પશુ ધન અને બજાર સમિતિઓ કોઈ વિસ્તાર સુધી સીમિત રહેશે નહીં. જો કોઈ ખેડૂત પોતાનું ઉત્પાદન યાર્ડમાં વેચવા માટે જશે, તો બીજી જગ્યાના લોકો પણ આવીને તે મંડીમાં પોતાનો માલ નાખશે અને ખેડૂતને તેની નક્કી કિંમત નહીં મળે.
કરાર આધારિત જે ખેતી કરે છે તેને લઈને કિસાન સંગઠનોનું કહેવું છે કે જે કંપની અથવા વ્યક્તિ કરારથી ખેતીનું ઉત્પાદન લેશે, તેણે કુદરતી આપત્તિમાં કૃષિમાં થયેલા કોઈ નુકશાન સાથે કોઈ સંબંધ નહીં હોય. આની ખોટ માત્ર ખેડૂતે જ ઉઠાવવી પડશે.
ખેડૂત સંગઠનોનું એમ પણ કહેવું છે કે આવશ્યક વસ્તુ અધિનિયમમાં પહેલાં ખેડૂતો ખાદ્ય સામગ્રીને એક જગ્યાએ જમા કરીને રાખવા માટે કોઈ પ્રતિબંધ હતો નહી. આ પ્રતિબંધ માત્ર કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલી વેપારી કંપનીઓ પર જ હતી. હવે સુધારા પછી જમાખોરીને રોકવાની કોઈ વ્યવસ્થા નહીં રહે, જેના કારણે મોટા કૉર્પોરેટ્સને ફાયદો થશે, પરંતુ ખેડૂતોને નુકશાન થશે.
ડૅમેજ કંટ્રોલ?
હરસિમરત કૌરના રાજીનામાને ડેમેજ કન્ટ્રોલ કહેતા પંજાબના મુખ્ય મંત્રીએ ટ્વીટ કર્યું કે, "હરસિમત કૌરનું કેન્દ્રિય કેબિનેટમાંથી આપવામાં આવેલું રાજીનામું અકાલી દલ માટે લાંબા ગાળાથી ઘડવામાં આવતી લાંબી ચેઇનનો ભાગ છે. તેમણે હજું પણ શાસક પક્ષ સાથેનું પોતાનું ગઠબંધન તોડ્યું નથી. તેમને ખેડુતોની કોઈ ચિંતાથી નહીં પરંતુ તેમણે પોતાની ઘટતી રાજકીય પ્રભુત્વને બચાવવા આ પહલું ભર્યું છે. બહુ થોડું મોડું થયું."
બીબીસી ન્યૂઝ પંજાબીના તંત્રી અતુલ સેન્ગરે આ અંગે કહ્યું, "ખેડૂત કાયદાઓમાં આવેલા સુધારાનું હરસિમરતકૌરે સમર્થન કર્યું અને પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી સુખબિર સિંઘ બાદલે પાંચ વખત સમર્થન કર્યું હતું. હાલ રાજીનામું આપવાની પ્રક્રિયા તેમનું ડૅમેજ કન્ટ્રોલ છે."
તેઓ રસ્તા પર ઉતરેલા હજારો ખેડૂતો અકાળી દળના સમર્થક હોવાનું કહીને કહે છે, "આ વિધેયકનો વિરોધ કરતા રસ્તા પર ઉતરેલાં હજારો ખેડૂતો અકાલી દળના મુખ્ય મતદારો છે. તેમને ભય છે કે આ કાયદો મોટા કૉર્પોરેટ્સ માટે દરવાજા ખોલશે અને એમનું દમન વધશે."
"મુખ્ય મંત્રી અમરિંદર સિંહ સાચા હોય એવું લાગી રહ્યું છે કે બાદલ "દેર આયે, દુરસ્ત આયે અને બાદલની ગેરવ્યાજબી રમત રમી રહ્યા છે"
ત્રણ નવા વિધેયકમાં આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધનના પ્રસ્તાવની સાથે-સાથે મંડીમાં ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે અને સાથે જ પ્રસ્તાવ છે કે રાજ્યોમાં ખેતીની ઉપજ અને પશુધન બજાર સમિતિઓ માટે હાલ સુધી ચાલી રહેલા કાયદાઓમાં પણ સુધારો કરવામાં આવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો