1965નું યુદ્ધ અને પાકિસ્તાન સામે ભારતની મુસ્લિમ રેજિમૅન્ટની હકીકત - ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી ગુજરાતી
સૈનિકોની સંખ્યાની દૃષ્ટિએ દુનિયાની બીજી સૌથી મોટી જમીન પર લડનારી સેના ભારતની છે. આજે આમાં 12 લાખથી વધારે સક્રિય અને અંદાજે 10 લાખ રિઝર્વ સૈનિક છે.
ભારતીય સૈન્યમાં આર્મ્સ અને સર્વિસિઝ ફોર્સ સિવાય અનેક અલગ-અલગ રેજિમૅન્ટ્સ છે. આ રેજિમૅન્ટ્સમાં ઇન્ફન્ટ્રિ અને અનેક રેજિમૅન્ટ્સની પરેડ આપણે ગણતંત્ર દિવસે રાજપથ પર જોઈએ છીએ.
ઇન્ફન્ટ્રિ હથિયાર સાથે ચાલતા પાયદળ માટે વાપરવામાં આવતો શબ્દ છે. ભારતીય સૈન્યની ઇન્ફન્ટ્રિમાં શીખ, ગઢવાલ, કુમાઉં, જાટ, મહાર, ગોરખા, રાજપૂત સહિતની 31 રેજિમૅન્ટ છે.
આની ચર્ચા અહીં એટલા માટે થઈ રહી છે કારણ કે એક રેજિમૅન્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર જોર-શોરથી ચાલી રહી છે.

શું છે કેસ?

ઇમેજ સ્રોત, Facebook
ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર સતત એવા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય સૈન્યની મુસ્લિમ રેજિમૅન્ટે 1965ના યુદ્ધમાં પાકિતાન સામે યુદ્ધ લડવાની ના પાડી દીધી હતી.
આ સિવાય અનેક યુઝર્સે લખ્યું છે કે મુસ્લિમ સૈનિકોના હથિયારોને લઈ લેવામાં આવ્યા અને તે પછી આ રેજિમૅન્ટને વિખરી દેવામાં આવી.

શું છે સત્ય?
મેજર જનરલ (રિટાયર્ડ) શશિ અસ્થાના મુસ્લિમ રેજિમૅન્ટના દાવાને ખારિજ કરતા કહે છે કે ભારતની સેનામાં ક્યારેય મુસ્લિમ રેજિમૅન્ટ નામની કોઈ રેજિમૅન્ટ જ ન હતી.
તે કહે છે કે જાતિ અને પ્રજાતિના આધારે રેજિમૅન્ટ બ્રિટિશ કાળમાં બનાવવામાં આવી હતી અથવા તો તે સેના હતી જે એક રજવાડાંના સૈન્યના રૂપમાં કામ કરતી હતી, જેમ કે જમ્મુ-કાશ્મીર લાઇડ ઇન્ફન્ટ્રિ રેજિમૅન્ટ. આ રેજિમૅન્ટ જમ્મુ-કાશ્મીરના રજવાડાનું સૈન્ય હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Twitter
તે કહે છે, "ભારતની સ્વતંત્રતા પછી આ રેજિમૅન્ટને તેમના જ નામથી યથાવત રાખવામાં આવી. આનો અર્થ એ નથી કે સૈન્ય જાતિવાદ અથવા સાંપ્રદાયિક્તાને વધારવા માગે છે પરંતુ આ ઇતિહાસને સાચવીને રાખવામાં આવ્યો છે."
રેજિમૅન્ટનો એક ઇતિહાસ રહ્યો છે, ભારતીય સૈન્યમાં મદ્રાસ રેજિમેન્ટ 200 વર્ષથી પણ વધારે જૂની છે અને કુમાઉ રેજિમૅન્ટે તો બંને વિશ્વ યુદ્ધોમાં ભાગ લીધો હતો.

ઇમેજ સ્રોત, Twitter
લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સૈયદ અતા હુસનૈ મુસ્લિમ રેજિમેન્ટના દાવા પર કહે છે કે આ પ્રોપેગેન્ડા છે અને ભારતીય સૈન્યમાં છેલ્લા 200 વર્ષથી પણ મુસ્લિમ રેજિમેન્ટ ન હતી.
તે કહે છે, "બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં શીખ, પંજાબ, ગઢવાલ જેવી રેજિમૅન્ટ સિવાય બલોચ અને ફ્રંટિયર ફોર્સ રેજિમૅન્ટ પણ હતી, ભાગલા પછી બલોચ અને ફ્રન્ટિયર રેજિમૅન્ટ પાકિસ્તાનમાં જતી રહી અને પંજાબ રેજિમૅન્ટ પાકિસ્તાનમાં પણ છે અને ભારતમાં પણ છે."

ભારતીય સૈન્યમાં મુસલમાન?
ભારતના સૈન્યમાં કુલ કેટલા મુસલમાન છે, તેનો કોઈ અધિકૃત આંકડો નથી. જોકે, 2014માં 'ધ ડિપ્લોમેટ' મૅગેઝિને એક રિપોર્ટનો અહેવાલ ટાંકીને કહ્યું હતું કે ભારતીય સૈન્યમાં 3 ટકા મુસ્લિમ છે અને એમાંથી જમ્મુ-કાશ્મીર એન્ડ લાઇટ ઇન્ફન્ટ્રિમાં 50 ટકા મુસ્લિમ છે.
મેજનર જનરલ (રિટાયર્ડ) શશિ અસ્થાના કહે છે કે ભારતીય સૈન્યમાં ભરતી જાતિ અથવા ધર્મના આધારે નથી થતી, સૈન્ય માત્ર ફિટનેસ જુએ છે.
તે કહે છે કે સૈન્યમાં કોઈ અનામત નથી અને જો તમારી યુપીમાં ભરતી થતી હોય તો તમે ગઢવાલી હોવ, કુમાઉ હોવ અથવા મુસ્લિમ હોવ કોઈ પણ ભરતીમાં આવી શકે છે રેજિમૅન્ટ કોઈ પણ હોય તમારી પસંદગી મેરિટના આધારે થાય છે, તમે શારીરિક રીતે ફિટ હોવા જોઈએ જેથી તમારી પસંદગી થાય.
મેજર જનરલ (રિટાયર્ડ) શશિ અસ્થાના કહે છે કે ભારતીય સૈન્યની અનેક રેજિમૅન્ટમાં મુસલમાન છે અને દરેક લડાઈમાં મુસલમાન સૈનિકોએ ભારે સાહસનો પરિચય આપ્યો છે.
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મુસ્લિમ રેજિમૅન્ટે હથિયારો નાખી દીધા એવી અફવા ઉડાવવામાં આવી રહી છે, તે યુદ્ધમાં ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદે પાકિસ્તાનની ચારથી વધારે ટેન્કને ઉડાવી દીધી હતી અને તેમને મરણોપરાંત દેશના શીર્ષ સૈન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.
બીબીસી હિંદીની ફૅક્ટ ચેક ટીમે શોધ્યું કે ભારતીય સૈન્યમાં આઝાદી પહેલાં અને પછી કોઈ મુસ્લિમ રેજિમૅન્ટ ન હતી અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલો મુસ્લિમ રેજિમૅન્ટેનો અને તેણે પાકિસ્તાન સામે હથિયાર ફેંકી દીધાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












