કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1410 નવા કોરોના કેસ, સાજા થનારનો આંકડો પણ લાખને પાર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરાનાથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચીને 1,01,101 થઈ છે.

સુરત જિલ્લામાં આજે 286, અમદાવાદમાં 173, રાજકોટમાં 144, વડોદરામાં 135 અને જામનગરમાં 129 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે થયેલાં 16 મૃત્યુમાંથી સુરત અને રાજકોટમાં ચાર-ચાર, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ અને ગાંધીનગરમાં બે દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,20,498એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3289 છે.

મુંબઈમાં કોરોનાને પગલે કલમ 144 લાગુ, ગુજરાતમાં 1379 નવા કેસ નોંધાયા

કોરોના વાઇરસની મહામારીને પગલે મુંબઈ પોલીસે સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી છે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1379 કેસ નોંધાયા છે. જ્યારે 14 દરદીઓના મૃત્યુ થયા છે.

જોકે, મુંબઈ પોલીસે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે 144 કલમનો પરિપત્ર એ એક્સટેનન્શન છે અને નવી કોઈ વાત નથી.

સુરત જિલ્લામાં આજે 280, અમદાવાદમાં 171, રાજકોટમાં 145 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 1,19,088એ પહોંચી છે. જ્યારે 3273 દરદીના મૃત્યુ થયા છે.

રાજ્યમાં આજે સૌથી વધારે મૃત્યુ સુરતમાં થયા છે. સુરત જિલ્લામાં 6 દરદીના, અમદાવાદમાં 4, વડોદરામાં 2, બનાસકાંઠા, દ્રારકામાં એક-એક દરદીનું મૃત્યુ થયું છે.

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

નીતિન ગડકરી કોરોનાગ્રસ્ત, ગુજરાતમાં આજે નોંધાયા 1364 કેસ

કેન્દ્રિય માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરી કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના 1364 કેસ આજે નોંધાયા છે.

નીતિન ગડકરીએ પોતાના કોરોનાગ્રસ્ત થવાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે 12 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આજે ગુજરાતમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં આજે 281, અમદાવાદમાં 165 અને રાજકોટ જિલ્લામાં 143 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,17,709એ પહોંચી છે. 3259 લોકોના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 50 લાખને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 90,123 કેસ નોધાતા દેશમાં કુલ કેસની સંખ્યા 50 લાખના આંકને પાર કરી ગઈ છે. આ દરમિયાન દેશમાં વધુ 1,290 મૃત્યુ પણ થયાં છે.

ભારતના સ્વાથ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયને ટાંકીને સમસાર સંસ્થા એએનઆઈ જણાવે છે કે હાલમાં દેશમાં 9,95,933 કુલ સક્રિય કેસ છે. જ્યારે 39,42,361 લોકો એવા છે, જે સાજા થઈ ગયા છે.

કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી દેશમાં 82,066 લોકોનાં મૃત્યુ થયાં છે.

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

કોરોના વાઇરસ અપડેટ : ગુજરાતમાં આજે 1349 નવા કેસ, કયાં શહેરમાં કેટલા કેસ?

ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 1349 નવા કેસ નોંધાતાં કુલ આંક 1,16,345એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં આજે 17 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આજે સુરતમાં 277, અમદાવાદમાં 172, રાજકોટમાં 141, વડોદરામાં 129 અને જામનગરમાં 123 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં 17 દરદીઓનાં મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃતકાંક 3,247એ પહોંચ્યો છે.

સુરતમાં પાંચ, અમદાવાદમાં ચાર, જામનગરમાં ત્રણ અને વડોદરામાં બે દરદીઓનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 96,709 કોરોના સંક્રમિતો સારવાર બાદ સ્વાસ્થ થયા છે.

કુલ કેસ 49 લાખને પાર

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગત 24 કલાકમાં રિપોર્ટ કરાયેલા કોરોના વાઇરસના 83,809 નવા કેસ સાથ જ દેશમાં કોરોના વાઇરસની કુલ સંખ્યા 49 લાખને પાર થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે ગત 24 કલાકામાં 1054 લોકોનાં આ મહામારીને લીધે મૃત્યુ થયાં છે.

હાલ દેશમાં કોરોના સંક્રમણના કુલ 990,061 સક્રીય મામલા છે, જ્યારે 38,59,400 લોકો એવા પણ છે, જે આ બીમારીનો ભોગ બન્યા બાદ સાજા પણ થઈ ગયા છે.

કોરોના મહામારીને લીધે દેશમાં અત્યાર સુધી 80,776 લોકોનો જીવ ગયો છે.

મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, અહીં કોરોના વાઇરસના 291,630 સક્રિય કેસો છે.

મનીષ સિસોદિયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને કહ્યું 'હું એકાંતવાસમાં છું'

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

સિસોદિયાએ ટ્વીટ કરતાં કહ્યું હતું, "થોડો તાવ હતો એટલે આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે."

"હું એકાંતવાસમાં છું. અત્યારે અન્ય કોઈ તકલીફ નથી, હું પૂર્ણ રીતે ઠીક છું."

"તમારા બધાની દુઆથી જલદી જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈને કામ પર પરત આવીશ."

ભારતમાં સંક્રમિતોની સંખ્યા 48 લાખને પાર

પાછલા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના 92,071 નવા કેસ સાથે સોમવારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 48 લાખને પાર પહોંચી ગઈ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 48 લાખ 46 હજાર 428 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

જોકે એમાંથી નવ લાખ 86 હજાર 598 કેસ જ સક્રિય છે અને 37 લાખ 80 હજાર 108 લોકો સંક્રમણ પછી સ્વસ્થ થયા છે.

પાછલા 24 કલાકમાં દેશમાં 1,136 લોકોના જીવ ગયા છે. આ સાથે જ મૃતકાંક 79,722 થયો છે.

દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં હાલ કોરોના સંક્રમણના બે લાખ 80 હજાર 138 સક્રિય કેસ છે અને અહીં 29,115 લોકોના જીવ ગયા છે.

મહારાષ્ટ્ર પછી આંધ્ર પ્રદેશ બીજું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં 95,733 સક્રિય કેસ છે. આંધ્ર પ્રદેશમાં કોરોના સંક્રમણને કારણે 4,846 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોના વાઇરસ હવે સૌથી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે - WHO

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના વિક્રમજનક 3,07,930 કેસ નોંધ્યા છે. કોરોનાના નવા મામલામાં સૌથી ઝડપથી વૃદ્ધિ ભારત, અમેરિકા અને બ્રાઝિલમાં જોવા મળી રહી છે.

સંગઠનના અહેવાલ અનુસાર શનિવારે ભારતમાં કોરોના વાઇરસના 94,372 નવા મામલા સામે આવ્યા. જ્યારે અમેરિકામાં 45,523 અને બ્રાઝિલમાં 43,718 કેસ નોંધાયા.

આ દરમિયાન અમેરિકા અને ભારત, બન્ને રાષ્ટ્રોમાં કોરોનાને લીધે 1000 કરતાં વધુ લોકોનો ભોગ લેવાયો.

અમેરિકા બાદ ભારતમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર ઑગસ્ટમાં ભારતમાં કોરોના વાઇરસના લગભગ 20 લાખ કેસ નોંધાયા હતા.

જે આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે.

વિશ્વ આરોગ્ય સંગઠને એવું પણ કહ્યું છે કે ભારતમાં સપ્ટેમ્બર મહિનાના આરંભથી જ દરરોજ સરેરાશ એક હજારથી વધુ લોકો આ વાઇરના ચેપથી મરી રહ્યા છે.

ઇઝરાયલ : કોરોનાના દૈનિક ચાર હજાર કેસ આવતાં ફરીથી લૉકડાઉન

કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે ઇઝરાયલ એક વાર ફરીથી દેશમાં લૉકડાઉન લાદશે. જે અંતર્ગત યહુદી નવ વર્ષથી આકરા પ્રતિબંધો લાગુ કરાશે.

શુક્રવારથી શરૂ થઈ રહેલું લૉકડાઉન ઇઝરાયલમાં ત્રણ સપ્તાહ સુધી ચાલશે.

વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ કહ્યું કે આ પગલાની "આપણે ભારે કિંમત ચૂકવવી પડશે." જોકે, ઇઝરાયલમાં કોરોના વાઇરસના દૈનિક 4000 કેસ સામે આવી રહ્યા છે.

લૉકડાઉન એવા સમયે લાદવામાં આવી રહ્યું છે, જ્યારે યહુદી તહેવારો આવી રહ્યા છે.

આ લૉકડાઉનના વિરોધમાં એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે અને શાસક ગઠબંધનમાંથી પોતાના પક્ષનું સમર્થન પરત લેવાની ધમકી પણ આપી છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર 90 લાખની વસતી ધરાવતા ઇઝરાયલમાં કોવિડ-19થી 1,108 મૃત્યુ થયાં છે. જ્યારે સંક્રમણનો કુલ આંક 153,000 થઈ ગયો છે.

હાલનાં સપ્તાહોમાં અહીં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 1,365 કેસ, સુરત, અમદાવાદ, વડોદરામાં શું છે સ્થિતિ?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 1,365 કેસ નોંધાયા છે.

જે પૈકી સૌથી વધારે 173 કેસ કેસ સુરત શહેરમાં નોંધાયા હતા.

એ પછી અમદાવાદમાં 153, સુરત જિલ્લામાં 105, જામનગર શહેરમાં 103, રાજકોટ શહેરમાં 95 અને વડોદરા શહેરમાં 84 નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત રાજ્યમાં આજે કુલ 74,781 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કુલ 1,335 દર્દી સાજા થયા છે.

અમદાવાદ એકલામાં 33 હજારથી વધુ કેસ

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં સતત કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે ભારતમાં હાલ 46,59,984 કોરોના વાઇરસના કેસ છે અને 77,472 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ તરફ ગુજરાતમાં પણ રોજ કોરોના વાઇરસના કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગનો હવાલો આપીને PTIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 1365 કેસોનો વધારો થયો છે અને કેસોની સંખ્યા 1,12,336 પર પહોંચી છે.

ગુજરાતમાં વધુ 15 લોકોનાં મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોનો મૃતકાંક 3,198 થયો છે.

માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જ છેલ્લા 24 કલાકમાં 175 કેસોનો વધારો થયો છે અને કુલ કેસોની સંખ્યા 33,553 થઈ છે.

તો વધુ 3 લોકોનાં મૃત્યુ થતા અમદાવાદમાં મૃતકાંક 1,770 પર પહોંચ્યો છે.

ભારતમાં કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં 97 હજાર કેસ

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિતોનો આંકડો 46 લાખને પાર થઈ ગયો છે.

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના મામલે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.

દરરોજ આવતા કોરોના કેસ નવો રેકૉર્ડ બનાવી રહ્યા છે અને કોરોના હવે ગામડાંઓમાં પ્રસરવાનો શરૂ થઈ ચુક્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધારે 97,570 કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસો આવ્યા છે.

એક લાખની આસપાસ આવેલા આ કેસોને કારણે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 46,59,985 થઈ ગઈ છે.

એક તરફ અનલૉકની પ્રક્રિયા દેશના તમામ રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે. સરકારે અનેક છુટછાટો આપી છે. એ સમયે ફરી કોરોના વાઇરસના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 1,201 મોત થયાં છે. જેની સાથે દેશમાં કોરોના વાઇરસથી મરનારા લોકોની કુલ સંખ્યા 77,472 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમિતોના કેસમાં સૌથી ટૉપ પર મહારાષ્ટ્ર છે. જે બાદ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ છે.

દેશમાં કોરોના સંક્રમિતોની મામલે ટૉપ પાંચ રાજ્યો

મહારાષ્ટ્ર10,15,681

આંધ્ર પ્રદેશ 5,47,686

તામિલનાડુ 4,91,571

કર્ણાટક4,40,411

ઉત્તર પ્રદેશ 2,99,045

ગુજરાતમાં કોરોનાના નવા 1,344 કેસ

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 1,344 કેસ નોંધાયા છે અને વધુ 16 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી 1240 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 275 કેસ નોંધાયા છે અને અમદાવાદ જિલ્લામાં 174 કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં કોરોના વાઇરસથી કુલ મૃત્યુઆંક 3,183 થયો છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર, એક દિવસમાં 96 હજાર નવા કેસ

ભારતમાં કોરોના વાઇરસ બેકાબૂ બની રહ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો નોંધાયાની સાથે છેલ્લા 24 કલાકમાં નવા 96,551 કેસ આવ્યા છે.

આ સાથે જ દેશમાં કોરોના વાઇરસના કુલ સંક્રમિતોની સંખ્યા 45 લાખને પાર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,209 લોકોનાં કોરોના વાઇરસના કારણે મોત થયાં છે. આ સાથે જ કોવિડ-19થી મરનારાઓની કુલ સંખ્યા 76,271 પર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોના વાઇરસના કેસના આંકડામાં દરરોજ નવા રેકૉર્ડ બની રહ્યા છે. ભારત હાલ વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોમાં બીજા નંબરે છે.

દેશમાં 12 રાજ્યો એવાં છે જેમાં કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. જ્યારે ચાર રાજ્યો એવાં છે જ્યાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 4 લાખથી વધારે છે.

ગુજરાત કોરોના અપડેટ : કુલ દરદીઓની સંખ્યા 1,09,627, મૃતાંક 3,167

ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરના વાઇરસના નવા 1,332 કેસો સામે આવ્યા છે, જ્યારે વધુ 15 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગને ટાંકીને જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 1,09,627 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 3,167 થઈ ગયો છે.

કોરોના વૅક્સિન અપડેટ : ભારતમાં પણ ઑક્સફૉર્ડની રસીની ટ્રાયલ અટકાવાઈ

ભારતમાં પૂણેસ્થિત 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (એસઆઈઆઈ)એ ઑક્સફૉર્ડની કોરોના વાઇરસની રસીની ટ્રાયલ હાલ પૂરતી અટકાવી દીધી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(ડીસીજીઆઈ)ના આગામી નિર્દેશ મળવા સુધી ટ્રાયલ અટકાવી દેવાઈ છે.

એસઆઈઆઈ દ્વારા આ અંગે અધિકૃત નિવેદન જાહેર કરીને જણાવાયું છે, "અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાર સુધી ઍસ્ટ્રાઝેનેકા ટ્રાયલ ફરીથી શરૂ ન કરે ત્યાં સુધી ભારતમાં ટ્રાયલને અટકાવી દેવાઈ છે."

"ડીસીજીઆઈના નિર્દેશોને અમે અનુસરી રહ્યા છીએ. ટ્રાયલ મામલે વધુ કઈ ટિપ્પણી કરી શકીએ એમ નથી."

ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાઈ રહેલી રસીનાં પ્રારંભિક પરિણામો ભારે ઉત્સાહજનક રહ્યાં હતાં.

જોકે, બ્રિટનમાં એક સ્વયંસેવક બીમાર પડતાં બ્રિટનમાં ટ્રાયલ અટકાવી દેવાઈ છે.

ભારતમાં કોરોનાનો સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં 95 હજાર નવા કેસ

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 95,735 કોરોના વાઇરસના નવા કેસો આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવનારા કેસોમાં સૌથી વધારે છે.

આ સાથે જ ભારત કોરોના વાઇરસના કેસોમાં 44 લાખના આંકડાને પાર કરી ગયું છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમિતોનો કુલ આંકડો 44,65,864 પર પહોંચી ગયો છે.

સાથે જ ભારતમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ ભારતમાં કુલ 9,19,018 ઍક્ટિવ કેસ છે.

છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત 1,172નાં લોકોનાં મોત થયાં છે. આ સાથે કોરોનાને કારણે મૃત્યુ પામનારાની કુલ સંખ્યા 75,062 થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધારે કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ધરાવતા દેશમાં ભારત બીજા નંબરે છે.

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,329 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 16 દરદીનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્તોનો કુલ આંક વધીને 1,08,295 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 3,152 થઈ ગયો છે.

ગુજરાતમાં નોંધાયા કોરોનાના વધુ 1295 કેસ, 13 દરદીઓનાં મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,295 કેસ નોંધાયા છે. જ્યારે 13 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 1,06,966એ પહોંચી છે. જ્યારે મૃતકાંક 3136એ પહોંચ્યો છે.

મંગળવારે સુરતમાં સૌથી વધારે મૃત્યુ સુરતમાં થયાં હતાં. સુરતમાં 6, અમદાવાદમાં ત્રણ અને રાજકોટમાં બે દર્દીનાં મૃત્યુ થયાં છે.

સુરતમાં 265, અમદાવાદમાં 170, રાજકોટમાં 134 અને વડોદરામાં 124 કેસ નોંધાયા છે.

સ્કૂલ આંશિક રીતે ખોલવા અંગે માર્ગદર્શિકા, ક્યારથી ખોલી શકાશે?

કેન્દ્ર સરકાર દ્વારા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને 21મી સપ્ટેમ્બરથી આંશિક રીતે ખોલવાની છૂટછાટ આપવામાં આવશે.

'ટાઇમ્સ નાઉ'ના રિપોર્ટ પ્રમાણે, કેન્દ્ર સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા આ અંગેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર બહાર પાડવામાં આવી છે.

જે મુજબ, ધોરણ 9થી 12ના વિદ્યાર્થી 'સ્વૈચ્છિક ધોરણે' હાજર રહી શકશે તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકે તે માટે શાળાઓને આંશિક રીતે ખોલવામાં આવશે.

કોવિડ-19ના પ્રસારની સંભાવનાને ઘટાડવા માટે શિક્ષકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ફેસશિલ્ડ કે માસ્ક પહેરવાનાં રહેશે.

હાથ ખરાબ ન હોય તો પણ 40થી 60 સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા. શક્ય હોય તો આલ્કૉહૉલવાળા સૅનેટાઇઝરથી 20 સેકન્ડ સુધી હાથ સાફ કરવા.

થૂંકવું નહીં, શક્ય હોય તો 'આરોગ્ય સેતુ' ઍપ્લિકેશન ડાઉનલૉડ કરાવવી, છ ફૂટનું અંતર જાળવવાનો પ્રયાસ કરવો, છીંક અને ઉધરસ સમયે મોં તથા નાક ઢાંકવા વગેરે જેવી સર્વસામાન્ય માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

ભારતમાં કોરોનાના કેસનો આંકડો 43 લાખની નજીક

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 75,809 કેસ આવ્યા છે.

આ સાથે જ ભારતનો કોરોના વાઇરસના સંક્રમિતોનો કુલ આંકડો 43 લાખની પાસે પહોંચી ગયો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 થઈ ગઈ છે.

ભારત કોરોના વાઇરસના મામલે હાલ વિશ્વમાં બીજા નંબરે છે. અમેરિકામાં સૌથી વધુ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે કુલ 72,775 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,133 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.

હાલ ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 8,83,697 છે જ્યારે 33,23,951 લોકો અત્યારસુધીમાં સાજા થયા છે.

અમદાવાદમાં કોવિડ-19ના નિયમોનું પાલન ન કરાતાં એક કરોડના દંડની નોટિસ

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પી.એસ.પી પ્રોજેક્ટને રૂપિયા એક કરોડનો દંડ કરવા શો-કૉઝ નોટિસ પાઠવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેની નોટિસમાં જણાવ્યું કે 'એ.એમ.સી. દ્વારા તારીખ 13 ઑગસ્ટ, 2020થી કામકાજના સ્થળે કોવિડ-19ના ચેપને ફેલાતો અટકાવવા માટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે 30થી વધુ કર્મચારી ધરાવતી પ્રત્યેક સંસ્થાના માલિકોએ તેઓની સંસ્થામાં કોવિડ કો-ઑર્ડિનેટરની નિમણૂક કરીને તેની જાણ સંબંધિત ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને કરવાની રહે છે.'

પી.એસ.પી.ની જીએમડીસી ગ્રાઉન્ડ અને પેલેડિયમ મૉલ સાઇટ (ઝાયડસ હૉસ્પિટલ પાસે આવેલી) પ્રોજેક્ટની બાંધકામ સાઇટ મામલે આ નોટિસ આપવામાં આવી છે.

નોટિસમાં જણાવવામાં આવ્યું કે 'બોડકદેવ યુએચસી મેડિકલ ટીમ અને થલતેજ યુએચસી મેડિકલ ટીમ દ્વારા સાઇટ પર કામ કરતાં કામદારોના ટેસ્ટિંગની કામગીરી વખતે લગભગ 277 કાર્યકરો કોવિડ-19થી પૉઝિટિવ મળ્યા હતા.'

નોટિસમાં એમ પણ જણાવ્યું હતું કે આ તમામને મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપાવમાં આવી હતી અને તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કૅર સેન્ટર/કોવિડ હૉસ્પિટમલાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ જ્યારે આ બંને સાઇટની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સફાઈની વ્યવસ્થાનાં ધોરણો પણ ન જળવાયાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

નોટિસ અનુસાર, 'પી.એસ.પી. પ્રોજેક્ટની મૅનેજિંગ ઑથૉરિટી દ્વારા કોવિડ-19ને અટકાવવા માટેનાં જરૂરી પગલાં ભરવામાં ઉપેક્ષા, બેરદકારી અને સરકારના આદેશની અવગણના, એએમસીના આદેશ પ્રમાણે કોવિડ કો-ઑર્ડિનેટરની નિમણૂક નહીં કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર, 2020ના રોજ શો કોઝ નોટિસ આપવામાં આવી છે અને તેને લેખિતમાં જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.'

કોર્પૉરેશન દ્વારા એપેડેમિક ડિસીઝ ઍક્ટ 1897ની કલમ-2 અને અન્ય નિયમો અને હુકમો હેઠળ શો કોઝ નોટિસના ત્રણ દિવસમાં રૂપિયા એક કરોડની રકમ દંડપેટે જમા નહીં કરાવવા અંગેનો ખુલાસો પણ કરવા નોટિસમાં જણાવ્યું છે.

ભારત સંક્રમણમાં વિશ્વમાં બીજા ક્રમે, બ્રાઝિલને પાછળ છોડ્યું

આજે સવારે સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 24 કલાકમાં ભારતમાં 90 હજાર કેસ નોંધાયા છે.

આ સાથે જ ભારત સૌથી વધારે કોરોના સંક્રમણ ધરાવતા દેશોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 42,04,614 કેસ નોંધાયા છે અને 71,642 મૃત્યુના મામલા નોંધાયા છે.

મૃતકાંકના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

છેલ્લા એક અઠવાડિયાની સ્થિતિ પર નજર કરીએ તો ભારતમાં દરરોજ 70-75 હજાર કરતાં વધારે સંક્રમણના મામલા નોંધાયા છે.

મોટાભાગના ઍક્ટિવ કેસ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં નોંધાઈ રહ્યા છે.

આ સાથે જ રાજધાની દિલ્હીમાં પણ કેસોની વધતી સંખ્યા જોવા મળી હતી.

ભારતમાં કોરોનાના કેસ 42 લાખને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના અત્યાર સુધીના સૌથી વધારે મામલા સામે આવ્યા છે.

એક જ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના 90 હજારથી વધારે કેસ આવ્યા છે.

સોમવારે સવારે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 90,802 નવા મામલા આવ્યા છે અને કુલ 1,016 લોકોનાં મોત થયાં છે.

આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો કુલ આંકડો 42 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 42,04,614 લોકો કોરોના વાઇરસના સંક્રમણમાં આવી ચૂક્યા છે.

દેશમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 71 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19ને કારણે 71,642 લોકોનાં મોત થયાં છે.

કોરોના વાઇરસના કુલ કેસના મામલે ભારત હાલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા નંબર છે.

વિશ્વમાં કોરોનાથી 8 લાખ કરતાં વધુનાં મોત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 2,67,63,217 કેસ થયા છે.

જ્યારે કોરોના વાઇરસના કારણે 8,76,616 લોકોનાં મોત થયાં છે. વિશ્વભરમાં 216 દેશોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું છે.

સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમેરિકામાં છે, જે બાદ ભારત બીજા નંબરે છે. ગત અઠવાડિયા સુધી ભારત વિશ્વભરમાં ત્રીજા નંબરે હતું.

જોકે, છેલ્લા અઠવાડિયાથી ભારતમાં સતત 80 હજાર કરતાં વધારે કેસ આવતાં તે બ્રાઝીલને પાછળ છોડી કોરોનાના સંક્રમણમાં આગળ નીકળી ગયું છે.

કોરોના વાઇરસના સંક્રમણના મામલે સૌથી વધુ કેસ ધરાવતા પાંચ દેશ આ મુજબ છે.

અમેરિકા 61,44,138

ભારત 42,04,614

બ્રાઝીલ 40,92,832

રશિયા 10,25, 505

પેરુ 6,76,848

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 1,04,341

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,335 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,04,341 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 3,108 થઈ ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો