You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેન્દ્રસિંહ ધોનીનો પહેલો પ્રેમ ક્રિકેટ નહોતો, તો કઈ રમત હતી? 10 જાણી-અજાણી વાતો
દુબઈમાં રમાયેલી આઈપીએલની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ટ્રૉફી જીતી લીધી. ચોથી વખત ચેન્નાઈ કિંગ્સની ટીમ ચૅમ્પિયન બની છે.
મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ પ્રભાવક પફૉર્મન્સ આપ્યું છે અને ચોથી વખત આઈપીએલ ચૅમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ બની ગઈ છે.
મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, એ બાદ આઈપીએલની આ અંતિમ મૅચો તેમના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે, ફરી એક વખતે ધોનીના ફેન્સ 'કૅપ્ટન કૂલ' તરીકે તેમના બિરદાવી રહ્યા છે.
મહેન્દ્રસિંહ ધોનીની સિદ્ધિઓ અને તેમના વિશેની જાણી-અજાણી વાતો
1. મહેન્દ્રસિંહ ધોની એકમાત્ર એવા કપ્તાન છે, જેમણે આઈસીસીની ત્રણ મોટી ટ્રૉફી પર કબજો જમાવ્યો છે.
ધોનીની કૅપ્ટનશિપ હેઠળ ભારત આઈસીસી વર્લ્ડકપ-ટી20 (2007), વર્લ્ડકપ (2011) અને આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી (2013) જીતી ચૂક્યું છે.
2. ધોનીનો પહેલો પ્રેમ ફૂટબૉલ છે. તેઓ તેમની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતા. તેમનો ફૂટબૉલપ્રેમ અવારનવાર વ્યક્ત થતો રહે છે.
ઇન્ડિયન સુપર લીગમાં તેઓ ચેન્નાઈ એફસી ટીમના માલિક છે, ફૂટબૉલ બાદ તેમને બૅડમિન્ટન પણ પસંદ છે.
3. રમતો સિવાય ધોનીને મોટરરેસિંગ પ્રત્યે પણ લગાવ છે. તેમણે મોટરરેસિંગમાં માહી રેસિંગના નામે એક ટીમ પણ ખરીદી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
4. મહેન્દ્રસિંહ ધોની પોતાની હેરસ્ટાઇલ માટે પણ જાણીતા છે. એક સમયે મોટા વાળ માટે જાણીતા ધોની સમયાંતરે હેરસ્ટાઇલ બદલતા રહે છે.
પણ શું તમને ખબર છે કે ધોની ફિલ્મસ્ટાર જોહ્ન અબ્રાહમના વાળના દીવાના રહ્યા છે?
5. મહેન્દ્રસિંહ ધોનીને 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવાયા હતા.
ધોની ઘણી વાર કહી ચૂક્યા છે કે ભારતીય સેનામાં સામેલ થવાનું તેમનું બાળપણનું સપનું હતું.
6. 2015માં આગ્રાસ્થિત ભારતીય સેનાની પૅરારૅજિમેન્ટથી પૅરાજમ્પ લગાવનારા પહેલા સ્પૉર્ટ્સપર્સન બન્યા હતા.
તેમણે પેરાટ્રૂપર ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લીધા બાદ અંદાજે 15,000 ફૂટની ઊંચાઈએ પાંચ છલાંગ લગાવી હતી, જેમાં એક છલાંગ રાતે લગાવી હતી.
7. મહેન્દ્રસિંહ ધોની મોટરબાઇક ખરીદવાના શોખીન છે. તેમની પાસે અનેક અત્યાધુનિક મોટરબાઇલ છે.
આ સિવાય તેમને કારનો પણ શોખ છે, તેમની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.
8. મહેન્દ્રસિંહ ધોનીનું નામ ઘણી હાઈપ્રોફાઇલ અભિનેત્રીઓ સાથે પણ જોડાયું હતું.
તેમણે 4 જુલાઈ, 2010માં દહેરાદુનનાં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યાં. ધોની અને સાક્ષીની એક પુત્રી છે, જેનું નામ જિવા છે.
9. ધોનીને પહેલી નોકરી ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટરના રૂપમાં મળી હતી.
બાદમાં તેઓ ઍર ઇન્ડિયામાં નોકરી કરવા લાગ્યા; ત્યારબાદ તેઓ એન. શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સિમેન્ટ્સમાં અધિકારી બન્યા હતા.
10. ધોની દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.
ટેસ્ટમાં નિવૃત્તિ લેતા પહેલાં તેમની વાર્ષિક સરેરાશ આવક 150થી 190 કરોડ રૂપિયા હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો