રામમંદિરમાં ટાઇમ કૅપ્સ્યૂલ: ગુજરાતના પેટાળમાં ભંડારાયેલી છે બે 'કાલસંદૂક'

રામ મંદિરના મોડલની તસવીર

ઇમેજ સ્રોત, NURPHOTO

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ના સભ્ય કામેશ્વર ચૌપાલે દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામમંદિરના પાયામાં ટાઇમ કૅપ્સ્યૂલ પણ જમીનથી બે હજાર ફૂટ નીચે ઉતારવામાં આવશે, જેથી કરીને જો કોઈ ભવિષ્યમાં મંદિરના ઇતિહાસનો અભ્યાસ કરવા ચાહે તો તેને રામજન્મભૂમિ સંબંધિત તથ્ય મળી રહે અને કોઈ વિવાદ ન થાય.

બીજી બાજુ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના કહેવા પ્રમાણે, ટાઇમ કૅપ્સ્યૂલની વાત અફવા માત્ર જ છે.

જો કૅપ્સ્યૂલ ઉતારવામાં તેમાં અયોધ્યાવિવાદનો ઇતિહાસ લખવાનું બની રહે.

જોકે ગુજરાતની ધરતી બે ટાઇમ કૅપ્સ્યૂલને તેની અંદર ભંડારીને બેઠી છે.

line

ટાઇમ કૅપ્સ્યૂલ એટલે શું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ટાઇમ કૅપ્સ્યૂલની મદદથી વર્તમાન દુનિયા, સ્થળ કે સમાજ વિશેની માહિતી ભવિષ્યની પેઢી કે અન્ય ગ્રહવાસીઓને મોકલી શકાય છે.

દાખલા તરીકે કોઈ વર્તમાન સમયને લગતી માહિતી એક હજાર વર્ષ પછીના લોકો સુધી પહોંચાડવા ઇચ્છે તો આ પાત્રનો ઉપયોગ કરી શકે છે.

આ માટે વર્તમાન સમયને લગતી દુનિયાની માહિતીને કોઈ એવા સ્વરૂપમાં સંગ્રહિત કરવી પડે કે જે એક હજાર વર્ષ સુધી સલામત રહે. ત્યારબાદ તેને ખાસ જગ્યાએ દાટવી પડે, જ્યાં 3000ના યુગના લોકો ખોદકામ કરે અને ટાઇમ કૅપ્સ્યૂલ બહાર કાઢી શકે.

એ ટાઇમ કૅપ્સ્યૂલના જોઈને તેની અંદરની સામગ્રી કે તસવીરોને જોઈને સમજી શકે કે વર્ષ 2000ના કાળમાં લોકો કેવી રીતે રહેતા હતા, કેવી-કેવી પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરતા હતા વગેરે.

ટાઇપ કૅપ્સ્યૂલના રૂપ, આકાર કે પ્રકાર અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી. તે ચોરસ, લંબચોરસ કે નળાકાર આકારના હોય શકે છે.

તેની પૂર્વશરત માત્ર એટલી જ છે કે તે અંદરની સામગ્રીને લાંબા સમય સુધી સલામત રીતે સંગ્રહિત કરી શકે તેવી સામગ્રીથી બનાવવામાં આવે.

ટાઇમ કૅપ્સ્યૂલને કાલપાત્ર, કાલસંદૂક કે સ્મૃતિ મંજૂષા તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરના ઇતિહાસમાં ગુજરાતના પેટાળમાં બે ટાઇમ કૅપ્સ્યૂલ ઉતારવામાં આવી છે.

એક વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તથા અન્ય એક સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં રાજ્યના દક્ષિણના છેડે.

ગુજરાતની બે ટાઇમ કૅપ્સ્યૂલ

2010માં ટાઇમ કૅપ્સ્યૂલને જમીનમાં ઉતારવામાં આવી

ઇમેજ સ્રોત, narendramodi.in

ઇમેજ કૅપ્શન, 2010માં ટાઇમ કૅપ્સ્યૂલને જમીનમાં ઉતારવામાં આવી

ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ થયાં, ત્યારે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય પ્રધાન હતા. તેમણે પાટનગર ગાંધીનગરમાં નિર્માણાધીન મહાત્મા મંદિરમાં ટાઇમ કૅપ્સ્યૂલ ઉતરાવી હતી.

એમાં રાજ્યની સ્થાપના બાદની પ્રગતિનો ઇતિહાસ સંસ્કૃત, ગુજરાતી, હિંદી તથા અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો.

100 ફૂટ લાંબા તથા ત્રણ ફૂટ પહોળા પ્લાસ્ટિકમિશ્રિત કાગળ ઉપર વિવરણ લખવામાં આવ્યું હતું. જેનું આયુષ્ય એક હજાર વર્ષ અંદાજવામાં આવ્યું છે.

ગુજરાતની સ્થાપના સમયે તા. પહેલી મે, 1960ના દિવસે રવિશંકર મહારાજે આપેલું ભાષણ, રાજ્ય સરકારે તૈયાર કરાવી 29 ઓડિયો-વીડિયો કૉમ્પેક્ટ ડિસ્ક (સી.ડી.) મૂકવામાં આવી છે.

આ સિવાય તા. પહેલી જાન્યુઆરી, 2010ના દિવસે 'સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ' મળી હતી, જેમાં વર્તમાન તથા પૂર્વ મુખ્ય પ્રધાનો, વર્તમાન તથા પૂર્વ ધારાસભ્યો, વર્તમાન તથા પૂર્વ સંસદસભ્યો હાજર રહ્યા હતા.

આ સિવાય સ્વર્ણિમ જંયતીના દિવસે પહેલી મે, 2010ના દિવસે વિધાનસભામાં થયેલી કાર્યવાહી તથા ઠરાવ પણ સામેલ હતા.

વૈદિક મંત્રોચ્ચાર વખતે 12 વાગ્યા અને 19 મિનિટે નરેન્દ્ર મોદીએ સ્ટિલ અને કૉપરની બનેલી કૅપ્સ્યૂલને જમીનમાં ઉતારી હતી.

સંજાણ સ્તંભ પાસે પારસીઓએ ટાઇમ કૅપ્સ્યૂલ દફનાવેલી

ઇમેજ સ્રોત, thebluedrive.com

ઇમેજ કૅપ્શન, સંજાણ સ્તંભ પાસે પારસીઓએ ટાઇમ કૅપ્સ્યૂલ દફનાવેલી

જોકે તેનાં 10 વર્ષ પહેલાં પણ એક ટાઇમ કૅપ્સ્યૂલ ગુજરાતની ધરતીના પેટાળમાં ઉતારવામાં આવી હતી.

દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે પણ એક ટાઇમ કૅપ્સ્યૂલ પૃથ્વીના ગર્ભમાં ઉતારવામાં આવી હતી.

લગભગ છ સદી પૂર્વે પર્શિયન સામ્રાજ્યના પતન બાદ પારસીઓ હિજરત કરી ગયા હતા, તેઓ ગુજરાત આવ્યા ત્યારે સ્થાનિક રાજા જદી રાણાએ તેમને આશરો આપ્યો હતો. આજે પણ ત્યાં સંજાણ સ્તંભ ઊભો છે.

ત્રણ ફૂટ લાંબી સ્ટેલનેસ સ્ટિલની એ ટાઇમ કૅપ્સ્યૂલમાં જરથોસ્તી ગાથા, અવેસ્તા, પારસી સંતોની તસવીરો, અગિયારીઓ તથા આતશ બહેરામની યાદી, અકબર તથા જહાંગીરે પારસીઓને આપેલી જમીનના ફરમાન, કોરણી સાડી, ફેટા (તહેવાર સમયે પારસી પુરુષો દ્વારા માથા ઉપર પહેરવામાં આવતું વિશિષ્ટ પહેરણ), ડગલી, સપાટ (ચામડાંના જૂતા), સદરા, પારસી ધર્મગુરુઓ દ્વારા પહેરવામાં આવતાં કપડાં તથા આ તમામ ચીજોની યાદીનું તામ્રપત્ર.

ગોદરેજ પરિવારે પારસી ટાઇમ કૅપ્સ્યૂલનો ખર્ચ ભોગવ્યો હતો.

પુરાતત્વવિદ્દ કે. કે. મોહમ્મદના કહેવા પ્રમાણે, પુરાતત્વવિજ્ઞાનમાં ટાઇમ કૅપ્સ્યૂલનું કોઈ મહત્ત્વ નથી. તેમના કહેવા પ્રમાણે :

"ટાઇમ કૅપ્સ્યૂલના આકાર, કદ, વજન અને સામગ્રીનો આધાર તેને ડિઝાઇન કરાવનાર વ્યક્તિ કે સંસ્થા ઉપર આધાર રાખે છે."

"જોકે નળાકાર કે ગોળાકાર આકાર જમીનની અંદરનો દબાવ સહન કરવા માટે વધુ સક્ષમ હોય છે. ભારતમાં ક્યારેય કોઈ ટાઇમ કૅપ્સ્યૂલ નથી મળી, એક વખત પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ લાલ કિલ્લામાં ટાઇમ કૅપ્સ્યૂલ જમીનમાં ઉતરાવી હતી."

ઇંદિરા ગાંધીની ટાઇમ કૅપ્સ્યૂલ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં તાજેતરના ઇતિહાસમાં સૌ પહેલી ટાઇમ કૅપ્સ્યૂલ તા. 15 ઑગસ્ટ 1973ના દિવસે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ લાલ કિલ્લાની બહાર જમીનમાં ઉતરાવી હતી.

જેમાં કથિત રીતે દેશનાં 25 વર્ષના સંઘર્ષ અને સિદ્ધિઓને જમીનમાં ઉતારવામાં આવ્યાં હતાં. તત્કાલીન વિપક્ષે આરોપ મૂક્યો હતો કે આ રીતે માત્ર ઇંદિરા ગાંધી પોતાના પરિવારનું જ મહિમાગાન કરવા ચાહે છે.

કટોકટી બાદ મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે, એ ટાઇમ કૅપ્સ્યૂલ ખોદાવીને બહાર કઢાવી નાખી હતી. જોકે તેમાં શું હતું તે ક્યારેય બહાર આવ્યું ન હતું.

આ અંગે રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ વર્ષ 2013માં વડા પ્રધાન કાર્યાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેનો જવાબ ન મળ્યો હોવાના અહેવાલ છે.

છઠ્ઠી માર્ચ 2010ના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી કાનપુરના કૅમ્પસમાં એક ટાઇમ કૅપ્સ્યૂલ જમીનમાં ઉતારી હતી.

આ સિવાય 'પ્રીબ વૉયેજર એક અને બે'માં માનવસભ્યતા અંગેની માહિતી અંતરીક્ષમાં મોકલવામાં આવી છે.

જુલાઈ મહિનાના મધ્યભાગમાં github દ્વારા લગભગ આર્કટિક વર્લ્ડ આર્કાઇવમાં 25 ટેરાબાઇટના ઓપનસૉર્સ કોડ તથા પ્રોગ્રામ સંગ્રહવામાં આવ્યા છે.

જ્યાં મેક્સિકો, બ્રાઝિલ, વૅટિકન દ્વારા ટાઇમ કૅપ્સ્યૂલ ઉતારવામાં આવી છે. વિશ્વના 42 દેશોએ આ વિસ્તારને ડિમિલિટ્રાઇઝ ઝોન જાહેર કર્યો હોય, તેને સલામત માનવામાં આવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો