ટિકટૉક, હેલો સહિતની 59 ચાઇનીઝ ઍપ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે 59 સ્માર્ટફોન ઍપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે ઍપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તે ચીનમાં બની છે અને તેની માલિક ચીની કંપનીઓ છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ પ્રતિબંધની યાદીમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને અન્ય ઍપ્લિકેશનનો સમાવેશ થાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ઍપમાં ટિકટૉક, યુસી બ્રાઉઝર અને શૅરઈટ જેવી ઍપ સામેલ છે, જેનો ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો.
ભારત સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે જ્યારે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચાઇનીઝ સૈનિકો સાથે હિંસક સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોના જીવ ગયા બાદ ભારતમાં ચીની સામાન, સોફ્ટવેર અને ઍપ વગેરેના બહિષ્કારના અવાજ ઊઠ્યા હતા.
ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત આઈટીમંત્રાલય અનુસાર આ ઍપ 'ભારતના સાર્વભૌમત્વ તેમજ એકતા, સુરક્ષા અને વ્યવસ્થા માટે નુકસાનકારક' ગણાવીને પ્રતિબંધ લગાવાયો છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આઈટી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે 'ભારતમાં કરોડો મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝરના હિતોને જોતાં આ નિર્ણય લેવાયો છે. જેથી ઇન્ડિયા સાઇબરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.'
આઈટી મંત્રાલયે આઈટી એક્ટ સૅક્શન 69 અંતર્ગત આ પગલું ભર્યું છે. આ ઍપ ઍન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રકારનો પ્રતિબંધ લદાયા બાદ હવે ઍન્ડ્રોઇડ અને આઈઓસ એમ બન્ને પ્લૅટફૉર્મને પોતાના સ્ટોરમાંથી આ ઍપને હઠાવવી પડશે. જોકે, સરકાર દ્વારા જાહેર પ્રેસ વિજ્ઞપ્તિમાં લોકોને આ ઍપને અનઇન્સ્ટોલ કરવા અપીલ નથી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












