સાયબર સેફ્ટી ટિપ્સ : કોરોનામાં સાયબર ઍટેકની ચેતવણી સામે આ છે બચાવની રીતો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના આઈટી વિભાગે ચેતવણી આપી છે કે લોકોની વ્યક્તિગત જાણકારીની ચોરી માટે મોટા પ્રમાણમાં ફિશિંગ સાયબર ઍટેક થઈ શકે છે.
ભારતની કૉમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે આ બાબતે ટ્વીટ કરીને કહ્યું છે કે આ હુમલો રવિવારે થવાની સંભાવના છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતના ઇલેક્ટ્રૉનિક અને ટેકનૉલૉજી વિભાગ હેઠળ કામ કરતા વિભાગ સર્ટ તરફથી કહેવામાં આવ્યું કે 'ખરાબ ઇરાદો રાખનારા લોકો' આ પ્રકારનો હુમલો કરી શકે છે.
ચેતવણીમાં કહેવામાં આવ્યું છે, "આ ફિશિંગ અભિયાન હેઠળ ભારતના સરકારી ઈ-મેઇલ જેવા દેખાતા ઈ-મેઇલ પરથી કોવિડ-19 મહામારી સાથે જોડાયેલા ઈ-મેઇલ મોકલીને વ્યક્તિ જાણકારીઓની ચોરી થઈ શકે છે."
ફિશિંગ ઍટેક મારફતે લોકોને ઇમેલ અથવા ટૅક્સ્ટ મેસેજ મારફતે ખોટી લિંક પર ક્લિક કરવા માટે ફસાવવામાં આવે છે જેથી તેમની સિસ્ટમમાં કોઈ મૅલવેયર ઇન્સટૉલ થઈ જાય છે અથવા સિસ્ટમ ફ્રીઝ થાય છે અથવા તો તેમની સંવેદનશીલ જાણકારી ખુલ્લી પડી જાય છે.
આ પહેલા ટેક્નૉલૉજી કંપની ગૂગલે પણ કહ્યું હતું કે તે જીમેલ પર કરોડો ફિશિંગ ઇમેલ્સને દરરોજ ડિલીટ કરી રહ્યું છે.

ફિશિંગથી બચવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, PA Media
ફિશિંગ સાયબર ઍટેકનો શિકાર કોઈ પણ વ્યક્તિ બની શકે છે. સર્ટ તરફથી ફિશિંગ સાયબર ઍટેકથી બચવા માટે અમુક સુચનો પણ જાહેર કર્યા છે જે આ પ્રમાણે છે.
- કોઈ પણ અજાણ્યા ઇમેલમાં કોઈ ઍટેચમેન્ટ, લિંક કે યુઆરએલ પર ક્લિક ન કરવું. તમારી કૉન્ટેક્ટ લિસ્ટમાંથી પણ કોઈનો ઇમેલ શંકાસ્પદ લાગે તો તેમાં કોઈ યુઆરએલ પર ક્લિક કરવું નહીં.
- ઇન્ટરનેટ સાથે જોડાયેલી સિસ્ટમમાં જો સંવેદનશીલ ડૉક્યુમેન્ટ્સ હોય તો તેને ઍન્ક્રિપ્ટ (સુરક્ષિત) રાખવા.
- ઇમેલમાં આવતા ઍટેચમેન્ટને ખોલતી વખતે સાવચેતી રાખવી, ભલે પછી તમારા કોઈ ઓળખીતાએ તમને ઍટેચમેન્ટ ફૉરવર્ડ કર્યું હોય.
- કોઈ પણ યુઆરએલમાં પોતાના લૉગ-ઇન ડિટેલ્સ નાખતા પહેલાં અથવા તેના પર ક્લિક કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસવી.
- અજાણી વેબસાઇટ અને લિંક પર પોતાની અંગત માહિતી ન આપવી.
- ઇનામ, રિવૉર્ડ કે કૅશબૅક ઑફર જીતવાની લાલચમાં કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું.
- સુરક્ષિત બ્રાઉઝિંગ ટૂલ્સ વાપરો અને ઍન્ટી વાઇરસ ટૂલ્સમાં કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્ટરિંગ અને ઍન્ટી વાઇરસનો ઉપયોગ કરવો. ફાયર વૉલ અને ફિલ્ટરિંગ સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
- સ્પૅમ ફિલ્ટરને અપડેટ કરો.
- કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિની ફરિયાદ તુરંત @cert-in.org.in પર કરો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એ સિવાય નિષ્ણાતોએ આપેલી ટિપ્સ આ પ્રમાણે છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- જો કોઈ ઇમેલ અથવા મૅસેજ મોકલનારનું ઍડ્રેસ તમને સંદિગ્ધ લાગે તો તરત સાવધાન થઈ જવું.
- જેનેરિક ગ્રીટિંગ્સ અથવા સિગનેચર સ્ટાઇલવાળા ઇમેલ જેમકે "Dear valued Customer " કે "Sir/Ma'am" પર ધ્યાન ન આપવું.
- સંદેશમાં વ્યાકરણ અને જોડણીની ભૂલો દેખાય તો એ નકલી ઇમેલ અથવા મૅસેજની નિશાની હોઈ શકે છે.
- અજાણી વ્યક્તિ તરફથી મોકલેલા મૅસેજ કે ઇમેલમાંથી કોઈ સંદિગ્ધ ઍટેચમેન્ટને ન ખોલો.
- જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ટૂ-ફૅક્ટર ઑથેન્ટિફિકેશન વાપરો.
- આનો ઉપયોગ કરતી વખતે ગૂગલ અથવા માઇક્રોસૉફ્ટ ઑથેન્ટિકેટર ઍપ્લિકેશન વાપરો, એસએમએસ કોડની જગ્યાએ કૉલની પસંદગી કરો.
- તમામ સાવધાની છતાં જો તમારી સાથે છેતરપિંડી થાય તો બૅન્કનો સંપર્ક કરો અને તેના નિર્દેશોનું પાલન કરો.

કોરોના કાળમાં છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં ગૂગલે પણ માહિતી આપી હતી કે કોરોના વાઇરસ મહામારીને કારણે દુનિયામાં 'ફિશિંગ ઍટેક્સ' વધી ગયા છે. ફિશિંગ ઇન્ટરનેટ પર છેતરપિંડી કરવાની એક રીત છે જેમાં અપરાધી ઈમેલ મારફતે યૂઝર્સને ફસાવીને પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની વિગતો જેવી ખાનગી જાણકારી મેળવી લેવાનો પ્રયત્ન કરે છે.
જીમેલે કહ્યું કે ફિશિંગ મારફતે લોકોને ફસાવનારાઓ દરરોજ જીમેલ યુઝર્સને કોવિડ-19 મહામારી વિશે એક કરોડ 80 લાખ ઈમેલ મોકલી રહ્યા છે.
સાયબર સિક્યૉરિટી ફર્મ બાર્રાકુડાનું કહેવું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન છેતરપિંડીના ઇરાદાથી મોકલવામાં આવતા ફિશિંગ ઇમેલ્સમાં 667 ટકાનો ઉછાળો આવ્યો છે.
અપરાધીઓ ફેક એસએમએસ અને ઇમેલ્સ મારફતે બ્રિટન સરકાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામે આવા સંદેશ મોકલાઈ રહ્યા છે.
સિક્યુરિટી રિસર્ચર સ્કૉટ હેલ્મે બીબીસીને કહ્યું કે ફિશિંગ ઇમેલ્સમાં એક વાત સામાન્ય રીતે જોવા મળે છે કે આ આપણી ભાવનાઓનું દોહન કરવાના ઇરાદાથી મોકલવામાં આવે છે. એવી ભાવનાઓ જેને કારણે આપણે કોઈ ખાસ પળમાં વધારે વિચાર્યા વગર કોઈ પગલું લઈએ છીએ."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












