ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસનાં બે ધારાસભ્યોના રાજીનામાં, શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Akshay Patel Social
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ પહેલાં ફરી ધારાસભ્યના રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે.
ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષના બે ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંને ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં હોવાની પુષ્ટિ કરી છે.
કરજણ વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કપરાડા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જિતુભાઈ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે.

શા માટે બંને ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં?

ઇમેજ સ્રોત, Jitubhai Chaudhary Social
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાતમાં આ પહેલાં પણ ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાંથી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેનો સિલસિલો આવનારી રાજ્યસભાની ચૂંટણી પહેલાં પણ ચાલુ છે.
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના કહેવા પ્રમાણે બંને ધારાસભ્યોએ સ્વચ્છાએ પોતાના પદ પરથી રાજીનામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "બંને ધારાસભ્યો તેમને રૂબરૂમાં મળ્યા હતા. પોતાના હાથે લખેલાં રાજીનામાં લઈને આવ્યા હતા. જે બાદ તેમની જ સહી છે તેની ખાતરી કરવામાં આવી અને તેમનાં રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યાં છે."
બંને ધારાસભ્યો બુધવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષને મળીને રાજીનામાં આપી દીધાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રિવેદીના કહેવા પ્રમાણે બંનેએ માસ્ક પહેરેલા હતા તે માસ્ક ઊતરાવીને પણ ખરાઈ કરવામાં આવી છે. બંને પોતાની મરજીથી રાજીનામાં આપ્યાં છે. જે સ્વીકાર્યા બાદ હવે બંને ધારાસભ્યો પોતાના પદ પર રહેતા નથી.

કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, PARESH DHANANI
કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટર પર લખ્યું કે ભાજપે ધમણની કમાણીથી ધારાસભ્યો ખરીદવાની દુકાન શરૂ કરી દીધી છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લખ્યું કે કોરોના મહામારીમાં જનતાનો જીવ બચાવવાને બદલે જનતાના ટેક્સના પૈસાથી પગાર લઈ વર્ષોથી બેઠેલા આઈએએસ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યોની ખરીદી અને બ્લૅકમેલિંગ શરૂ કર્યું છે. વૅન્ટિલેટર લાવવા માટે પૈસા નથી પરંતુ ધારાસભ્યોને ખરીદવા માટે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કૉંગ્રેસના ધારાસભ્ય શૈલષ પરમારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ભાજપને કોરોના મહામારીની ચિંતા નથી પરંતુ પોતાનો ત્રીજો ઉમેદવાર કેવી રીતે જીતે તેની ચિંતા છે.
તેમણે કહ્યું, "ભાજપે કોરોનામાં કામ કર્યું નથી પરંતુ ધારાસભ્યોને તોડવાનું કામ કર્યું છે. અક્ષય પટેલ અગાઉની રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે પોતાના જિલ્લાની નિમણૂકો મામલે નારાજ હતા. કૉંગ્રેસે એ નિમણૂકો પણ કરી છે. બંનેએ સંગઠનોથી નારાજ હોવાથી રાજીનામું આપ્યું ન હતું."
શૈલષ પરમારના કહેવા પ્રમાણે આ મામલે ગુજરાતની કૉંગ્રેસની એક બેઠક મળશે અને તે બાદ આગળની કાર્યવાહી કરાવામાં આવશે.
અર્જુન મોઢવાડિયાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને કહ્યું કે, ભાજપ ખરીદ વેચાણ સંઘ ચલાવે છે અને ભાજપ દ્વારા ધારાસભ્યને ખરીદવામાં આવી રહ્યા છે
આ સાથે જ ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસની ધારાસભ્યની સંખ્યા ઘટી ગઈ છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI
કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, ગુજરાત સહિત છ રાજ્યમાં ઉપલાગૃહની 18 બેઠક માટે જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતાં ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
ભાજપે પહેલા અને બીજા ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાની નામની જાહેરાત કરી હતી.
કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે.
કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે.
ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












