મોદી 2.0 : નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ભારતનો દુનિયામાં ડંકો વાગ્યો કે બદનામી વધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
મોદી સરકાર-2નું એક વર્ષ પૂરું થવા પર વિદેશનીતિમાં મોદી સરકાર-1ની અપેક્ષાએ કોઈ ફરક આવ્યો છે? અને શું મોદી સરકાર-2નાં વધેલાં ચાર વર્ષમાં કોરોના વાઇરસ મહામારી બાદ દાવો થઈ રહ્યો છે એ પ્રમાણે ભારત વર્લ્ડ પાવર બનીને ઊભરી આવશે?
કોઈ પણ દેશની વિદેશનીતિઓમાં એક વર્ષના ગાળામાં કોઈ મોટો ફેરફાર નથી આવતો. પરંતુ એક વર્ષના સમયમાં કેટલાંક નવાં વલણોને ફંફોસી શકાય છે.
મોદી સરકાર-2ના પહેલા વર્ષનાં વલણ કંઈક આ પ્રકારે રહ્યાં...
- આત્મનિર્ભરતાનો પોકાર
- પીએમની વિદેશયાત્રામાં ભારે ઘટાડો
- કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે તણાવ વધ્યો
- સીએએ પર વિદેશમાં ચિંતા
- દિલ્હીનાં હુલ્લડો પર વિદેશમાં આકરી ટીકા
- રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતની પહેલી મુલાકાત
- ભારતમાં ઇસ્લામોફોબિયાને લઈને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતમાં આકરી પ્રતિક્રિયાઓ
- પડોશી દેશો સાથે બગડતા સંબંધો
- કોરોના મહામારીના સમયની કૂટનીતિ

આત્મનિર્ભરતાની વાત

ઇમેજ સ્રોત, Getty Images
મોદી-2નું એક વર્ષ પૂરું થતાં પહેલાં વડા પ્રધાન મોદીની જીભ પર એક નવો શબ્દ આવવા લાગ્યો, આત્મનિર્ભરતા. તેઓએ 12 મેના રોજ રાષ્ટ્રજોગ સંબોધનના 33 મિનિટના ભાષણમાં આત્મનિર્ભરતા અને આત્મનિર્ભર શબ્દનો 33 વાર ઉપયોગ કર્યો.
આત્મનિર્ભરતાને સ્વદેશી સાથે સાંકળીને જોવામાં આવે છે. બહારથી આ બદલાતી આર્થિક પૉલિસી તરફ ઇશારો કરે છે, પરંતુ આજે પરસ્પર જોડાયેલી આ દુનિયામાં કોઈ મોટી અર્થવ્યવસ્થા સંરક્ષણવાદી નીતિ અપનાવીને સફળ ન થઈ શકે.
કોરોના વાઇરસથી થયેલી બરબાદી બાદ એક નવી વિશ્વ વ્યવસ્થાની સ્થાપનાની શક્યતાની વાતો થઈ રહી છે.
આત્મનિર્ભરતાને અપનાવ્યા બાદ ભારતના પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબરના વિચારમાં આ એક ઐતિહાસિક શિફ્ટ છે, "(નવા) વર્લ્ડ ઑર્ડરનો મતલબ નિર્ભરતા ન હોવો જોઈએ. જે દિવસે નિર્ભર થઈ ગયા એ દિવસે નવી આર્થિક ગુલામી આવી જશે."
"આપણે પહેલાં ઘઉં, ચોખા અને અનાજ મંગાવતા હતા (વિદેશમાંથી). જ્યારે 1967-68માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે આપણે ઘૂંટણિયે આવી ગયા હતા. આપણા ખેડૂતોએ ખાદ્યમાં આપણને આત્મનિર્ભર બનાવ્યા, ત્યારે તો આજે આપણે ગર્વથી જીવી શકીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ દવાઓમાં ભારતની આત્મનિર્ભરતાનું દૃષ્ટાંત આપતાં કહે છે, "ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન છે. તેઓએ હિંદુસ્તાનમાંથી બધી નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો. તેઓએ કોઈને કહ્યા વિના ભારતની દવાઓ આખરે મંગાવી"
ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ હાલમાં નેશનલ ડિફેન્સ કૉલેજના ઑફિસરોને સંબોધિત કરતાં કહ્યું, "એક બાજુ આપણે દુનિયા સાથે જોડાયેલા છીએ, પણ આપણે વર્તમાન સંકટમાંથી ઊગરવા માટે આત્મનિર્ભર બનવાની પણ જરૂર છે, જેમ કે હાલમાં રાષ્ટ્રના નામે સંબોધનમાં વડા પ્રધાને આત્મનિર્ભરતાની વાત કરી હતી."
"જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ ત્યારે એનો મતલબ એ નથી કે આપણે આત્મ-કેન્દ્રિત કે દુનિયાથી અલગ થઈને રહીશું. એક આત્મનિર્ભર ભારત સ્વાભાવિક રીતે જ એક વધુ આંતરરાષ્ટ્રીયવાદી ભારત હશે."

વિદેશયાત્રા ઓછી થઈ

ઇમેજ સ્રોત, Getty Images
મોદી સરકારનાં પહેલા પાંચ વર્ષ પર નજર નાખીએ તો આ સમય વડા પ્રધાનનો વિદેશયાત્રાથી ભરેલો છે. પાછલા વર્ષે ભારે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ગત એક વર્ષમાં વડા પ્રધાનની વિદેશયાત્રામાં ભારે ઘટાડો થયો છે. એમ.જે. અકબર અનુસાર, પહેલાં કેટલાંક વર્ષો પૉલિસીમાં જે ખામીઓ હતી તેને સુધારવામાં ગયાં.
મોદી-1માં રાજ્ય વિદેશમંત્રી રહી ચૂકેલા અકબર કહે છે કે નેપાળ અને ખાડી જેવા પડોશી દેશોમાં વર્ષોથી ભારતના કોઈ વડા પ્રધાને યાત્રા કરી નહોતી. મોદી-1 દરમિયાન આ સંબંધોને મજબૂત કરવામાં લાગ્યાં. આ સિવાય વડા પ્રધાને મોટા ભાગે એવા દેશની યાત્રા કરી જેમની સાથે ભારતના જૂના સંબંધો હતા અથવા એવા દેશો જ્યાં ભારતના વડા પ્રધાનોએ યાત્રા નહોતી કરી.
વિદેશી મામલા પર રિપોર્ટિંગ કરનારા ફ્રાન્સ પત્રકાર મુસિન ઍનૈમી અનુસાર, "મોદીની વિદેશયાત્રાઓએ ભારતને વર્લ્ડ મેપમાં લાવી દીધો છે. ભારત પર નાના દેશોની આશાઓ વધી છે. અમારા દેશ ફ્રાન્સ સાથે સંબંધો ઘનિષ્ટ થયા છે અને આંતરિક વેપારમાં વધારો થવા લાગ્યો છે."
બ્રિટનનાં પત્રકાર વેનેસા વારીક ભારતની વિદેશનીતિ પર વર્ષોથી લખતાં આવ્યાં છે. તેઓ કહે છે કે "મોદીનાં પહેલા પાંચ વર્ષમાં વિદેશીયાત્રાઓની વૉર્ડલ સ્ટેજ પર ચર્ચા થવા લાગી. પ્રવાસી ભારતીયોએ જે રીતે તેમનું બધા દેશોમાં ધૂમધામથી સ્વાગત કર્યું એ સરાહનીય હતું. પણ ગત એક વર્ષમાં તેમની યાત્રાઓ ઓછી થઈ ગઈ અને ભારતમાં ઘટેલી કેટલીક ઘટનાઓની અસર તેમની શાખ પર પડી છે."

કાશ્મીરનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા વર્ષે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિદેશ દરજ્જો ખતમ કરતા અને આખા રાજ્યને લૉકડાઉન અંતર્ગત લાવતા દુનિયાભરમાં કાશ્મીર ફરી એક વાર ચર્ચામાં આવ્યું. પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર પણ ગયું, પણ ત્યાં સુધી ભારતની શાખ એટલી મજબૂત થઈ ગઈ હતી કે મોટા દેશોએ પાકિસ્તાનનું ન સાંભળ્યું. આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની ચર્ચા થોડાક દિવસો સુધી ચાલી અને ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયાએ મોદી સરકારની આકરી ટીકા પણ કરી.
ખુદ ભારતમાં તેને મોદી સરકારની એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવાઈ.
સીએએ પર વિદેશમાં શું કહેવાયું?: ડિસેમ્બરમાં સંસદ દ્વારા પાસ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)ની વિપક્ષે આકરી ટીકા કરી અને કહ્યું કે આ કાયદો મુસ્લિમવિરોધી અને સંવિધાનના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. એવી પણ આશંકા વ્યક્ત કરાઈ કે એનઆરસી (નાગરિકતા રાષ્ટ્રીય રજિસ્ટર) અને
એનપીઆર (રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર)ની સાથે સીએએનો ઉપયોગ મુસલમાનોને ટાર્ગેટ કરવામાં કરાઈ શકે છે.
તેને લઈને મોદી સરકાર પર આંતરરાષ્ટ્રીયસ્તરે ઘણું દબાણ થયું. સંયુક્ત રાષ્ટ્રે સીએએની સ્પષ્ટ ભેદભાવપૂર્ણ જોગવાઈઓની આકરા શબ્દોમાં નિંદા કરી. ભારતે જવાબમાં કહ્યું કે આ ભારતનો "આંતરિક મામલો છે" અને કોઈ વિદેશી સરકાર કે સંસ્થાએ તેમાં દખલ દેવાની જરૂર નથી.
આંતરરાષ્ટ્રીય મામલાની એક રશિયન કાઉન્સિંગ માટે લખતાં દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર નરેન્દ્ર નાગરવાલ કહે છે કે આ કાયદાથી વિદેશમાં ભારતની છબિ ખરાબ થઈ છે.
"આંતરરાષ્ટ્રીય મીડિયાએ સીએએ બાદ ભારતની નક્કી થયેલી વિદેશનીતિ અને વૈશ્વિક સ્થિતિને શું નુકસાન થયું તેનું નિરીક્ષણ કર્યું. મહત્ત્વની વાત એ છે કે ભારત સતત વૈશ્વિક અલગાવ તરફ આગળ વધી રહ્યો છે, અને તેના વિશ્વસનીય સહયોગીઓએ અલ્પસંખ્યકોના અધિકારો પ્રત્યે દેશની બંધારણીય પ્રતિબદ્ધતા પર પણ સવાલ ઉઠાવ્યા છે."

દિલ્હી રમખાણ અને વિદેશની પ્રતિક્રિયાઓ

ઇમેજ સ્રોત, Getty Images
મલેશિયાના મુહાતિર મુહમ્મદે વડા પ્રધાન તરીકે સીએએ અને દિલ્હી રમખાણ પર ભારતની ખૂલીને ટીકા કરી. તેઓએ કાશ્મીર પર બોલીને અગાઉથી જ મોદી સરકારને નારાજ કરી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દિલ્હી રમખાણ પર ટ્વીટ કર્યું, જેની મોદી સરકાર પર કોઈ અસર ન થઈ. પણ ઈરાન અને તુર્કીએ તેનો વિરોધ કર્યો અને બાંગ્લાદેશમાં પણ વિરોધપ્રદર્શનો થયાં.
એ વાત પર ભાર આપવા કે ભારતમાં તેમની મુસ્લિમવિરોધી છબિ એક સ્થાનિક રાજકીય કાવતરું છે. નરેન્દ્ર મોદીએ ખાડી દેશો સાથે પોતાના સારા સંબંધો પર હંમેશાં ભાર આપ્યો છે.
તેમનું કહેવું છે કે ભારતના ઇતિહાસમાં ખાડી દેશો સાથે તેમના કાર્યકાળમાં સારા સંબંધો છે અને માલદીવ અને બહરીને તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું છે.
પરંતુ દિલ્હી રમખાણ અને કોરોના વાઇરસ સમયે મુસલમાનોને ટાર્ગેટ કરતાં ખાડી દેશોમાં આકરી ટીકા થઈ છે. ભારત સરકારે તેને ગંભીરતાથી લીધું છે કે કેમ એના કોઈ યોગ્ય સંકેત મળ્યા નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતમાં પહેલી મુલાકાત

ઇમેજ સ્રોત, TWITTER/NARENDRA MODI
યાત્રા એક દિવસ હતી પણ 25 ફેબ્રુઆરીએ તેમની ભારતની યાત્રા મોદી-2ની પહેલી મોટી સફળતામાંની એક છે.
વૉશિંગ્ટનમાં ભારતીય મૂળના પત્રકારો અનુસાર, ટ્રમ્પની આ મુલાકાતને ભારતની રાજદ્વારી જીતના રૂપમાં જોઈ શકાય. ત્યાં વર્ષોથી રહેલા એક પત્રકાર ચિદાનંદ રજઘટ્ટાએ પોતાની કૉલમમાં તેને મોદીની સિદ્ધિ ગણાવી.
આ યાત્રા દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર પણ થયા, જેની જાહેરાત રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાતે કરી હતી, "આજે અમે ભારત માટે અપાચે અને એમએચ-60 આર હેલિકૉપ્ટર સહિત ત્રણ અબજ ડૉલરથી વધુ અમેરિકન રક્ષા ઉપકરણ ખરીદવા માટેના કરાર સાથે પોતાના સંરક્ષણ સહયોગનો વિસ્તાર કર્યો."
તેઓએ આગળ કહ્યું કે "આ સોદો અમારી સંયુક્ત રક્ષાક્ષમતાને વધારશે, કેમ કે અમારા આતંકવાદીઓ એકસાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે."
પરંતુ અમદાવાદમાં એક મોટા ક્રિકેટ સ્ટેડિયયમાં એ સમયે હજારો ભારતીયોએ તેમનું સ્વાગત કર્યું જ્યારે દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ ગયો હતો. આથી બંને નેતાની ટીકા પણ થઈ.
ભારતીય વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકબીજાને તેમના ખાસ મિત્ર કહે છે, પરંતુ મોદી અમેરિકાની રાષ્ટ્રપતિની નારાજગી પણ વાકેફ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એ સમયે ભારતથી નારાજ થઈ ગયા જ્યારે ભારતે હાઇડ્રૉક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો. ટ્રમ્પે બદલો લેવાની ધમકી પણ આપી દીધી.
મોદી સરકારે અમેરિકા દવા મોકલવાની જાહેરાત કરી અને એ રીતે મામલો દબાઈ ગયો.

ખાડી દેશોમાં ખટાશ

ઇમેજ સ્રોત, Reuters
કોરોના વાઇરસના ફેલાવામાં તબલીગી જમાતની ભૂમિકા બાદ થયેલી મુસ્લિમવિરોધી ઘટનાઓ પર ખાડી દેશોમાંથી આકરી પ્રતિક્રિયા આવી. સોશિયલ મીડિયામાં મુસ્લિમ અને ઇસ્લામવિરોધી કૉમેન્ટ કરનારા કેટલાક ભારતીય હિન્દુઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્યાંના શાહી પરિવારનાં એક સભ્ય શહઝાદી હિન્દે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે આ ઘટનાઓથી દુઃખ થાય છે, કેમ કે તેમની નજરમાં ભારત એક મોટું લોકતંત્ર છે અને આ રીતની ઘટનાઓથી તેમના દેશવાસીઓને આઘાત લાગ્યો છે.
તેઓ કહે છે, "બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ પર હું કોઈ ટિપ્પણી નહીં કરું, પરંતુ અહીંના ખાનગી વેપારી અને કૉર્પોરેટના લોકો એવા ભારતીયોનો નોકરી નહીં આપે, જેમના પર મુસ્લિમ કે ઇસ્લામવિરોધ હોવાનો આરોપ છે."

પડોશી દેશો સાથે બગડતાં સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
મોદી-2ના પહેલા વર્ષનો અંત પડોશી દેશ નેપાળ અને ચીન સાથેના સંબંધો બગડવાથી થયો. નેપાળે એક નવો રાજકીય નકશો જાહેર કર્યો છે, જેમાં દાવો કરાયો છે કે કાલાપાની, લિમ્પિયાધુરા અને ઉત્તરાખંડનું લિપુલેખ નેપાળમાં છે. ભારતે તેના પર વિરોધ દર્શાવીને ભાર દઈને નેપાળને કહ્યું કે ભારતના વિસ્તારોને પોતાના નકશામાં સામેલ કરવાની ભૂલ ન કરે. ભારતે નેપાળને ફરી વાર વાતચીત કરવાની રજૂઆત પણ કરી છે. નેપાળે આ પગલું ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા એ રોડનું ઉદઘાટન કર્યા બાદ ભર્યું છે જે ભારત અને ચીનને જોડે છે. નેપાળનો દાવો છે કે જે વિસ્તારમાંથી આ રસ્તો નીકળે એ છે એ વિસ્તાર તેમનો છે.
ભારત અને ચીનની સરહદો પર ફરી એક વાર ખટપટ શરૂ થઈ છે, જેને કારણે ભારત ચિંતામાં છે.
મોદી-2ના પહેલા વર્ષના અંતમાં એક સારી ખબર એ માની શકાય કે માલદીવે ઇસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો સાથ આપ્યો છે.
પરંતુ એ સત્યથી મોઢું ન ફેરવી શકાય કે મોદી-2નાં વધેલાં વર્ષોમાં પડોશી દેશો સાથે, ખાસ કરીને નેપાળ અને ચીન સાથે સંબંધો સુધારવા એક મોટા પડકારોમાંથી એક હશે.
વડા પ્રધાને આ મહામારી દરમિયાન જી-20ના દેશોનો સંપર્ક કર્યો અને પડોશી દેશો સાથે વાત પણ કરી. આ સિવાય વિદેશસચિવ અનુસાર, ભારતે કોરોના વાઇરસ દરમિયાન 133 દેશોને દવાઓ મોકલાવી છે.
મોદી સરકારનાં વધેલાં ચાર વર્ષમાં કોશિશ એ જ હશે કે આવનારા અસ્થાયી સમયમાં વિદેશ પૉલિસીમાં નરમાશ દાખવે.
એમ.જે. અકબર કહે છે કે 21મી શતાબ્દીમાં ભારતની ગણના એ ગણ્યાગાંઠ્યા ફ્રન્ટલાઇન દેશોમાં હશે જે દુનિયાનું નેતૃત્વ કરશે અને કદાચ એ જ વડા પ્રધાનની આગામી ચાર વર્ષમાં કોશિશ હશે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












