You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં સૌથી વધારે મૃત્યુ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં - Top News
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સાજા થનાર દરદીઓ કરતાં મૃતકોની સંખ્યા વધારે છે એવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.
અહેવાલ અનુસાર ગુજરાતમાં એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કોરોનાથી સાજા થનાર દરદીઓથી વધારે છે.
અખબાર મુજબ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 25 માર્ચથી 19 મે સુધી કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 343એ પહોંચી છે જ્યારે 338 દરદીઓ સાજા થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલમાંથી 884 દરદી સાજા થયા છે જ્યારે 117 દરદી મૃત્યુ પામ્યા છે. ખાનગી હૉસ્પિટલમાં 186 લોકો સાજા થયા જ્યારે 63 મૃત્યુ પામ્યા છે.
આજ રીતે સોલા સિવિલમાં 187 લોકો સાજા થયા છે જ્યારે 26 લોકો મૃત્યુ પામ્યા છે.
અખબાર લખે છે કે વધારે મૃત્યુ થવાના કારણે સિવિલ હૉસ્પિટલ પ્રત્યે લોકોમાં ભય વધી રહ્યો છે.
અખબાર મુજબ હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સની ઓછી સંખ્યા, સમયસર દવા ન મળવી, ધમણ-1 વૅન્ટિલેટરનો ભય અને હાઈ-ઍન્ડ વૅન્ટિલેટરની ઉણપ વગેરે જેવા 22 કારણો લોકો દ્વારા જાણવા મળ્યા છે.
જોકે, સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરનું કહેવું છે કે ખૂબ જ ગંભીર હાલતમાં હોય તેવા દરદીઓને ખાનગી હૉસ્પિટલ અને સોલા સિવિલમાંથી પણ મોકલવામાં આવે છે. જેના કારણે અહીં મૃતકાંક વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત કોરોના વાઇરસની સારવાર કરી રહેલાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે ઘરડાં લોકો હૉસ્પિટલમાં દાખલ થવાથી અને સિમ્ટમસ દેખાયાના ઘણા સમય બાદ હૉસ્પિટલમાં દાખલ થતાં મૃતકાંક ઉંચો છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2132 કોરોના દરદીઓની સારવાર
ધ હિન્દુના અહેવાલ અનુસાર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હાલ સુધીમાં કોરોના વાઇરસના 2132 દરદીઓની સારવાર કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ભારતના ગરીબ અને નબળા પરિવારોને કેશલેસ અને પેપરલેસ સુવિધા પુરી પાડે છે.
યોજનાનો લાભ મેળવી રહેલાં 53 કરોડ લાભાર્થીઓ માટે કોરોના વાઇરસના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ મફતમાં કરાવી શકશે.
આઈપીએલ ચોમાસા પછી રમાશે
બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું છે કે આઇપીએલ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ચોમાસું પતે પછી રમાઈ શકે છે.
હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ રાહુલ જોહરીએ ટીસીએમ સ્પૉર્ટ્સ હડ્ડલ વેબિનારમાં કહ્યું હતું કે આઈપીએલ સૌથી વધારે લોકોને જોડે છે. ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જેટલાં લોકોએ મત આપ્યો હતો તેના કરતા વધારે લોકોએ આઇપીએલ જોઈ છે.
રાહુલ જોહરીએ કહ્યું "આઈપીએલ ઑક્ટોબર-નવેમ્બર માસમાં સરળ નહીં હોય. જ્યારે ફ્લાઇટ્સની શરૂઆત થશે. તમામ લોકોએ પોતાની જાતને રમતાં પહેલાં ક્વોરૅન્ટીન કરવી પડશે. અમારે પણ જોવું પડશે કે તેની આયોજન પર શું અસર થાય છે. શિડ્યુઅલ ટાઇટ જ હોય છે. વિચારો કે 14 દિવસના ક્વોરૅન્ટીનમાં તમારે પ્રેક્ટિસનું પણ ધ્યાન રાખવાનું છે. અનેક વસ્તુઓ છે પરંતુ અમે આશાવાદી છીએ. આશા છે કે સ્થિતિ ચોમાસામાં સુધરશે અને અમે ત્યારબાદ વિચારીશું."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો