રૂપાણી સરકારે ગુજરાતમાં મજૂર કાયદામાં ફેરફાર કેમ કર્યો?

ઇમેજ સ્રોત, JEWEL SAMAD/GETTY IMAGE
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ઉદ્યોગનો જે કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવશે તો એને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ આપવામાં આવશે એવી જાહેરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી છે.
જોકે મુખ્ય મંત્રીની આ જાહેરાત સામે મજૂરોના અધિકારો પર કામ કરનારા અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “મજૂરોને લઘુતમ વેતન મળવું જ જોઈએ, તેમની સેફ્ટીના જે નિયમો છે એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામદારોની સુરક્ષા ન જોખમાવી જોઈએ, કામદારને ઈજા થઈ કે મૃત્યુ થયું તો વળતર પૂરેપૂરું આપવું પડશે. આ ત્રણ બાબતો સિવાય લેબર લૉના કોઈ નિયમો નવા સ્થપાનારા ઉદ્યોગને લાગુ નહીં પડે.
જોકે, જૂની ફૅક્ટરીઓને મજૂર કાયદો લાગુ પડશે જ એમાં કોઈ છૂટ નથી.
વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે ઑનલાઇન મંજૂરી અમે આપશું. એનું પ્રોડકશન શરૂ થાય ત્યારથી 1200 દિવસ ગણવામાં આવશે. ચીન, જાપાન વગેરે દેશની અનેક કંપનીઓ ચીન છોડવા પ્રયાસ કરી રહી છે. એ કંપનીઓ ગુજરાતમાં આવે એ માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યા છે. સરકારે જીઆઈડીસીમાં 33,000 હેક્ટરથી વધુ જમીનની તૈયારી કરી છે.

‘મજૂરવિરોધી પગલું’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કારખાનાંના કામદારોના હક માટે વર્ષોથી સંઘર્ષરત એવા જગદીશ પટેલ રાજ્ય સરકારના લેબર લૉ નહીં લાગુ કરવાનું પગલું કામદારવિરોધી ગણાવે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “આ તો મજૂર કાયદાને 1200 દિવસ સુધી તાક ઉપર મૂકવાની વાત છે, જે મજૂરવિરોધી છે અને આવી જોગવાઈથી મજૂરોનું કંઈ ભલું થવાનું નથી.”
જગદીશ પટેલ સરકારની આ જાહેરાતને બંધારણની પણ કેટલીક જોગવાઈનો ભંગ ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમનું કહેવું છે કે ”મજૂરોના અધિકારોને લગતા એક-એક કાયદા માટે મજૂરો અને તેમનાં સંગઠનોએ ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે. મજૂર કાયદા એ માત્ર મજૂરોના હકની વાત નથી, પરંતુ તેમને નાગરિક તરીકેની ગરિમા મળે છે એની બાંહેધરીની પણ વાત છે, લેબર લૉનો છેદ ઉડાવી દેવો એ બિલકુલ ગેરવાજબી છે. આમ પણ મજૂર કાયદાનો આપણા રાજ્યમાં ખૂબ ઓછો અમલ થાય છે. એમાં હવે જો નવા એકમો માટે કાયદો જ ન અમલી બનતો હોય તો એ કોઈ વિકસિત કે ન્યાયિક સમાજની વ્યાખ્યામાં ફીટ બેસતી વાત નથી.”
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
ઈએસઆઈનું શું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
મુખ્ય મંત્રીની જાહેરાતમાં ત્રણ મુદ્દા સિવાયની કોઈ વાત નથી અને તેને લઈને અસ્પષ્ટ સ્થિતિ સર્જાઈ છે એવો જાણકારોનો મત છે.
જગદીશ પટેલનું કહેવું છે કે ”આ જાહેરાત બાબતે સરકારે કેટલીક સ્પષ્ટતા કરવી પડે, જેમ કે, ઍમ્પલૉયી સ્ટેટ ઇન્સ્યૉરન્સ (ઈએસઆઈ) જે સામાજિક સુરક્ષાનો મોટો કાયદો છે. એ કામદાર અને માલિકોના ફાળાથી ચાલે છે. આ કાયદો લેબર લૉમાં જ સમાવાયેલો છે.”
"ઈએસઆઈ હેઠળ જે લોકોને આવરી લેવાયા હોય તેમને સુધરાઈ વળતર ફાળવે એવી જોગવાઈ છે. એ એક રીતે મજૂરો માટેનો વીમો છે. એનું પ્રીમિયમ ભરવામાં આવે છે. કોરોનાને કારણે કોઈ મજૂર માંદો પડ્યો હોય અને કામ પર ન જઈ શકે તો જે દિવસ પડે એનો અડધો પગાર તેને એમાંથી મળવાપાત્ર થાય. સરકારે જે નવી જાહેરાત કરી છે એમાં આના વિશે કોઈ સ્પષ્ટતા નથી."
કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદી સર્જાઈ છે અને સરકારની નેમ પણ ઉદ્યોગોનો વિકાસ કરીને અર્થવ્યવસ્થાને તેજી આપવાની દેખાઈ રહી છે.
જોકે, જગદીશ પટેલ કહે છે કે સરકાર જો એવું માનતી હોય કે મજૂર કાયદા નબળા કરી નાખવાથી ધડાધડ કારખાનાંઓ લાગી જશે તો એવું મને લાગતું નથી. આ તો પારોઠનાં પગલાં ભરવાં જેવું છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મજૂરોની સેફ્ટીમાં સમાધાન થશે નહીં. આ મુદ્દે જગદીશ પટેલ સવાલ કરે છે.
એમનું કહેવું છે કે, “સેફ્ટી માટે તો એક જ ફૅક્ટરી ઍક્ટ છે. જો તમે એમ કહો છો કે કામદારોની સેફ્ટીનું પાલન થવું જોઈએ તો શું ફૅક્ટરી ઍક્ટ લાગુ પડશે? જો એ લાગુ પડવાનો હોય તો એમાં તો કામદારોને 8 કલાક કામની જોગવાઈ છે. આપણે ત્યાં તો કામદારો પાસેથી 12 કલાક કામ લેવામાં આવે છે. આ કાયદામાં ઓવરટાઇમનો બમણો પગાર આપવાની જોગવાઈ છે એટલે ફૅક્ટરી ઍક્ટ લાગુ થશે કે નહીં તેની સરકારે સ્પષ્ટતા કરવી પડે.”
જો ઉદ્યોગો આવશે તો રોજગારી ઊભી થશે. કામદારોને પણ એનાથી જ ફાયદો થશે ને?
આ સવાલના જવાબમાં જગદીશ પટેલ કહે છે, “જો રોજગારી જ ઊભી કરવી હોય તો પછી બધા કાયદા જ રદ્દ કરી નાખો ને. માનવીય ગરિમા અને સન્માનનું ભાન હોય તો કોઈ આ રીતે કાયદાનો છેદ ઉડાવે જ નહીં. જો મજૂર કાયદાને મોકૂફ જ રાખવાના હોય તો એનો મતલબ એ કે બાર કલાક જ શું કામ મજૂરો કામ કરે, ભલે ને એનાં કરતાં પણ વધુ સમય મજૂરી કરે.”
મહત્ત્વની બાબત એ પણ છે કે મજૂરોના કેટલાક કાયદા સંસદમાં પસાર થઈને અમલી બન્યા છે તો રાજ્ય સરકાર એને મોકૂફ રાખી શકે કે કેમ એ પણ જાણવું પડે.
જગદીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં અસંગઠિત ક્ષેત્રના 90 ટકા કામદારો લેબર લૉના ફાયદા એટલે કે હકથી વંચિત રહે છે. માત્ર 10 ટકા જે સંગઠિત ક્ષેત્રના કામદારો છે તેમને જ લેબર લૉનો લાભ મળે છે. ખરેખર તો સરકારે એ 90 ટકાને એ હક-લાભ મળે એ માટે કામ કરવાનું હોય. એ કાયદાનું સરખું પાલન ન થતું હોય તો એ રદ્દ ન કરવાનો હોય. નિષ્ફળતા છુપાવવાની ન હોય. આપણો દેશ જો વિકસિત રાષ્ટ્ર હોય તો એનાં કોઈ એંધાણ જ નથી.

‘મોટા પાયે પહોંચી વળવું અઘરું’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાજપના નેતા યમલ વ્યાસ કહે છે કે એ વાત સાચી છે કે અસંગઠિત ક્ષેત્રના લોકો કાયદાના હકના જે લાભ મળવા જોઈએ એનાથી વંચિત રહે છે, પરંતુ સરકાર એના માટે શું કરી શકે એ પણ એક સવાલ છે.
તેઓ કહે છે કે આ મુદ્દે દરેક સરકારની મર્યાદા રહી છે. દરેક પાર્ટીની સરકારે પોતાની રીતે પ્રયાસ કર્યા જ છે અને હજી પણ કરે છે, પરંતુ મોટા ફલક પર તેમના સુધી પહોંચી વળવું એ સરકાર માટે અઘરું છે. આ મુદ્દા થોડા સંકીર્ણ છે તેથી તેના રસ્તા કાઢવા મુશ્કેલ બની જાય છે.
યમલ વ્યાસે લેબર લૉમાં સરકારે આપેલી રાહતને ઉદ્યોગો અને રોજગારી માટે નવા અવસર સાથે સરખાવ્યા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું હતું, “કોઈ ઉદ્યોગ મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં છે અને તેમણે કંપનીનું વિસ્તરણ કરવું છે કે નવું યુનિટ શરૂ કરવું છે તો એ લેબર લૉની છૂટને લીધે ગુજરાત પર પસંદગી ઢોળશે. વિદેશની કંપની પણ ભારતમાં ક્યાંય પ્લાન્ટ નાખવાનું વિચારતી હોય તો ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય પસંદ કરશે, કારણ કે લેબર લૉમાં રાહત આપવામાં આવી છે.”
“એક વાત એ પણ સમજવા જેવી છે કે લેબર લૉ અન્ય કેટલાક દેશોની સરખામણીએ આપણે ત્યાં ખૂબ મજબૂત છે. વિદેશમાં આપણે એવું સાંભળીએ છીએ કે ફલાણી કંપનીએ પાંચ હજાર કામદારોને એક સાથે છૂટા કર્યા તો એવું આપણે ત્યાં શક્ય નથી. લેબર લૉમાં રાહત થશે તો આપણે પણ વિદેશની જેમ સ્પર્ધાત્મક એટલે કે કૉમ્પિટેટિવ થઈ જઈશું.”
જો મજૂરોના હક જ ન જાળવવા હોય અને ધંધા જ ઊભા કરવા હોય તો લેબર લૉ શા માટે રાખ્યા છે?
આના જવાબમાં યમલ વ્યાસ કહે છે કે લેબર લૉના જે કાયદા ઘડાયા ત્યારે આપણે ત્યાં એની ખૂબ જરૂર હતી, કારણ કે તેમનું ખૂબ શોષણ થતું હતું. હવે એવી સ્થિતિ નથી. અમદાવાદના વટવામાં જે લોકોને ફૅક્ટરી છે તેમને કામદારોને લાવવા માટે ભાઈબાપા કરવા પડે છે. તેથી હવે કામદારોનાં શોષણ થતાં નથી. હવે સ્કિલ્ડ વર્કર હોય કે મેન્યુઅલ કામદાર હોય તેમને તેમની શરતો પ્રમાણે કામ મળે છે.
કેટલાક મજૂર કાયદા સંસદમાંથી પાસ થયા હોય તો રાજ્ય સરકાર એને મોકૂફ કરી શકશે?
આના જવાબમાં યમલ વ્યાસ કહે છે કે સંસદમાં પાસ થયા હોય એ કાયદાને રાજ્ય સરકાર ઠેલી ન શકે, તેથી નોટિફિકેશન આવે એ પછી જ આ બાબતોની સ્પષ્ટતા થઈ શકશે.

‘લેબર લૉના પાલનનું ઇન્સ્પેક્શન થતું નથી’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્ય સરકારની નવતર પહેલ વિશે વાત કરતાં નીતિવિષયક બાબતોના સમીક્ષક વિદ્યુત જોષીએ બીબીસીને જણાવ્યું હતું કે લેબર લૉમાં સંશોધન છેલ્લાં ચારેક વર્ષથી ચાલે છે જે અંતર્ગત એને ચાર કોડમાં વહેંચી નાખવાનું આયોજન થઈ રહ્યું છે. એની કમિટી પણ છે.
તેઓ કહે છે, “ચાર વર્ષ અગાઉ આ જાહેર થયું ત્યારે ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં એક બેઠક થઈ હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે લેબર ઇન્સ્પેક્ટરોએ કારખાનાંના માલિકોને બહુ હેરાન ન કરવા. તેમણે કારખાનેદારોના ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ બનવાનું, નહીં કે ઇન્સ્પેક્ટર. એટલે કે જો કોઈ માલિક એવું લખી આપે કે હું મજૂર કાયદાનું પાલન કરીશ તો એમાં બહુ માથાકૂટમાં નહીં પડવાનું. ઇન્સ્પેક્શન નહીં કરવાનું.”
પણ વ્યાવહારિક રીતે પાલન ન થતું હોય તો? એ સવાલના જવાબમાં વિદ્યુત જોષીએ કહ્યું કે એવી ફરિયાદ આવે ત્યારે ઇન્સ્પેક્શન કરવું. ટૂંકમાં એ જે આયોજન છે તે અત્યારે આડકતરી રીતે ધીમેધીમે સામે આવી રહ્યું હોય એવું લાગે છે. મુદ્દો એ છે કે લેબર લૉના પાલનનું ઇન્સ્પેક્શન થતું નથી, માટે તો એના ડેટા નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ફેરફારથી શું ફાયદો-ગેરફાયદો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
એના જવાબમાં વિદ્યુત જોષી કહે છે કે “ઇન્સ્પેક્ટરરાજમાં એવું હતું કે ધારો કે તમે પાંચ મજૂર રાખ્યા છે એની જન્મતારીખ તમે નથી લખી તો આટલો દંડ એ બધું બંધ થઈ જશે. અનેક ફોર્મ ભરવા પડતા હતા. ફૅક્ટરીમાલિક ફોર્મ ન ભરી શકે તો લેબર ફોર્મ માટે કન્સલ્ટન્ટ રાખવામાં આવતા હતા એનો એક ધંધો શરૂ થયો હતો. એ કન્સલ્ટન્ટ મહિને એક વાર આવીને બધા લેબર ફોર્મ ભરી જાય વગેરે જે ઊભું થયું હતું એ હવે નહીં રહે.”
“એક રીતે જોઈએ તો વિશાળ ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો બ્યૂરોક્રેટાઇઝેશન ઓછું કરો એના જેવી આ વાત છે. તેથી એના ભાગરૂપે નક્કી કર્યું કે લેબર ઇન્સ્પેક્ટરે માલિકોના ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઇડ તરીકે વર્તવું. લખાવી લેવાનું કે કાયદાનું પાલન કરશું અને ઇન્સ્પેક્શન કરવાનું નહીં. એની સામે એ પણ સમજવાનું રહે કે આ બધું કરવા જતાં સંવિધાનના કેટલાક સિદ્ધાંતોનો ભંગ થાય છે.”
“સાદી વાત છે કે કામદાર પાસે 8 કલાક જ કામ કરાવાય, પણ કામનાં ઘણાં સ્થળે પાળીઓ જ બાર કલાકની છે. આપણે ત્યાં મજૂર કાયદા હોવા છતાં તેનો ફાયદો માત્ર 10 ટકા મજૂરોને મળતો હતો. આ દશ ટકા મજૂરોને એટલા માટે મળતો હતો કે તેઓ સંગઠિત ક્ષેત્રના મજૂરો હતો. 90 ટકા અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એમને તો મજૂર કાયદાનો લાભ જ મળતો નથી. જે દશ ટકાને આ લાભ મળતો હતો એ બૅન્ક કે એલઆઈસી, રેલવે તેમજ સરકારી કર્મચારીઓ હતા. તેમજ મોટી ફૅક્ટરીની કામદારોને આ લાભ મળતા હતા.”
વિદ્યુત જોષી વધુમાં કહે છે, “છેલ્લાં દશેક વર્ષમાં તો ચિત્ર એવું છે કે જે 90 ટકા હતા એના 94 ટકા થઈ ગયા છે. હવે તમે જુઓ કે કોઈ રાજકીય નેતા પોતાની જાતને ટ્રેડ યુનિયન લીડર નથી કહેવડાવતો. છેલ્લા અશોક ભટ્ટ હતા એ પછી કોઈ એવો લીડર નથી, કારણ એ છે કે પછી એને પાર્ટીમાં અલગ કરી દેવામાં આવે છે."
"હવે વિશાળ ઔદ્યોગિક વિકાસની નેમ છે તેથી સ્ટેટ અને કૅપિટલ વચ્ચે એક યુતિ છે. તેથી એક તરફ મોટા ઉદ્યોગો સ્થપાતા જાય અને પાવર એને મદદ કરતો જાય. વળી, મીડિયા દ્વારા માહોલ એવો ઊભો કરવામાં આવે કે વિકાસ થઈ રહ્યો છે. તેથી મીડિયાનો જે સમીક્ષકનો રોલ હતો તે ખતમ થઈ ગયો છે.”


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












