લક્ષણ વિનાના કોરોના વાઇરસના કેસ ભારત માટે કેમ ખતરનાક?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસના જે પૉઝિટિવ કેસ નોંધાયા છે તેમાં અંદાજે 80 ટકા કેસ કોઈ લક્ષણ વગરના અથવા ઘણાં સમાન્ય લક્ષણવાળા જોવા મળ્યા છે.

ભારતના કોરોના વાઇરસ માટે થતા ટેસ્ટિંગ અને સંશોધન પર ધ્યાન રાખતી સંસ્થા આઇસીએમઆરના રમન ગંગાખેડકરે ઉપરોક્ત વાત જણાવી હતી.

આ જ પ્રકારના કેસ ગુજરામાં પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

રવિવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કહ્યું કે 'દિલ્હીમાં કોરોનાના એક દિવસમાં 736 ટેસ્ટ રિપોર્ટમાંથી 186 લોકો પૉઝિટિવ નીકળ્યા. તમામ 'એસિમ્પ્ટોમેટિક' કેસ છે એટલે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. કોઈ તાવ, ખાસી કે શ્વાસની ફરિયાદ નથી. તેમને ખબર નથી કે આ કોરોના લઈને ફરી રહ્યા છે'

આમ ભારતમાં અસિમ્પ્ટોમૅટિક (લક્ષણ વિનાના) કોરોનાના કેસ ડૉક્ટરો માટે નવા માથાનો દુ:ખાવો બની ગયા છે.

આ વિશે વધુ જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે કોરોના સંક્રમણ કેવી રીતે ફેલાઈ શકે છે.

સંક્રમણ ક્યારે-ક્યારે ફેલાઈ શકે છે?

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના કહેવા પ્રમાણે કોરોના સંક્રમણ ફેલાવવાના ત્રણ રસ્તા હોઈ શકે છે.

1. સિમ્પ્ટોમૅટિક - એ લોકો જેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળે અને પછી તેમણે બીજામાં ફેલાવ્યા હોય. આ લોકો લક્ષણ દેખાયાના ત્રણ દિવસ પહેલાં લોકોમાં કોરોના ફેલાવી શકે છે.

2. પ્રી સિમ્પ્ટોમૅટિક - વાઇરસ સંક્રમણ ફેલાવવા અને લક્ષણ દેખાડવાની વચ્ચે પણ કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. આની સમય મર્યાદા 14 દિવસની હોય છે, જે આ વાઇરસનો ઇંક્યૂબેશન પિરિયડ પણ છે. આમાં સીધી રીતે કોરોનાના લક્ષણ ફેલાતા નથી.

3. અસિમ્પ્ટોમૅટિક - જેમાં કોઈ પ્રકારના લક્ષણ નથી હોતા પરંતુ તે કોરોના પૉઝિટિવ હોય છે અને સંક્રમણ ફેલાવી શકે છે.

દુનિયાના બાકી દેશોમાં પણ અસિમ્પ્ટોમૅટિક કેસ જોવા મળ્યા છે, પરંતુ ભારતમાં આની સંખ્યા થોડી વધારે છે.

અસિમ્પ્ટોમૅટિક કેસ કેમ વધારે ખતરનાક છે ?

લક્ષણ વિના કોરોનાના દરદીને સવાઈ માનસિંહ હૉસ્પિટલના એમએસ ડૉ. મીણા 'બે ધારવારી' તલવાર કહે છે. તેમના કહેવા પ્રમાણે કોઈ દરદીમાં કોઈ લક્ષણ નહીં હોય, તો તે પોતાનો ટેસ્ટ પણ નહીં કરાવે, તો તેમને ખ્યાલ નહીં આવે અને તે કોરોના ફેલાવતો રહેશે.

ડૉ. મીણાનું કહેવું છે કે જે પણ માણસ બહાર જાય છે, તેણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેવું લોકોને ખબર પડે છે કે તેઓ કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવ્યા છે, તો તેમણે સામે ચાલીને ટેસ્ટ કરાવવો જોઈએ.

ડૉ. નાગરાજ અને ડૉ.મીણા બંનેનું કહેવું છે કે રેપિડ ટેસ્ટિંગ અને પૂલ ટેસ્ટિંગથી આવા કેસને પકડવામાં થોડી મદદ જરૂરથી મળશે પરંતુ યુવાન લોકોએ પણ પોતાનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.

ભારત માટે ચિંતાજનક કેમ?

ડૉ. નાગરાજના કહેવા પ્રમાણે ભારતમાં યુવાન લોકોની સંખ્યા બીજા દેશો કરતા વધારે છે, અને તેમને જ કોરોનાનો ચેપ વધારે લાગી રહ્યો છે. આથી ભારતે આ ટ્રેન્ડથી ચિંતા કરવાની જરૂર છે.

4 એપ્રિલે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં 20 થી 49 વર્ષની ઉંમરની વચ્ચે 41.9 ટકા લોકો કોરોનાનો ભોગ બન્યા છે. 41થી 60 વર્ષની ઉંમરના 32.8 ટકા કોરોનાના પૉઝિટિવ છે.

આ આંકડાથી સ્પષ્ટ છે કે દેશમાં યુવાનો જ કોરોનાના સંક્રમણની ઝપેટમાં વધારે આવી રહ્યા છે.

ડૉ. નાગરાજના કહેવા પ્રમાણે આની પાછળનું એક કારણ એ પણ છે કે ભારતના લોકોની ઇમ્યુન સિસ્ટમ બીજા દેશના નાગરિકોની સરખામણીએ ઘણી સારી છે, એટલા માટે ભારતમાં કોરોના વાઇરસના લક્ષણ જોવા મળત નથી અને છતાં પણ કોરોનાના દરદી હોય છે.

ડૉ. નાગરાજની આ વાતથી સવાઈ માનસિંહ હૉસ્પિટલના એમએસ ડૉ એમએસ મીણાનો મત અલગ છે. તેમના કહેવા પ્રમાણે ભારતીયોની જીવન પદ્ધતિ, ભૌગૌલિક સ્થિતિ આના માટે જવાબદાર છે. આપણો પ્રદેશ ગરમ છે, આપણે ગરમ ખાવાનું ખાઈએ છીએ, ગરમ પીણા પીએ, આ કારણે અહીં અસિમ્પ્ટોમૅટિક લોકો વધારે જોવા મળે છે. તેમના કહેવા પ્રમાણે કોરોના વાઇરસ હીટ સેન્સેટિવ છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતી નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, જોકે બને કે આમાંથી કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના નવીનતમ કેસ તરત ન દેખાય.

મેડિકલ જનરલ નેચર મેડિસિનમાં 15 એપ્રિલે પ્રકાશિત એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ19ના દરદી લક્ષણ દેખાડવા માટે 2-3 દિવસ પહેલાં જ લોકોને સંક્રમિત કરવાના શરૂ કરી શકે છે. તેમણે 44 ટકા કેસમાં આવું મળ્યું છે. પહેલું લક્ષણ દેખાયા પછી, બીજાને સંક્રમિત કરવની ક્ષમતા પણ પહેલાં કરતાં ઓછી હોય છે.

નેચર મેડિસિનમાં પ્રકાશિત આ રિપોર્ટમાં 94 દરદીના ટેસ્ટ સેમ્પલ કરાયા હતા. તેમના પર કરાયેલી શોધથી આ વાતનો ખ્યાલ આવે છે.

ડૉ. નાગરાજના કહેવા પ્રમાણે ભારતને અસિમ્પ્ટોમૅટિક કેસ પર પોતાનું અલગ સંશોધન પણ કરવું જોઈએ જેથી યોગ્ય જાણકારી નીકાળીને આના પર સરકાર અમલ કરી શકે. આનાથી એ પણ ખબર પડી જશે, તે અમે કોરોના હૉટસ્પૉટની બહાર આવા અસિમ્પ્ટોમૅટિક લોકોના ટેસ્ટ કરાવવાની જરૂર છે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો