એ સાત મહિલા જેમણે પોતાના દેશને કોરોના વાઇરસની મહામારીમાંથી ઉગારી લીધા

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BBC MUNDO
- લેેખક, બીબીસી ન્યૂઝ
- પદ, મુન્ડો સર્વિસ
કોરોના વાઇરસ સામે દેશ પ્રમાણે જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ થઈ છે, પણ તેમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચે છેઃ અનોખી રીતે કાર્યવાહી કરનારા સાત દેશોનાં વડાં તરીકે રહેલાં મહિલાઓ.
યુરોપ અને એશિયાનાં સાત મહિલા રાષ્ટ્રવડાંઓએ અગ્ર હરોળમાં રહીને કોરોના વાઇરસ સામે ટેસ્ટ અને દર્દીઓને આઇસોલેટ કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે સાત દેશો એવા છે, જ્યાં (પ્રમાણમાં) ઓછી સંખ્યામાં covid-19 બીમારીને કારણે મૃત્યુ નોંધાયાં છે.
યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ (ECDC)ના આંકડાનો આધાર લઈને સી.એન.એન. તથા ફૉર્બ્સ મૅગેઝિને અહેવાલો પણ આપ્યા કે આ દેશોએ કોરોના રોગચાળા સામે સૌથી સારો પ્રતિસાદ આપેલો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"મહામારીનો સામનો કરવામાં મહિલા નેતાગીરી પ્રમાણમાં ખૂબ સારું કામ કરી રહ્યાં છે. શા માટે વધુ સ્ત્રી નેતાઓ નથી?" એવું સમાજશાસ્ત્રી લેટા હોન્ગ ફિચરે લખ્યું છે.
નારીવાદ વિશે તેમણે ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટમાં લખ્યું છે અને ચીનની "લૅફ્ટઓવર નારીઓ" વિશે પુસ્તક પણ લખ્યું છે.
આ દેશોનાં વડાં તરીકે આ મહિલાઓ છે તે વાત તરત ધ્યાન ખેંચે છે, કેમ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના 2019ના એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં માંડ સાત ટકા સ્ત્રી નેતાઓ છે.
પણ કોણ છે આ સાત રાષ્ટ્ર વડાંઓ અને શું છે તેમની સફળતાની વ્યૂહરચના?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જર્મની

ઇમેજ સ્રોત, Getty Images
ફિઝિસ્ટ તરીકે ભણેલા જર્મનના ચાન્સેલર ઍન્ગલા મર્કલ 2005થી સત્તામાં છે. પડોશી યુરોપ દેશો પ્રતિસાદ આપે, તે પહેલાં તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
"[કોરોના મહામારી] ગંભીરતાથી લેવાની બાબત છે,"એમ તે વખતે જ તેમણે કહ્યું હતું. તેના કારણે જ તેમણે બીજા દેશોએ શરૂઆત કરી તે પહેલાં ટેસ્ટ કરવાનું શરૂ કરાવી દીધું હતું.
પરિણામે યુરોપના પડોશી દેશો કરતાં જર્મનીમાં મૃત્યુદર બહુ ઓછો છે.
જર્મનીમાં covid-19 સામે કાર્યવાહીની જવાબદારી જેમની છે તે રૉબર્ટ કોચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીએ બીબીસી મુન્ડોને જણાવ્યું હતું તે પ્રમાણે વાઇરસના વાહક કોણ છે તેને બહુ વહેલા પારખી લેવામાં આવે, તે ચેપને ફેલાતો રોકવામાં ઘણી અગત્યની બાબત ગણાય.
હકીકતમાં કોરોના સંકટમાં મર્કલે જે રીતે કામ કર્યું છે તેના કારણે તેમની છાપ મજબૂત બની છે, અને કોરોના સામેની લડતમાં વિશ્વમાં તેમનું રૅન્કિંગ ઉપર ગયું છે.
19મી એપ્રિલ સુધીમાં અહીં 4,110 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ડેન્માર્ક

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રેન્ચ ચેનલ ફ્રાન્સ 24 પર ડેન્માર્કના વખાણ કરતાં કહેવાયું હતું કે કોરોના વાઇરસ સામે લડતમાં "યુરોપમાં અપવાદરુપ" આ દેશ છે.
ડેનિશ સોશિયલ ડેમૉક્રેટ અને ભૂતપૂર્વ કાયદામંત્રી મેટ ફ્રેડરિકસન 2019થી ડેન્માર્કનાં વડાં પ્રધાન છે. તેમણે પણ ઝડપથી પગલાં લીધાં હતાં અને પડોશી યુરોપ દેશો પહેલાં જ તેમણે સરહદો બંધ કરી દીધી હતી.
નૉર્વેનો દાખલો ધ્યાનમાં રાખીને તેમણે નાનકડી પત્રકારપરિષદ પણ કરી હતી, જેમાં દેશના કિશોરોના સવાલોના જવાબો તેમણે આપ્યા હતા.
આ અઠવાડિયે ડેન્માર્કે બાળમંદિર અને શાળાઓ ખોલી નાખી છે. યુરોપિયન યુનિયનમાં આવું કરનારો તે પ્રથમ દેશ છે. ફ્રેડરિકસન કહે છે કે બહુ નિયંત્રિત રીતે અને કાળજીપૂર્વક આવું કરવામાં આવ્યું છે.
ડેન્માર્કમાં 19મી એપ્રિલની સ્થિતિ પ્રમાણે, 336 દરદીનાં મૃત્યુ થયાં છે.

ફિનલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાના સૌથી નાની ઉંમરનાં વડાં પ્રધાન 34 વર્ષીય સના મરીનના કામને પણ ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે.
રોગચાળાનો સામનો કરવાની બાબતમાં તેમના સાથી નેતાઓની સરખામણીએ તેમનું એપ્રૂવલ રૅટિંગ 85% જેટલું ઊંચું છે. 55 લાખની વસતીમાંથી એપ્રિલ 16 સુધીમાં માત્ર 16નાં મૃત્યુ થયાં છે.
સાચી વાત એ છે કે સના મરીન પૂરતી તૈયારી કરીને જ બેઠાં હતાં.
નેશનલ ઇમરજન્સી સપ્લાય એજન્સી દાયકાઓથી દરેક પ્રકારની આપદા માટે તૈયાર રહે છે. તેના કારણે જ દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને સામગ્રી પહેલેથી જ ઉપલબ્ધ હતાં.
ત્રણ અઠવાડિયાં સુધી નિયંત્રણો મૂક્યાં બાદ બુધવારે જ ફિનલૅન્ડે જાહેરાત કરી કે રાજધાની હેલસિન્કીમાંથી નિયંત્રણો હઠાવી લેવાયાં છે. જોકે નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે ટ્રાવેલિંગ કરવાનું ટાળજો. સાથે જ જરૂર પડશે તો ફરીથી નિયંત્રણો લાદવાનું પણ જણાવાયું છે.
ફિનલૅન્ડમાં 19મી એપ્રિલની સ્થિતિ પ્રમાણે, 82 દરદી મૃત્યુ પામ્યાં છે.

આઇસલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
વિશેષ કાળજીને કારણે આઇસલૅન્ડ હજી સુધી કોરોના વાઇરસને પોતાનાથી દૂર રાખી શક્યો છે.
વૉશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર અને મૂળ આઇસલૅન્ડ રોગચાળાના નિષ્ણાત ક્રિસ્ટિયાના કહે છે તે પ્રમાણે આઇસલૅન્ડે "વિશ્વમાં અનોખી એવી રીત" અપનાવીને રોગચાળાને પેસવા દીધો નથી.
આઇસલૅન્ડનાં વડાં પ્રધાન કટ્રીન જેકોબ્સોડોટરે બધા જ નાગરિકોનું મફતમાં ટેસ્ટિંગ કરવાની જાહેરાત કરી દીધી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા આવી જ સલાહ આપે છે: "તપાસો, ટેસ્ટ કરો અને વધારે ટેસ્ટ કરો".
આઇસલૅન્ડે એવી વ્યવસ્થા પણ કરી છે કે ચેપ લાગ્યો હોય તેમને શોધી કાઢીને તેમને અલગ રાખવામાં આવે. આવી વ્યવસ્થા કરીને શાળાઓ બંધ કરવાનું ટાળવામાં આવ્યું છે.
અહીં તા. 19મી એપ્રિલની સ્થિતિ પ્રમાણે, ત્યાં આઠ દરદીનાં મૃત્યુ થયાં છે.

નૉર્વે

ઇમેજ સ્રોત, Getty Images
ફિનલૅન્ડના સ્કેન્ડિનેવિયન પડોશી નૉર્વેએ પણ પ્રથમથી જ આગાહી પર ધ્યાન આપીને તેનું વ્યવસ્થાપન કર્યું હતું અને ચેપ દેખાયો કે તરત જ તેને નિયંત્રણ માટે કડક નિયમો લાદ્યા હતા.
યુરોપમાં કોરોના સામે સાવધ થનારા નૉર્વે પ્રથમ દેશ હતો, કેમ કે ફેબ્રુઆરી 26ના રોજ જ પ્રથમ કેસ શોધી કઢાયો હતો અને કાળજી લેવાઈ હતી.
વડાં પ્રધાન અર્ના સૉલબર્ગ દ્વારા લેવાયેલું સૌથી મૌલિક પગલું એ હતું કે તેઓ પત્રકારપરિષદમાં બાળકોના સવાલોના જવાબો આપતાં હતાં. તેમને સમજાવતાં હતાં કે ચેપનો ડર રાખવામાં આવે તેમાં કંઈ ખોટું નથી.
નૉર્વેમાં 136 મૃત્યુ નોંધાયા છે.

ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી વધુ ચર્ચા ન્યૂઝીલૅન્ડ વિશે થઈ રહી છે.
ન્યૂઝીલૅન્ડની મેસ્સી યુનિવર્સિટીના લીડરશિપના પ્રોફેસર સુઝ વિલ્સને ધ કન્વર્ઝૅશનમાં લખ્યું હતું કે કોરોના સામે તેમના દેશે આપેલો પ્રતિસાદ "ઉત્કૃષ્ટ" હતો.
વડાં પ્રધાન જૅસિન્ડ્રા આર્ડને કોરોના ચેપના કર્વને ફ્લેટનિંગ (કેસો વધતા અટકાવવાના) બદલે કેસો વધવા જ ના દેવાનો અનોખો વ્યૂહ અપનાવ્યો હતો.
કેસો વધતા અટકાવવા માટે તેમણે પ્રારંભથી જ એટલે કે સમગ્ર દેશમાં માત્ર 6 કેસો નોંધાયા હતા ત્યારથી જ અવરજવરને નિયંત્રિત કરી દેવાનું કામ કરી દીધું હતું.
વિદેશીઓને પ્રવેશ આપવાનું બંધ કરી દેવાયું હતું અને દેશના અમુક વિસ્તારમાંથી પરત ફરી રહેલા ન્યૂઝીલૅન્ડવાસીઓને પણ 14 દિવસ માટે સૅલ્ફ આઇસોલેશનમાં રહેવા માટે જણાવાયું હતું.
એપ્રિલ 19 સુધીમાં ન્યૂઝીલૅન્ડમાં માત્ર 1100 કેસ હતા અને માત્ર 11નાં મૃત્યુ થયાં હતાં.

તાઇવાન

ઇમેજ સ્રોત, Getty Images
તાઇવાનનાં પ્રમુખ ત્સાઇ ઇંગ-વૅને પણ મક્કમતા સાથે ત્વરિત કાર્યવાહી આરંભી દીધી હતી.
જાન્યુઆરીમાં વિશ્વને હજી કોરોનાના નવા વાઇરસ વિશે બહુ ઓછી જાણકારી હતી, ત્યારે જ તેમણે ચેપને આગળ વધતો રોકવા માટેના 124 ઉપાયોને અમલમાં મુકાવી દીધા હતા.
પ્રારંભિક પગલાં લઈ લેવાયાં હોવાથી દેશને લૉકડાઉનમાં મૂકી દેવાની જરૂર જ ઊભી થઈ નહોતી.
એટલું જ નહીં આ દરમિયાન તાઇવાને લાખોની સંખ્યામાં માસ્ક અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ કર્યા છે.
એપ્રિલ 16 સુધીમાં તાઇવાનમાં માત્ર 395 કેસો જ હતા (તે પણ મોટા ભાગે વિદેશથી આવેલા), જેમાંથી 124 સાજા થઈ ગયા છે અને માત્ર 6નાં મૃત્યુ થયાં છે.
તાઇવાનને બાકાત કરતા તમામ આંકડા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે, તા. 19મી એપ્રિલની સ્થિતિ મુજબના છે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












