કોરોના વાઇરસ : અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ દાન કર્યાની વાત કેટલી સાચી?

અઝીમ પ્રેમજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝીમ પ્રેમજી

આખી દુનિયાને કોરોના વાઇરસે ભરડામાં લીધી છે અને હવે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા ભારતમાં પણ તિવ્ર ગતિએ વધી રહી છે.

ભારત પર આવેલા સંકટને ધ્યાનમાં રાખીને કેટલાક બિઝનેસમૅન સહિત ઘણા લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઇરલ થઈ રહ્યા છે.

તેમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ કોરોના વિરુદ્ધની લડાઈમાં 50 હજાર કરોડ કરતાં પણ વધારે રકમનું દાન આપ્યું છે.

ઘણા લોકો છે જેમણે આ દાવાને પ્રોત્સાહિત કર્યો અને તેની સાથે ટ્વીટ પણ કર્યાં

@iambhutia નામના એક ટ્વિટર અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે અઝીમ પ્રેમજીએ 7.5 બિલિયન અમેરિકન ડૉલરનું દાન કર્યું છે, જેની કિંમત 52,750 કરોડ રૂપિયા છે.

વિપ્રોના ચૅરપર્સને આ સાથે જ કુલ 1,45,000 કરોડનું દાન અત્યાર સુધી કર્યું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સલોની લોહાણી નામના એક અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વિપ્રોના ચૅરપર્સન અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ દાન કર્યા છે.

તેમણે અઝીમ પ્રેમજીને 'ગૉલ્ડન હાર્ટ' ધરાવતી વ્યક્તિ કહીને તેમને સન્માન આપ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તો સંદીપ તિવારી નામની એક વ્યક્તિએ લખ્યું કે અઝીમ પ્રેમજીએ ફરી લોકોનું મન જીતી લીધું અને હાલ ફેલાયેલી મહામારી સામે લડવા 50 હજાર કરોડનું દાન આપી દીધું.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line
કોરોના વાઇરસ
line

સોશિયલ મીડિયા પર થઈ રહેલો દાવો કેટલો સાચો?

અઝીમ પ્રેમજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝીમ પ્રેમજી

સોશિયલ મીડિયા પર જે દાવા થઈ રહ્યા છે, તેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

અલ્ટ ન્યૂઝના દાવા પ્રમાણે તેમણે જ્યારે અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોના પ્રતિનિધિ સાથે વાત કરી ત્યારે સાચી વાત જાણવા મળી.

તેમના જણાવ્યા પ્રમાણે જે સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા બન્યા છે, તે ખરેખર વર્ષ 2019ના છે.

અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ રૂપિયાનું દાન આપ્યું છે તે વાત સાચી છે પણ આ વાત એક વર્ષ જૂની છે.

માર્ચ 2019 NDTVએ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જાણકારી અપાઈ હતી કે અઝીમ પ્રેમજીએ પોતાની કંપનીના 34% શૅર દાન કર્યા છે જેની કિંમત 7.5 બિલિયન ડૉલર એટલે 52,750 કરોડ રૂપિયા થાય છે.

line

કોણ છે અઝીમ પ્રેમજી?

અઝીમ પ્રેમજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝીમ પ્રેમજી

અઝીમ પ્રેમજી વિપ્રો કંપનીના ફાઉન્ડર છે.

ફૉર્બ્સની માહિતી પ્રમાણે હાલ અઝીમ પ્રેમજીની નેટ વર્થ 6.1 બિલિયન ડૉલર છે.

તેઓ અમેરિકાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં ભણી રહ્યા હતા પરંતુ તેમણે પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેવું પડ્યું હતું. વર્ષ 1966માં તેમના પિતાના મૃત્યુ બાદ તેમણે પોતાના પિતાએ શરૂ કરેલી કંપનીનો હવાલો સંભાળ્યો હતો.

ધીમે-ધીમે તેમણે પોતાની કંપનીનો વિસ્તાર કર્યો હતો અને પછી એક એવી આઈટી કંપની બનાવી જેને વૈશ્વિક સ્તરે ઓળખ મળી.

વર્ષ 2019માં જ અઝીમ પ્રેમજીએ વિપ્રો કંપનીના પ્રમુખ પદેથી નિવૃત્તિ લઈને વારસો દીકરા રીશદ પ્રેમજીને સોંપ્યો હતો.

અઝીમ પ્રેમજીને લોકો એક ખૂબ જ દયાળુ બિઝનેસમૅનના રૂપમાં જુએ છે. ફૉર્બ્સની માહિતી પ્રમાણે અઝીમ પ્રેમજીએ અત્યાર સુધી 21 બિલિયન ડૉલર દાનમાં આપ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો