યસ બૅન્ક સાંજથી ફરી ઍક્ટિવ, 50,000ની મર્યાદા પણ હઠશે - Top News

યસ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

ડૂબવાને આરે આવેલી યસ બૅન્ક આજે સાંજથી ફરીથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે અને 50,000ની ઉપાડની મર્યાદા પણ હઠાવી દેવાશે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ યસ બૅન્ક બુધવારે સાંજે 6 વાગ્યાથી સંપૂર્ણ ઍક્ટિવ થઈ જશે.

ગત 14 માર્ચે યસ બૅન્ક મામલે મોદી સરકારની કૅબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કૅબિનેટે યસ બૅન્કના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી હતી.

કૅબિનેટની મંજૂરી બાદ નેશનલાઇઝડ બૅન્ક એસબીઆઈ અને ખાનગી બૅન્કો રોકાણ માટે સામે આવી છે.

જે ચાર બૅન્કોએ યસ બૅન્કમાં રોકાણની જાહેરાત કરી છે, તેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્કનું નામ સામેલ છે.

અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે યસ બૅન્કને સંકટમાંથી કાઢવા માટે તીવ્ર ગતિએ કામ ચાલી રહ્યું છે.

પહેલાં તેની કૅપિટલ 1100 કરોડ હતી, જે હવે વધારીને 6200 કરોડ કરી દેવામાં આવી છે.

5 માર્ચે આરબીઆઈએ યસ બૅન્કનું બોર્ડ બરખાસ્ત કરી 50,000ની મર્યાદા લાગુ કરી હતી.

line

લોકોને જીવનો ખતરો હો ત્યારે સાંસદો ભાગી શકે નહીં : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે ઘણા બધા લોકો પોતાના જીવ પર ખતરો હોવા છત્તાં ડ્યૂટી પર હોય ત્યારે સંસદસભ્યો પોતાની જવાબદારીમાંથી ભાગી શકે નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદ સભ્યોની મીટિંગમાં કોરોના વાઇરસના કારણે સંસદના બજેટ સત્રને અટકાવવાની વાત પર આ નિવેદન આપ્યું હતું.

ભાજપના એક સંસદ સભ્યએ વડા પ્રધાને ટાંકીને કહ્યું હતું કે, ''હું જે સાંભળી રહ્યો છું તે ખોટું સાંભળી રહ્યો છું. મહામારી સામેની લડાઈમાં સંસદ સભ્યોએ સૌથી આગળ રહેવું જોઈએ. જે દેશમાં મોટાપ્રમાણમાં મહામારી લાગુ પડી છે ત્યાંથી ભારતીયોને બહાર કાઢવાનું કામ ભારતીય હવાઈદળ અને ઍર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર કરી રહ્યા છે તે અંગે આપણે વિચારવું જોઈએ. પેશન્ટ સાથે કામ કરાત ડૉક્ટર અને નર્સ ઉપરાંત ભારત બહારથી આવતા લોકોના સામાનને પહોંચાડતા લોકો વિશે વિચારવું જોઈએ. જો તે લોકો આ સમયે રજા લે તો?''

ઉલ્લેખનીય છે કે સંસદનું બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલવાનું છે.

line

નીતિન પટેલે કહ્યું અમારા ધારાસભ્યોને મેડિકલ ચેકઅપની સુવિધા આપજો

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, @NITINBHAI_PATEL/TWITTER

ડેક્કન હેરલ્ડના અહેવાલ અનુસાર ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખીને ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોને યોગ્ય મેડિકલ ચેકઅપ અને મેડિકલ સુવિધા આપવા કહ્યું છે.

નીતિન પટેલ પત્રમાં લખ્યું છે, "ગુજરાતના 65 જેટલાં ધારાસભ્યો રાજસ્થાન ગયા છે અને હાલ જયપુરની શિવ વિલાસ પૅલેસ હોટલમાં રહી રહ્યા છે. હાલમાં ચાલી રહેલાં કોરોના વાઇરસના ફેલાવાના પગલે તમને વિનંતી કરું છું કે તેમને યોગ્ય મેડિકલ ચેકઅપની જરૂરિયાત હોય તો કરવામાં આવે અને તમામ પ્રકારની સ્વાસ્થય સંબંધિત સુવિધાઓ આપવામાં આવે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના ધારાસભ્યોની સુરક્ષા રાજસ્થાન સરકારના ધ્યાને આવે તે માટે લખ્યો છે. આમાં કાંઈ રાજકારણ નથી. અમે ગુજરાતના તમામ નાગરિકની દેખરેખ રાખીએ છીએ અને તે જ અમારી જવાબદારી છે કે અમે અમારા ધારાસભ્યોની સાવચેતીની જવાબદારી પણ અમારી છે અને તેના કારણે જ મેં પત્ર લખ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્ર લખીને કહ્યું, "પ્રિય નીતિન પટેલજી, નાયબ મુખ્ય મંત્રી ગુજરાત, અમારા કૉંગ્રેસના ધારાસભ્યોની રોગપ્રતિકારક શક્તિ આકરી છે અને તેઓ ગુજરાતમાં ભાજપના જુલમી શાસન સામે લડી રહ્યા છે, રાજસ્થાન સરકાર કોરોનાની મહામારી સામે સાવચેતીના યોગ્ય પગલાં લઈ રહી છે. ચિંતા બદલ તમારો આભાર"

ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કેટલાક ગુજરાતના કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસ વધુ રાજીનામા ન પડે તે માટે ધારાસભ્યોને જયપુર લઈ ગઈ છે.

line

'સ્વતંત્ર ન્યાયાલય પ્રત્યેનો સામાન્ય લોકોનો ભરોસો ડગમગી ગયો'

જાન્યુઆરી, 2018માં જસ્ટિસ જોસફ(ડાબેથી), જસ્ટિસ ચેલ્મેશ્વર અને જસ્ટિસ ગોગોઈએ તે સમયના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર ગંભીર સવાલ ઊભા કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી, 2018માં જસ્ટિસ જોસફ(ડાબેથી), જસ્ટિસ ચેલ્મેશ્વર અને જસ્ટિસ ગોગોઈએ તે સમયના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર ગંભીર સવાલ ઊભા કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ, જસ્ટિસ કુરિયન જોસેફનું માનવું છે કે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રાજ્યસભા માટે નૉમિનેશનનો સ્વીકાર કરીને યોગ્ય નથી કર્યું અને તેનાથી સ્વતંત્ર ન્યાયાલય પ્રત્યેનો સામાન્ય લોકોનો ભરોસો જરૂરથી ડગમગી ગયો છે.

જસ્ટિસ કુરિયન જોસેફનું કહેવું છે કે, મને જોઈને અચરજ થાય છે કે પૂર્વ ચીફ જસ્ટિસે ન્યાયાલયના સૌથી મોટા સિદ્ધાંત સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સાથે કેવી રીતે સમજૂતી કરી લીધી છે."

ગત વર્ષે જાન્યુઆરીમાં જસ્ટિસ જોસેફ, જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ મદન બી લોકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને તે સમયના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ગંભીર સવાલ ઊભા કર્યા હતા.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો