જસ્ટિસ રંજન ગોગોઈ રાજ્યસભા માટે પદનામિત

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા માટે પદનામિત કર્યા છે.
ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ રહેલા રંજન ગોગોઈ ગત વર્ષે 17 નવેમ્બરે પદ પરથી સેવાનિવૃત્ત થયા હતા.
ગત વર્ષે જ નવમી નવેમબરે તેમના વડપણ હેઠળ પાંચ જજોની બેન્ચે અયોધ્યાવિવાદ પર ઐતિહાસિક ફેંસલો આપ્યો હતો.
વર્ષ 2001માં જસ્ટીસ ગોગોઈને ગૌહાટી હાઈકોર્ટમાં એક ન્યાયાધીશના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એ બાદ વર્ષ 20101માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમની બદલી થઈ હતી.
એક વર્ષ બાદ તેમની નિમણૂક મુખ્ય ન્યાયધીશ તરીકે થઈ અને વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમને લાવવામાં આવ્યા.

એક જ વ્યક્તિએ ઊંચા ભાવે વેચવા 17,700 હેન્ડ સૅનિટાઇઝર ખરીદ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના ટેનસી પ્રાંતના મેટ કોલ્વિન અને તેમના ભાઈએ શહેરના મૉલ 17,700 હેન્ડ સૅનિટાઇઝર ઊંચા ભાવે વેચવા માટે ખરીદ્યા હતા.
તેમણે શહેરના તમામ મોટા મૉલમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હેન્ડ સૅનિટાઇઝરને સામાન્ય કિંમત કરતાં ઊંચી કિંમતે વેચવાનો પ્રયાસ કર્યો અને 300 જેટલાં હેન્ડ સૅનિટાઇઝરનું વેચાણ કર્યું. પરંતુ ઊંચી કિંમતે વેચવાના કારણે તેમને એમેઝોને તેમને વિક્રેતા તરીકે હટાવી દીધા.
ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલાં અહેવાલ બાદ ટેનસી પ્રાંતના ઍટર્ની જનરલની ઓફિસે કોલ્વિનની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે હેન્ડ સૅનિટાઇઝરની બોટલોને દાનમાં આપી દીધી હતી.
અહેવાલ બાદ અનેક લોકોએ અભદ્ર ટિપ્પણીઓ કરી અને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

'કાશ્મીરમાં રાજ્યપાલ દારૂ પીએ છે'

ઇમેજ સ્રોત, AFP
ગોવાના રાજ્યપાલ સત્યાપાલ મલિકનું કહેવું છે, "રાજ્યપાલને કોઈ કામ નથી હોતું. કાશ્મીરનો ગવર્નર દારૂ પીએ છે અને ગોલ્ફ રમે છે."
ન્યૂઝ એજન્સી. એ.એન.આઈ.ના વીડિયોમાં મલિકને એમ કહેતા સાંભળી શકાય છે:
"અન્ય જગ્યાએ (રાજ્યમાં) ગવર્નર આરામથી રહે છે અને કોઈ માથાકૂટમાં નથી પડતા."
"મને બિહાર મોકલવામાં આવ્યો હતો, મેં ત્યાં શિક્ષણક્ષેત્રે સુધાર લાવવાનો પ્રયાસ કર્યો."
"ત્યાં નેતાઓની 110 કૉલેજ હતી, જેમાં એક પણ અધ્યાપક ન હતો. બી.એડ. માટે રૂ. 30-30 લાખ ચૂકવવા પડતા."
"મેં એ બધું બંધ કરાવ્યું અને મધ્યસ્થ પરીક્ષાઓ શરૂ કરાવી."
સત્યપાલ મલિક ગોવા પહેલાં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા.

'JKનો રાજ્યનો દરજ્જો વહેલાસર'

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરની 'અપની પાર્ટી'ના સ્થાપક અલ્તાફ બુખારીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, શાહે ખાતરી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે સરકાર શક્ય તમામ પ્રયાસ કરશે.
તેમણે ખાતરી આપી હતી કે ટૂંકસમયમાં જમ્મુ-કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવામાં આવશે અને રાજ્યમાં 'ડેમૉગ્રાફિક પ્રોફાઇલ' બદલવાની કોઈ યોજના નથી.
24 સભ્યવાળા પ્રતિનિધિ મંડળે કુલ 40 મુદ્દા ઉઠાવ્યા હતા.

કચ્છમાં લુડો રમતમાં ઝઘડો, એક વ્યક્તિની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, કચ્છના ગાંધીધામમાં લુડોની રમત રમતી વખતે ઝઘડો થતાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.
લુડો રમી રહેલાં છ વ્યક્તિમાંથી પોલીસે હાલ સુધી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઉપરાંત ગુનામાં સંડોવાયેલાં બે સગીરની પણ પોલીસે અટકાયત કરી છે. બાકીના બે લોકો ભાગી રહ્યા છે.
ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ડી. વી. રાણાએ કહ્યું હતું કે પોલીસે સગીર આરોપીઓ અને , "સગીર આરોપી રમતની જગ્યા છોડીને ભારત સંઘર સાથે છરી લઈને આવ્યો. જ્યારે વિકાસ આહીર પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને છરીના બે ઘા જીંક્યા હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












