કૉંગેસે રાજીનામું આપનારા પાંચેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપનારા પાંચ ધારાસભ્યોને ગુજરાત કૉંગ્રેસે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ સોમાભાઈ જી. પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારુ અને મંગળભાઈ ગાવિતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ જણાવાયું છે કે 'ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારાઓએ પક્ષની અવહેલના કરી છે. એ બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'

આ પહેલાં કૉંગ્રેસે આંતરિક બળવાની વાતનો ઇન્કાર કર્યો હતો, જોકે બાદમાં ધાનાણીએ તેનો અપ્રત્યક્ષ સ્વીકાર પણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના સ્પીકરે તેમને કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં મળ્યાં હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
ગુજરાતના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે સોમવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસમાં આંતરિક જૂથબંધીને કારણે રાજીનમાં પડી રહ્યાં છે, અને વધુ કેટલાક રાજીનામાં પડી શકે છે.

કૉંગ્રેસનો ઇન્કાર અને એકરાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસ પહેલાં આ વાતનો ઇન્કાર કરી રહી હતી.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું, "આવા સમાચાર મીડિયામાં ચાલી રહ્યા છે, પણ અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી."
"ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને જ્યાં સુધી આ અંગે જાણ કરવામાં ન આવે ત્યાં સુધી હું કંઈ કહી ન શકું."
તેમણે ઉમેર્યું હતું, "જનતાએ પંજાના નિશાનને મત આપ્યા છે. પંજાના નિશાન પર જે લોકો ચૂંટાયા છે, હું અપેક્ષા રાખું છું કે તેઓ જનતાના મતનું સન્માન કરશે."
આ દરમિયાન કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લોકોને 'અપ-પ્રચારથી આઘા' રહેવા જણાવ્યું હતું.
તેમણે ટ્વિટર પર લખ્યું, "કૉંગ્રેસના એક પણ ઇમાનદાર ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના વધુ એક નેતા વીરજી ઠુમ્મરે પણ આ વાતને ફગાવી દીધી હતી.
ઠુમ્મરે જણાવ્યું હતું છે કે આ મામલે અફવા ઊડી રહી છે, જોકે, હજુ સુધી પક્ષને કોઈ પણ ધારાસભ્યનું રાજીનામું મળ્યું નથી.
સમાચાર એજન્સી એએનઆઈને ઠુમ્મરે જણાવ્યું હતું, "સોમાભાઈ પટેલ ગઈ કાલ સુધી કૉંગ્રેસના સંપર્કમાં હતા. જે.વી કાવડિયાનો હું સંપર્ક સાધી શક્યો નથી."
જોકે બાદમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ '@રાજ્યસભાની રમખાણ' સાથે ત્રણ ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે ભાજપ ઉપર અપ્રત્યક્ષ રીતે ધારાસભ્યોની ખરીદવેચાણ કરવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે પહેલાં ટ્વીટ કર્યું : "લોકશાહી લાજે છે. ઘરનાં બંદરને પુરી રાખો છો અંદર, અને પારકાને ચૂકવ્યાં પંદર પંદર?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બાદમાં વધુ એક ટ્વીટમાં ધાનાણીએ લખ્યું : "લોકશાહી" ને "મારોના" આજે "'તોડોના'" ની તડજોડ અને "'કોરોના"' નાં કહેરથી સમગ્ર ગુજરાત ભયભીત છે!"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

સ્પીકરને મળ્યાં રાજીનામાં
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં મળ્યાં હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
ત્રિવેદીએ જણાવ્યું હતું, "(શનિવારે) સાંજે પાંચ વાગ્યા પછી અને રાતના બાર વાગ્યા પહેલાં ચાર ધારાસભ્યોનાં રાજીનામાં મને મળ્યાં છે. ચારેય ધારાસભ્યો અલગઅલગ સમયે મારી પાસે રૂબરૂમાં આવ્યા હતા અને રાજીનામાં આપ્યાં હતાં."
"સ્વેચ્છાએ રાજીનામાં આપતા હોવાથી મેં તેમના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે."

ભાજપનું 'રાજી' નામું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ મામલે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે "કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે."
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિધાનસભાના અધ્યક્ષે તેમને ચાર રાજીનામાં મળ્યાં હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
વાઘાણીએ કહ્યું, "ભાજપના એક પણ ધારાસભ્યે રાજીનામું નથી આપ્યું એટલે સ્પષ્ટ છે કે આ રાજીનામાં કૉંગ્રેસના ધારાસભ્યોનાં જ છે. "
તેમણે કૉંગ્રેસ પર તેના જ ભારથી તૂટી પડવાનો અને ગુજરાતની રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબતે કૉંગ્રેસે પોતાની નિષ્ફળતા સમજવાની જરૂર છે.
તેમણે કહ્યું, "કૉંગ્રેસને પોતાનો પરિવાર સંભાળવો જોઈએ. કૉંગ્રેસમાં આવું એવા માટે થઈ રહ્યું છે કે ત્યાં નવા નેતૃત્વને સન્માનજનક સ્થાન નથી અપાતું."
કૉંગ્રેસ પક્ષની નિષ્ફળતાને લીધે જ ભાજપ રાજ્યસભાની ત્રીજી બેઠક પણ જીતી લેશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોવાનો દાવો કર્યો છે.
તેમણે જણાવ્યું, "ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે અને આવતીકાલે (સોમવારે) એમનાં નામની જાહેરાત કરાશે."
આ દાવાને સાથે જ તેમણે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મતોનું સમીકરણ બદલાશે એવો પણ તેમણે દાવો કર્યો છે.

કૉંગ્રેસના ધારાસભ્યોને જયપુર મોકલી દીધા
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કરતાં કૉંગ્રેસની ચિંતા વધી ગઈ છે.
જેને પગલે ચૂંટણી સુધી બધું સમુંનમું પાર પાડવા માટે કૉંગ્રેસ પોતાને ધારાસભ્યોને જયપુર મોકલી દીધા હતા અને રવિવારે પણ કેટલાક ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા હતા.
શનિવારે સાંજે કૉંગ્રેસે 14 ધારાસભ્યોને જયપુર મોકલી દીધા હતા..
હૉર્સ-ટ્રૅટિંગના ભય વચ્ચે કૉંગ્રેસે લાખા ભરવાડ, પૂનમ પરમાર, ગેનીબહેન ઠાકોર, ચંદન ઠાકોર, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરિયા, બળદેવ ઠાકોર, નાથા પટેલ, હિંમતસિંહ પટેલ, ઇંદ્રજિત ઠાકોર, રાજેશ ગોહિલ, અજિત ચૌહાણ, હર્ષદ રિબળિયા અને કાંતિ પરમારને જયપુર મોકલી દીધાં હતાં.

કૉંગ્રેસ કેમ મુકાઈ મુશ્કેલીમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે પૂર્વ કૉંગ્રેસી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારતા કૉંગ્રેસ માટે કપરી સ્થિતિ ઊભી થઈ હતી.
અમીન પટેલ નેતા છે અને વળી કૉંગ્રેસી ભૂતકાળ ધરાવે છે અને તેમને કેટલાક કૉંગ્રેસી ધારાસભ્યોનો મત પણ મળી શકે એમ છે.
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું "કૉંગ્રેસને પોતાના ધારાસભ્યો પર ભરોસો નથી એટલે એમને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે."
ધારાસભ્યોને ગુજરાતમાંથી બહાર ખસેડવાની દિલ્હીમાંથી આવેલી સૂચના બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગાંધીનગરના નિવાસસ્થાને બંધબારણે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોની યાદીની ઓળખ કરીને તેમને જયપુર મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય સી. જે. ચાવડાએ ભાર્ગવ પરીખને જણાવ્યું, "હૉર્સ-ટ્રૅડિંગની સંભાવના દેખાઈ રહી છે. અમારા કેટલાક ધારાસભ્યોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે."
"કૉંગ્રેસને માત્ર એમના 15 ધારાસભ્યો પર જ ભરોસો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ત્રણેય બેઠક પર વિજય હાંસલ કરશે."
"ભાજપની જીત જોઈને ગભરાયેલી કૉંગ્રેસ વિધાનસભા ચાલુ હોવા છતાં પોતાના ધારાસભ્યો જયપુર મોકલી રહી છે."

રાજ્યસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ જાહેર કરતાં ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે અગાઉ અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાનાં નામની જાહેરાત કરી હતી.
તો કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી થઈ છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો