You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કોરોના વાઇરસની રસી જલદી બની જશે?
ચીનના વુહાનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસ કોવિડ 19 હવે દુનિયાના 76 દેશમાં ફેલાઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસની પુષ્ટિ કરાઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અનુસાર વાઇરસના પહેલા કેસની પુષ્ટિ 31 ડિસેમ્બર, 2019ના દિવસે થઈ હતી.
આ વાઇરસ ઝડપી ફેલાતો જોતાં 30 જાન્યુઆરી, 2020માં 'પબ્લિક હેલ્થ ઇમરન્જસી' જાહેર કરાઈ હતી.
જોકે શરૂઆતમાં આ વાઇરસ અંગે વધુ જાણકારી નહોતી અને તેને કારણે ઇલાજ પણ ઝડપી મળી શક્યો નહોતો.
હજુ સુધી વાઇરસથી બચવા માટેની કોઈ રસી શોધાઈ નથી.
આ વાઇરસ અંગે અને સંક્રમણ કેવી રીતે થાય તેની જાણકારી તો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઇલાજ મળી શક્યો નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત ઘણા દેશોમાં ડૉક્ટરો આ વાઇરસની રસી શોધવાના કામમાં લાગેલા છે, પરંતુ શું તેની કોઈ રસી કે દવા બની શકશે?
ક્યાં સુધીમાં કોરોનાની રસી કે દવા બનશે?
આ વાઇરસ પર સંશોધન કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેઓએ તેની દવા શોધી લીધી છે અને પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. જો વધુ સમુંસૂતરું પાર પડ્યું તો આ વર્ષે જ માણસોમાં પણ તેનું પરીક્ષણ શરૂ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો વૈજ્ઞાનિકો એ વાતથી ખુશ હોય કે કોરોના વાઇરસની દવા મળી ગઈ છે, તેમ છતાં મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ થવામાં ઘણો સમય લાગશે.
મતલબ કે હકીકતમાં એવું કહી ન શકાય કે આગામી વર્ષથી અગાઉ આ દવા બજારમાં મળવા લાગશે.
કોરોના વાઇરસ કોવિડ 19ને લઈને ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને રસી બનાવવા માટે પણ અલગઅલગ રીત અપનાવાઈ રહી છે.
આથી, તેની રસીને અંગે હાલમાં કોઈ ગૅરંટી નથી.
અત્યાર સુધીમાં ચાર પ્રકારના કોરોના વાઇરસ જોવા મળ્યા છે, જેનું માણસમાં સંક્રમણ થઈ શકે છે.
આ વાઇરસને કારણે શરદી-ખાંસીનાં લક્ષણ જોવાં મળે છે અને તેના માટે હજુ સુધી કોઈ રસી નથી.
શું બધી ઉંમરના લોકો બચી શકશે?
માનવામાં આવે છે કે જો કોરોના વાઇરસની રસી બની તો મોટી ઉંમરના લોકોને તે ઓછી અસર કરશે. પરંતુ તેનું કારણ રસી નહીં પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા છે, કેમ કે મોટી ઉંમર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.
દર વર્ષે ફ્લૂના સંક્રમણની સાથે પણ આ જોવા મળે છે.
દરેક દવાની આડઅસર પણ હોય છે. તાવ માટે સામાન્ય રીતે લેવાતી દવા પૅરાસિટામૉલની પણ આડઅસર હોય છે.
પરંતુ હજુ સુધી કોઈ દવાનું ક્લિનિકલ પરીક્ષણ થતું નથી. આથી એ જાણવું મુશ્કેલ છે કે તેને કેવી રીતે આડઅસર થાય છે.
જ્યાં સુધી રસી ન બને ત્યાં સુધી શું કરી શકાય?
એ વાત સાચી કે રસી વ્યક્તિને બીમારીથી બચાવી છે, પરંતુ કોરોના વાઇરસથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે સારી રીતે સાફસફાઈ રાખવી.
જો તમને કોરોના વાઇરસને ચેપ લાગી જાય તો પણ એ સામાન્ય ચેપની જેમ હોય છે. ક્લિનિકલ ટ્રાયલમાં ઘણા ઍન્ટિ-વાઇરલનો ઉપયોગ કરાય છે, પરંતુ એ બધા કોરોનામાં કારગત હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
રસી કેવી રીતે બને છે?
માનવશરીરના લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.
શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરેયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.
બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.
દશકોથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.
અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.
તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.
જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે.
નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે.
રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે.
ઘણા ડૉક્ટર આ વાઇરસના મૂળ જિનેટિક કોડનો ઉપયોગ કરી રહ્યા છે જે એક વાર શરીરમાં જતાં વાઇરલ પ્રોટિન બનાવે છે, જેથી શરીર આ વાઇરસ સામે લડવા શીખી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો