You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામ : 12 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, સાતેય આરોપીઓ 10માના વિદ્યાર્થીઓ
આસામના બિસ્વનાથ ચારિયાલી જિલ્લામાં 12 વર્ષની એક કિશોરી પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કરીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.
કથિત ગૅંગરેપની આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે તમામેતમામ સાત આરોપી સગીર છે અને તેમણે ગત મહિને જ 10મા ધોરણની બૉર્ડની પરીક્ષા આપી છે.
પીડિતા 28 ફેબ્રુઆરીથી ગુમ હતી અને પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ ઘટના ગૌહાટીથી લગભગ 300 કિલોમિટર દૂર ગોહપુર પોલીસચોકીના વિસ્તારમાં આવેલા રાજબાડી ગામમાં ઘટી છે.
પોલીસનું શું કહેવું છે?
બીબીસીને બિસ્વનાથ ચારિયાલી જિલ્લામાં સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી તિલકદાસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું :
"પોલીસને 29 ફેબ્રુઆરી સવારે 10 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. એ બાદ પોલીસે ગામલોકોની મદદથી ગામને અડીને આવેલા જંગલમાં કિશોરીની શોધખોળ આરંભી. આ શોધખોળ દરમિયાન કિશોરીનો મૃતદેહ એક વૃક્ષ પર લટકતો મળી આવ્યો."
તેમણે જણાવ્યું, "અમે 24 કલાકમાં જ ઘટનામાં સામેલ સાતેય આરોપીઓને પકડી પાડ્યા છે. તમામ આરોપીઓ સગીર વયના છે અને રવિવારે તેમને જુવેનાઇલ કૉર્ટમાં રજૂ કરાયા હતા."
"હાલમાં આરોપીઓને જોરહાટમાં આવેલા ઑબ્ઝર્વેશન હૉમમાં રાખવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું બળાત્કારનો આરોપ સાચો છે? આ સવાલ પર પોલીસ અધિકારીએ જણાવ્યું, "અમે છોકરાઓની પૂછપરછ કરી છે. મુખ્ય આરોપીએ બળાત્કારની વાત સ્વીકારી છે. જોકે, આ અંગેની પુષ્ટિ પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ કરી શકાશે."
"મંગળવારે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તમામ વાતો સ્પષ્ટ થઈ જશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો