IPL 2020 Schedule જાહેર, જાણો ક્યારે અને ક્યાં ફાઇનલ મૅચ કયારે રમાશે?

બીસીસીઆઈ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના ટાઇમ-ટેબલની જાહેરાત કરી દેવામાં આવી છે.

પહેલી મૅચ 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત વર્ષની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની સામે રમશે.

57 દિવસ સુધી આઈપીએલની મૅચ રમાશે, જેની ફાઇનલ 24 મે, 2020ના રોજ રમાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલની વેબસાઇટ પર તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેની અધિકારીક જાહેરાત કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ટીમોએ પણ પોતાના ટ્વિટરથી આની માહિતી આપી છે.

આઇપીએલમાં પહેલાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસે બે મૅચ રમાતી હતી. પરંતુ આ વખતની આઇપીએલમાં માત્ર રવિવારે જ બે મૅચ રમાશે.

મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ ચાર વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત ટુર્નામેન્ટ જીતી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો