TOP NEWS: ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં થશે 3.7 કરોડ રૂપિયાનાં ફૂલોનો શણગાર

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ શહેરને 3.7 કરોડ રૂપિયાનાં ફૂલોથી સજાવાશે.
આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મૅલેનિયા ટ્રમ્પ સાથે નવી દિલ્હી સહિત અમદાવાદની મુલાકાત લેવાના છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરને સુંદર બનાવવા માટે ફૂલો પાછળ 3.7 કરોડ રૂપિયા વાપરવાનો નિર્ણય લીધો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અમદાવાદના ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ અને મોટેરા સુધી રસ્તા પર ફૂલોથી શણગાર કરવામાં આવશે. જેની પાછળ 3.7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સ્ટેન્ડિંગ કમિટીએ રસ્તાઓના શણગાર માટે બે પ્રસ્તાવ પાસ કર્યા છે.
ચિમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તાને સજાવવા માટે 1.73 કરોડ રૂપિયાનાં ફૂલ વપરાશે જ્યારે ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તાના સુશોભન માટે 1.97 કરોડ રૂપિયાનાં ફૂલનો વપરાશ થશે.
AMCએ આ મુલાકાત માટે રંગીન ફુવારા મૂકવાની પણ પરવાનગી આપી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે રવિવારે શપથ લેશે અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની ચૂંટણીમાં જીત બાદ અરવિંદ કેજરીવાલ ફરી CM પદના શપથ ગ્રહણ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ ક્વિન્ટમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે શપથગ્રહણ સમારોહ યોજાશે.
16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલની સાથે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન, રાજેન્દ્ર ગૌતમ પણ શપથ લેશે.
આ સમારોહ માટે કેજરીવાલ સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દિલ્હીને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

પુલવામા હુમલાથી મોટો ફાયદો કોને? - રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. 14 ફેબ્રુઆરીએ લોકોએ જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારે રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિની સાથે કેટલાક સવાલ પણ ઊભા કર્યા.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા પૂછ્યું કે પુલવામા હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો?
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને પુલવામા હુમલા અંગે ત્રણ સવાલ પૂછ્યા હતા જેમાં પહેલો સવાલ હતો :
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
1. પુલવામા હુમલાથી કોને સૌથી વધારે ફાયદો થયો?
2. પુલવામા હુમલાની તપાસમાં શું સામે આવ્યું?
3. સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી નક્કી થઈ?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ સવાલો પર ભાજપે પણ પલટવાર કર્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કરી કહ્યું કે શું ગાંધી પરિવાર ફાયદાથી આગળ વધીને વિચારી પણ શકે છે કે નહીં? તેમની આત્માઓ ભ્રષ્ટ થઈ ચૂકી છે.

મહારાષ્ટ્ર સરકારમાં તણાવ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રની શિવસેના અને NCP સરકાર વચ્ચે તણાવ ઉભો થયો છે.
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના એક પગલાનો એનસીપી પ્રમુખ શરદ પવારે વિરોધ કર્યો છે.
ગત મહિને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAને સોંપવાનો વિરોધ કર્યો હતો પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેએ તેને મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે અયોગ્ય ગણાવ્યું છે.
શરદ પવારે ગત મહિને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રએ ભાંડો ફૂટવાના ડરથી ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ એનઆઈએને સોંપી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













