You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની સરખામણી કુરાન સાથે કરનાર અનુજ વાજપેયી કોણ છે?
કોરોના વાઇરસ આખી દુનિયા માટે મુસીબત બન્યો છે. ચીનમાં તેના પગલે એક હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે.
આ તરફ ભારતમાં કોરોના વાઇરસને લઇને એક વ્યક્તિએ સાંપ્રદાયિક તણાવ વધે એવું ટ્વીટ કર્યું છે, જેના મામલે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
ટ્વિટર પર અનુજ વાજપેયી (@Real_Anuj)નામના હેન્ડલ પરથી કરવામાં આવેલું એક ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે.
આ ટ્વીટ 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જોકે, એ ટ્વીટ હવે તેમની વૉલ પર જોવા મળી રહ્યું નથી.
ટ્વીટમાં લખ્યું હતું, 'યાદ રાખજો', 'કોરોના વાઇરસ કરતાં પણ ભયંકર છે "કુરાન" વાઇરસ! ભારતમાં 20 કરોડ કરતાં પણ વધારે લોકો સંક્રમિત!'
જોકે, આ ટ્વીટ જ્યારે થયું ત્યારે તેને લઈને વધારે ચર્ચા થઈ ન હતી પરંતુ મંગળવાર (11 ફેબ્રુઆરી)ના રોજ ટીમ અનુજ વાજપેઈ (@LaxmanB60773279) નામના હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું, જ્યારબાદ થોડી જ કલાકોમાં ટ્વિટર પર #Arrest_Anuj ટૉપ ટ્રૅન્ડ બની ગયું.
ટીમ અનુજ વાજપેયીએ ટ્વીટમાં લખ્યું, "કોરોના વાઇરસ થોડા દિવસ પહેલાં આવ્યો હતો અને તેનો તુરંત ઇલાજ શોધવામાં આવ્યો. પરંતુ #કુરાન વાઇરસ ઘણાં વર્ષો પહેલાં આવ્યો હતો અને તેનો ઇલાજ હજુ સુધી મળી શક્યો નથી. મને લાગે છે કે #કુરાન વાઇરસની દવા માત્ર યોગી બાબા પાસે છે."
આ ટ્વીટને અનુજ વાજપેયીએ રી-ટ્વીટ કર્યું જે બાદ લોકોએ તેમને ટ્વિટર પર ઘેરવાનું શરૂ કરી દીધું. જોકે, અનુજ વાજપેપીના સમર્થનમાં પણ હિંદુવાદી વિચારધારાના લોકો ઊતરી આવ્યા અને ટ્વિટર પર #KeepItUpAnujBajpai ટ્રૅન્ડ કરવા લાગ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે અનુજ વાજપેયી?
ટ્વિટર પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અનુજ વાજપેયી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીકાર્યાલય સપોર્ટની ટીમનો ભાગ છે.
અનુજ વાજપેયીએ પોતાના બાયૉમાં લખ્યું છે, "ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીકાર્યાલયના કામમાં સહયોગ."
આ સિવાય તેમણે પોતાના વર્કિંગ પાર્ટનર અતુલ કુશવાહાનું નામ પણ લખ્યું છે.
અતુલ કુશવાહાના બાયૉમાં પણ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીકાર્યાલયના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ટ્વિટર પર શું ચાલી રહ્યું છે?
ટ્વિટર પર એક તરફ જ્યાં કેટલાક લોકો અનુજની ધરપકડની માગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ હિંદુવાદી વિચારધારાના લોકો તેમના વખાણ કરી રહ્યા છે અને આમ જ કરતા રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.
અનુજ વાજપેયીએ મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને લઈને પણ ટ્વીટ કર્યું હતું અને દિલ્હીની જનતાને 'મફતખોર' ગણાવી હતી.
અનુજ વાજપેયીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ એવું ટ્વીટ પણ કર્યું કે મોદીની લહેર જે રીતે ઓછી થઈ રહી છે તેનાથી સ્પષ્ટ છે કે રાજ્યોમાં જીત માટે ભાજપ માત્ર મોદીના ભરોસે ન રહે, સ્થાનિક નેતાઓએ પણ કામ કરવું પડશે.
એટલું જ નહીં, અનુજ વાજપેયીના ટ્વિટર હેન્ડલ પર ઘણા ટ્વીટ એવા પણ મળશે કે જે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી શકે છે.
કેટલાક લોકો ટ્વિટરને ટૅગ કરીને માગ કરી રહ્યાં છે કે અનુજનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે.
આ સિવાય ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે શું પોલીસ માત્ર ધર્મ જોઈને જ કાર્યવાહી કરશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો