નિર્ભયાનાં માતા : દોષીઓના વકીલ અમને ટોણો મારીને ગયા કે ફાંસી રોકીને દેખાડીશું

ઇમેજ સ્રોત, DELHI POLICE
દિલ્હીની સ્થાનિક કોર્ટે નિર્ભયાકેસમાં ગુનેગારોની ફાંસીની સજાને આગામી ચુકાદા સુધી ટાળી દેવાનો આદેશ આપ્યો છે.
તારીખ 16મી ડિસેમ્બર, 2012ના દિવસે દિલ્હીની કોર્ટે નિર્ભયા ગૅંગરેપના કેસમાં આરોપી મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષયકુમાર સિંહ તથા પવન ગુપ્તાને દોષિત ઠેરવ્યા હતા.
અગાઉ તેમને પહેલી ફેબ્રુઆરી 2020ના દિવસે ફાંસી આપવાનું નક્કી થયું હતું.
જજ ધર્મેન્દર રાણાએ વકીલના તર્ક સાંભળ્યા હતા.
પાંચ વાગ્યા પછી જજ પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યા અને તેઓએ એક લાઇનનો નિર્ણય સંભળાવ્યો- ફાંસી આગામી આદેશ સુધી રોકી દેવામાં આવે છે.
પોતાના લેખિત આદેશમાં જજે કહ્યું, "કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત પોતાની ફરિયાદનું સમાધાન માગવું કોઈ પણ સભ્યસમાજની વિશેષતા હોય છે."
જજે કહ્યું, "કોઈ પણ દોષીને ભલે ફાંસીની સજા મળી હોય, પરંતુ તેને કાયદાકીય વિકલ્પ પૂરા ન કરવા દેવાનું કામ દેશની કોઈ પણ કોર્ટ કરી શકે નહીં."
કોર્ટના આજના નિર્ણય બાદ નિર્ભયાનાં માતા આશાદેવી બહુ ભાવુક થઈ ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટ રૂમમાંથી બહાર આવીને તેઓએ મીડિયા સામે કહ્યું, "ગુનેગારોના વકીલ અમને ટોણો મારીને ગયા છે કે તેઓ આ ફાંસીને રોકીને દેખાડશે."
તેમણે વધુમાં કહ્યું, "હું સવારે 10 વાગ્યાથી કોર્ટમાં બેઠી હતી. આ જ નિર્ણય કરવાનો હતો તો અમને દિવસભર કેમ બેસાડી રાખ્યાં. મને લાગે છે કે સરકારનો વિચાર બદલાઈ ગયો છે કે આ દોષીઓને ફાંસી નથી આપવી."
"પણ હું લડાઈ ચાલુ રાખીશ. હું ન્યાય વ્યવસ્થાને કહેવા માગું છું કે વર્તમાન સિસ્ટમને કારણે દોષીઓને વકીલ પીડિતા પરિવારને પડકાર ફેંકી રહ્યા છે. અનિશ્ચિતકાળ માટે ફાંસી ટાળી દેવામાં આવી છે. નિરાશા તો થઈ છે, પરંતુ અમે બેસી નહીં રહીએ."

કોર્ટમાં શું-શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની અરજીમાં દોષીઓના વકીલ એપી સિંહે આ મામલાને ટાળવાની કોર્ટને અપીલ કરી હતી.
તેઓએ કહ્યું- આ દોષી આતંકવાદી નથી.
વકીલે જેલ મેન્યુઅલના નિયમ 836નો હવાલો આપ્યો, જેમાં કહેવાયું કે "એકથી વધુ લોકોને મોતની સજા આપવાની હોય એવા કેસમાં ત્યાં સુધી ફાંસી ન આપી શકાય જ્યાં સુધી બધા દોષીઓ પોતાના કાયદાકીય વિકલ્પ પૂરા ન કરી લે."
એપી સિંહે જણાવ્યું કે "પવનકુમાર ગુપ્તાએ પોતે સગીર હોવાનો દાવો ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. જ્યારે અક્ષયની ક્યુરેટિવ પિટિશન રદ થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટથી ઑર્ડર મળ્યા બાદ હું દયાઅરજી દાખલ કરીશ."
જોકે હવે સુપ્રીમ કોર્ટે પવન ગુપ્તાની પુનર્વિચાર અરજી પણ ફગાવી દીધી છે.
નિર્ભયાકેસના દોષીઓમાંના એક મુકેશ સિંહનાં વકીલ વૃંદા ગ્રોવરે પણ એપી સિંહના તર્ક પર સંમતિ આપતાં કહ્યું કે દોષીઓને એક જ સજા આપવામાં આવી છે.
તેમણે કહ્યું, "બધા દોષીઓને ફાંસી આપવાનો આદેશ એક જ છે. મારા ક્લાયન્ટને ફાંસી આપી શકાય નહીં અને એક દોષીને અન્યથી અલગ ન કરી શકાય. આથી ફાંસીની સજા પર રોક લાગવી જોઈએ."
બુધવારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની દયાઅરજી સામેની મુકેશની અરજી રદ કરી દીધી હતી. આ સાથે જ મુકેશના બધા કાયદાકીય વિકલ્પ પૂરા થઈ ગયા છે.
સરકારી વકીલ ઇરફાન અહમદે કહ્યું, "એક ફેબ્રુઆરીએ અપાનારી ફાંસી વિનય શર્માને છોડીને અન્ય બધાને આપી શકાય તેમ છે. વિનય શર્માની દયાઅરજી રાષ્ટ્રપતિ પાસે પડી છે. આથી બાકી બધા દોષીઓને ફાંસી આપી શકાય, કેમ કે કોઈ કાયદો આવું કરવાથી રોકતો નથી."
સૌથી પહેલાં કોર્ટે 22 જાન્યુઆરીએ ફાંસીનો દિવસ નક્કી કર્યો હતો, પરંતુ પછી એક ફેબ્રુઆરીનો દિવસ નક્કી થયો હતો.
શું હતો આખો કેસ?

ઇમેજ સ્રોત, Getty Images
16 ડિસેમ્બર 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં 23 વર્ષની એક મેડિકલ વિદ્યાર્થિની સાથે છ પુરુષોએ એક ચાલુ બસમાં ગૅંગરેપ કર્યો હતો.
ચારેય દોષિતો સિવાયના એક મુખ્ય આરોપી રામસિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
એક બીજો આરોપી જે ઘટના સમયે સગીર હતો. તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તે સગીરને ઑગસ્ટ 2013માં ત્રણ વર્ષ સુધારગૃહમાં પસાર કરવાની સજા કરાઈ હતી.
વર્ષ 2015માં તેને સુધારગૃહમાંથી છોડવામાં આવ્યો. સગીર આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ગુના સમયે સગીર હતો તે અપરાધી હવે વયસ્ક થઈ ગયો છે વયસ્ક પરંતુ નિયમો અનુસાર તેણે પોતાની સજા પૂર્ણ કરી લીધી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













